અમદાવાદ : શહેરના વસ્ત્રાપુરમાં મોબાઇલના લૂંટારાઓનો હિંમતભેર પીછો કરનારા યુવકને અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સન્માન આપવામાં આવ્યું છે. અમદાવાદ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા દ્વારા ફિલ્મી સ્ટાઇલે મોબાઇલ ચોરોનો પીછો કરનારા યુવાનની બહાદુરીને બિરદાવવામાં આવી છે. પોલીસ કમિશ્નરે યુવાનને કમિશ્નર કચેરી બોલાવીને સમગ્ર ઘટના અંગે માહિતી મેળવ્યા બાદ તેની હિંમતને બિરદાવી હતી. આ ઉપરાંત આશીષ ભાટીયાએ તેને સન્માન પત્ર પણ આપ્યું હતું. 


જુનાગઢ : ગીરનારની લીલી પરિક્રમા કરવા જતા પહેલા આ જરૂર વાંચો, નહી તો પસ્તાશો...
અમદાવાદ : આજના દિવસે ટ્રાફીક પોલીસને થઇ લાખોની કમાણી, આંકડો જાણી આંખો થઇ જશે પહોળી
3 ગઠીયાઓએ ફોન આંચકી લીધો અને યુવાને આખી રીક્ષા ઉંધી કરી દીધી
બે દિવસ પહેલા સંતોષ દાસ નામનો યુવાન બોડકદેવના શાંતિ એપાર્ટમેન્ટ નજીકથી ફોન પર વાત કરતો પસાર થઇ રહયો હતો. અચાનક પાછળથી રિક્ષા આવી હતી અને પાછળ બેઠેલા વાત કરી રહેલા સંતોષના હાથમાંથી મોબાઇલ ઝુંટવી લીધો હતો. જો કે સંતોષ રિક્ષાની પાછળ દોડ્યો હતો અને રિક્ષાની પાઇપ પકડીને લટકી ગયો હતો. અંદર બેઠેલા શખ્સોએ તેને લાત મારીને પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે લટકી રહ્યો હતો. જો કે આ ખેંચતાણ દરમિયાન રિક્ષાનું બેલેન્સ બગડ્યું હતું અને ડ્રાઇવરે પણ રિક્ષા પરનો કાબુ હગુમાવતા રિક્ષા પલટી મારી ગઇ હતી. જો કે રિક્ષા પગપર પડવાના કારણે સંતોષ ઇજાગ્રસ્ત થયો હતો. તેમ છતા પણ તેણે રિક્ષાના ડ્રાઇવરને ઝડપી લીધો હતો. જો કે પાછળ બેઠેલા અન્ય બે સાગરીતો ભાગવામાં સફળ રહ્યા હતા.