BMW હિટ એન્ડ રનના આરોપી સત્યમને પકડવામાં અમદાવાદ પોલીસ નિષ્ફળ, કોની રાહ જોવાય છે?
Ahmedabad Police : આ કેસમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા રહ્યા છે. પોલીસને શંકા છે કે સત્યમના પરિવાર જાણે છે કે તેનો પુત્ર ક્યાં છે. પોલીસ આરોપી હાજર થાય તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે
BMW Hit And Run : ગુજરાત પોલીસ અને અમદાવાદ પોલીસ હાઈટેક હોવાના બણગા ફૂંકે છે. પરંતું અમદાવાદ પોલીસ એક આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે. બીએમડબલ્યુ હિટ એન્ડ રનનો આરોપ સત્યમ શર્મા અમદાવાદ પોલીસને હંફાવી રહ્યો છે. ઘટનાને બે દિવસ વીતી ગયા છે, છતાં પોલીસ આંધળી ખિસ્કોલી રમી રહી હોય તેવુ લાગે છે. અમદાવાદ પોલીસ ઘટનાના 60 કલાક બાદ પણ આરોપી સત્યમ શર્માને પકડી શકી નથી.
અમદાવાદમાં બે દિવસ પહેલા BMW હિટ એન્ડ રન કેસ બન્યો હતો. જેમાં ઘનાઢય પરિવારના યુવક સત્યમ શર્માએ ચાર લોકોને અડફેટે લીધા હતા. તેના બાદથી સત્યમ શર્મા ફરાર છે. ઘટના બે દિવસ બાદ પણ આરોપી સત્યમ શર્મા પોલીસ પકડથી દૂર છે. ધનાઢય પરિવારનો આરોપી હોવાથી અમદાવાદ પોલીસ પકડી નથી રહી હોવાની ચર્ચા ઉઠી છે. BMW કાર ચાલક સત્યમ શર્માનું છેલ્લું લોકેશન અને સીસીટીવી હોવા છતાં પોલીસ પકડવામાં નિષ્ફળ રહી છે. જેથી આ કેસમાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા રહ્યા છે. પોલીસને શંકા છે કે સત્યમના પરિવાર જાણે છે કે તેનો પુત્ર ક્યાં છે. પોલીસ આરોપી હાજર થાય તેની રાહ જોઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.
આ પણ વાંચો :
હવે ગુજરાતી ખેડૂતો સરકારી નોકરીથી રાહ નથી જોતા, આ ખેતી કરીને કરે છે લીલાલહેર
ક્યાં છે સત્યમ શર્મા?
60 કલાકથી વધારે સમય થઈ ગયો છે. સત્યમ શર્મા હજુ પણ ફરાર છે. પોલીસની ઢીલી કામગીરી સામે સવાલ? હજુ સુધી પોલીસ પકડથી કેમ દૂર છે સત્યમ શર્મા. મોટા ગુનેગારોને પકડતી પોલીસને સત્યમ કેમ નથી મળ્યો? આવા નબીરાઓને પોલીસ ક્યારે પાઠ ભણાવશે? પોલીસ કાર્યવાહી નહી કરે તો આવા લોકોને છૂટોદોર મળશે. કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસની છે. તો શું તપાસના નામે શું નાટક ચાલી રહ્યું છે. રાત્રે પોલીસ પેટ્રોલિંગ ખરેખર કરે છે કે નહીં? હવે તો પોલીસની નાઈટ પેટ્રોલિંગ સામે પણ સવાલ ઉઠ્યા છે.
સત્ય શર્મા રીઢો ગુનેગાર છે
સત્યમ શર્મા સામે અનેક ગુનાઓ નોંધાયેલા છે. સત્યમ શર્મા સામે કુલ 4 ફરિયાદ થઈ છે. અલગ-અલગ ગુનાઓમાં સત્યમ સામે 4 ફરિયાદ નોંધાઈ ચૂકી છે. BMW હિટ એન્ડ રન કેસ તો બુધવારે થયો હતો. આ પહેલાં પણ સત્યમ શર્મા સામે અનેક કેસ દાખલ છે. જેમાં મારામારી, તોડફોડનો કેસ સત્યમ સામે પહેલાંથી જ છે.
નશામાં ચકચૂર માલેતુજાર પરિવારના દીકરાએ બુધવારે રાતે ચાર લોકોને અડફેટે લીધા હતા. જેમાં એક દંપતી ગંભીર રીતે ઘાયલ થયું છે. ત્યારે BMW કારનો માલિક શ્રીક્રિશ્ના શર્મા હોવાનો ખુલાસો થયો છે. શ્રીક્રિશ્ના શર્માનો પુત્ર સત્યમ શર્મા ઝડપી કાર ચલાવવાનો શોખીન છે. જેની કારમાંથી ભાજપનો ખેસ ને દારૂની બોટલો મળી આવી હતી. સત્યમ શર્મા અકસ્માત બાદ કાર મૂકીને ફરાર થઈ ગયો છે. તો 200ની સ્પીડે કાર ચલાવતો હોવાના વીડિયો પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા છે. અમદાવાદમાં અકસ્માત સર્જનાર BMW કાર પણ સીસીટીવીમાં કેદ થઈ છે, જે બતાવે છે કે આ કારથી અકસ્માત સર્જાયો છે. દારૂના નશામાં અકસ્માત સર્જનાર નબીરો સત્યમ શર્મા ભૂગર્ભમાં ઉતરી ગયો છે, પંરતું પોલીસે સત્યમ શર્માના ઘરે પહોંચી હતી, જ્યાં તેના પિતા શ્રીક્રિષ્ના શર્માનું નિવેદન નોંધ્યુ છે.
આ પણ વાંચો :
PM મોદીનું મિશન ગ્લોબલ ગુજરાત, આટલા વિદેશી નેતાને ગુજરાત તેડી લાવ્યા, હવે આમનો વારો