ઉદવ રંજન, અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેને જાણીને તમે પણ ચોંકી ઉઠશો. અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં કિન્નરની એક કરતૂત બહાર આવી છે. બાળકને આશીર્વાદ આપવા આવેલા કિન્નરે નજર ચુકવી રોકડ રકમ અને દાગીનાની ચોરી કરી છે. પોલીસની તપાસમાં કિન્નરની કરતૂતનો પર્દાફાશ થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદ પોલીસ દ્વારા કિન્નર રાહુલ ઉર્ફે આઇશા રમેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ કિન્નર પર ચોરીનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું કે ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ ચોરીને કિન્નર ફરાર થઈ ગયો છે. આ ફરિયાદના આધારે પોલીસે કિન્નરના પરાક્રમનો પર્દાફાશ કર્યો છે.


આ પણ વાંચોઃ ગણેશ મહોત્સવમાં આ ખાસ નિયમોનું કરવું પડશે પાલન, વાંચી લો પોલીસની ગાઇડલાઇન


ગોમતીપુર પોલીસ સ્ટેશનની આ ઘટના તમામ લોકો માટે એક ઉદાહરણ પૂરું પાડે છે. એક કિન્નર કે જે નવજાત શિશુને આશીર્વાદ આપવાના બહાને ફરિયાદીના ઘરે ગયો હતો. બાદમાં મસમોટી રકમની બક્ષી તરીકે માંગણી કરી હતી. અમે જ્યારે મરજી મુજબના રૂપિયા ન મળ્યા ત્યારે પાણી પીવું છે તેમ કહી મહિલાને રસોડામાં મોકલી અને ઘરમાં તિજોરીમાં પડેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ પર હાથફેરો કરી લીધો હતો. કિન્નર ઘર છોડીને ગયો ત્યાં સુધી મહિલાને ભાન જ ન પડ્યું કે તેણે ઘરમાં કેવી રીતે ચોરી કરી છે. બાદમાં જ્યારે સમગ્ર હકીકત સામે આવી ત્યારે ચોરી કરનાર આરોપી કિન્નર સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
 
ફરિયાદ નોંધાતા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સર્વેલન્સના આધારે આરોપી કિન્નરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડયો હતો. કિન્નરની કડક પૂછપરછ કરતા ચોરી કરેલા દાગીના અને રોકડ રકમ કિન્નર પાસેથી રિકવર કરવામાં આવી છે. હાલ પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી કિન્નર સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચોઃ Corona: ત્રીજી લહેરની આશંકા વચ્ચે રાજ્યમાં કોરોના કેસમાં વધારો, જુઓ આંકડા


ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા કિન્નરનો કિસ્સો લાલબત્તી સમાન છે. નવજાત બાળકને આશીર્વાદ આપવા આવતા હોય કે કોઈ અન્ય પ્રસંગો દરમિયાન આશીર્વાદ આવતા તમામ કિન્નરો એક સરખા નથી હોતા. જે બાબત ગોમતીપુરની આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે. શંકાસ્પદ કિન્નરોને ઘરમાં પ્રવેશતા પહેલા સો વાર ચેતજો. નહીં તો તમારી સાથે પણ ગોમતીપુર જેવી આ ઘટના બની શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube