જે બાળકીને હોસ્પિટલ મૂકીને માતાપિતા રાજસ્થાન ભાગી ગયા હતા, તેના અંતિમ સંસ્કાર એક સામાજિક કાર્યકરે કર્યાં
અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી છ મહિનાની વ્હાલસોઇ દીકરીને કોરોનાના ડરથી માતા-પિતા ત્યાં જ મૂકીને રાજસ્થાન પલાયન થઇ ગયાનો ચોંકાવનારો બનાવ ગઈકાલે બન્યો હતો. જેમાં બાળકીનું મોત નિપજ્યું છે. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈનમાં હોઈ તેઓ અંતિમ વિધીમાં આવી શક્યા ન હતા. જોકે, નરોડા પોલીસને બાળકીનો મૃતદેહ સોંપાયો હતો. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈન હોઈ પોલીસને અંતિમવિધિ કરવાનું સંમતિ પત્ર આપ્યું હતું. બાળકીની અંતિમ વિધિ હિન્દુવિધિ મુજબ પોતે કરશે તેવી એક સ્થાનિકે આગેવાને પોલીસને અરજી કરી હતી. જે અરજીને પગલે સ્થાનિક આગેવાને મૃતદેહ સ્વીકારી સૈજપુર બોઘા સ્મશાન ગૃહમાં દફનવિધી કરી હતી.
મૌલિક ધામેચા/અમદાવાદ :અમદાવાદ (Ahmedabad) ની હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી છ મહિનાની વ્હાલસોઇ દીકરીને કોરોનાના ડરથી માતા-પિતા ત્યાં જ મૂકીને રાજસ્થાન પલાયન થઇ ગયાનો ચોંકાવનારો બનાવ ગઈકાલે બન્યો હતો. જેમાં બાળકીનું મોત નિપજ્યું છે. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈનમાં હોઈ તેઓ અંતિમ વિધીમાં આવી શક્યા ન હતા. જોકે, નરોડા પોલીસને બાળકીનો મૃતદેહ સોંપાયો હતો. માતા પિતા રાજસ્થાનમાં ક્વોરેન્ટાઈન હોઈ પોલીસને અંતિમવિધિ કરવાનું સંમતિ પત્ર આપ્યું હતું. બાળકીની અંતિમ વિધિ હિન્દુવિધિ મુજબ પોતે કરશે તેવી એક સ્થાનિકે આગેવાને પોલીસને અરજી કરી હતી. જે અરજીને પગલે સ્થાનિક આગેવાને મૃતદેહ સ્વીકારી સૈજપુર બોઘા સ્મશાન ગૃહમાં દફનવિધી કરી હતી.
સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ માટે રાહતના સમાચાર, કુલ 62 રિપોર્ટ નેગેટિવ
અમદાવાદમાં કોરોનાનો ડર એટલી હદે લોકોમાં વ્યાપી ગયો છે કે, કોરોનાના ડરથી લોકો કોરોનાગ્રસ્તની આસપાસ પણ ફરકી રહ્યાં નથી. ત્યારે ચાર દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં છ માસની બાળકીની સારવાર એક માતાપિતા આવ્યા હતા. જોકે, માતા-પિતા બાળકીને હોસ્પિટલમાં દાખલ કરી ફરાર થઈ ગયા હતા. બાળકીની બીમારીનો ભય માતાપિતાને એવો લાગ્યો કે પોતાને અને બાળકીને કોરોના થશે તો પોતાના વતનમાં નહિ જઇ શકે તેવુ તેઓએ વિચાર્યું હતું. ત્યારે જે બાળકીને તેઓ મૂકીને ફરાર થઈ ગયા હતા, તેનુ મોત નિપજ્યું હતું.
Lockdownને કારણે જેતપુરનો સાડી ઉદ્યોગ ભાંગી પડ્યો, 15-20 હજાર મજૂરો બેરોજગાર થવાની શંકા
બીજી તરફ બાળકીનું મોત નિપજતા નરોડા પોલીસે ભારે જહેમત ઉઠાવ્યા બાદ તેના માતા-પિતાને રાજસ્થાનમાંથી શોધી કાઢયા હતા. જોકે તેઓ રાજસ્થાનમાં ક્વોરેન્ટાઇન થઇ ગયા હોવાથી હવે તેઓ બાળકીની અંતિમ વિધીમાં હાજર રહી
શકશે નહિ તેવુ સંમતિ પત્ર પણ મોકલી આપ્યું હતું.
માતા-પિતા કોરોન્ટાઇન હોવાને કારણે અમદાવાદ પરત આવી શકે તેમ નથી. આ અંગે ધંબોલા પોલીસને જાણ કરતા માતા-પિતાએ એક એફિડેવિટ તૈયાર કરાવી હતી. જેમાં એવું સમંતિ પત્રક મોકલ્યું હતું કે, ગુજરાત સરકારના નિયમ પ્રમાણે નરોડા પોલીસ તેમની દીકરીના મૃતદેહના અંતિમ સંસ્કાર કરે તો વાંધો નથી. જેને પગલે સ્થાનિક આગેવાન પ્રવીણ દરબારે ધાર્મિક વિધિ મુજબ બાળકીના અંતિમ વિધિ કરવા તૈયારી બતાવી અને પોલીસમાં અરજી કરી હતી.
જોકે કોરોનાની દહેશતને પગલે બાળકીનો કોરોના રિપોર્ટ પણ કરાવાયો હતો, જે આજે નેગેટિવ આવ્યો હતો. પોલીસની સંમતિથી સ્થાનિક આગેવાનને સાથે રાખી બાળકીની અંતિમ વિધિ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર