• આપના કે આપનાં પરિવારજનો મેડિકલ ઈમરજન્સીમાં હશે અને તેઓને સારવાર માટે લોહીની જરૂર હોય, તો ગભરાયા વિના શહેરીજનો ૧૦૦ નંબર ડાયલ કરીને સીધો જ બ્લડ બેંક સાથે સંપર્ક કરી શકશે


ઉદય રંજન/અમદાવાદ :વર્ષ 2018થી પૂર્વ પોલીસ કમિશનર એ કે સિંઘ દ્વારા શહેરભરમાં મુસ્કાન માટે રક્તદાન શરૂ કરવામાં આવ્યું. નવાઈની વાત એ છે કે થેલેસીમયા ગ્રસ્ત બાળકોને અત્યારે કોરોનાની મહામારીને કારણે રક્ત ન મળી રહેતા હજુય આ રક્તદાન કાર્યક્રમ યથાવત રાખવામાં આવ્યો છે. તેને પગલે સોલા પોલીસ સ્ટેશનમાં આજે રક્તદાન કેમ્પ યોજાયો હતો. 


આ પણ વાંચો : કોરોના પણ સાપની જેમ લિસોટા છોડતો જાય છે, આ અમદાવાદી પિતા-પુત્રીની તકલીફોનું લિસ્ટ લાંબું છે  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ.કે.સિંઘના માનવતાવાદી અભિગમના કારણે પોલીસની  મુહિમ સાર્થક થઈ રહી છે. 2018 માં શહેર પોલીસે થેલેસેમિયા ગ્રસ્ત બાળકો માટે ઓપરેશન ‘મુસ્કાન’ શરુ કર્યું હતું. જેમાં થેલેસેમિયા રોગથી પીડાતા બાળકો માટે પોલીસ વિભાગ તરફથી બ્લડ ડોનેટ કરવામાં આવતું હતું. જેના થકી દર વર્ષે 12 હજાર થી 14 હજાર યુનિટ લોહી બલ્ડ બેંકમા જમા થવા લાગ્યું. ત્યાર બાદ ચાલુ વર્ષથી શહેરના 52 પોલીસ સ્ટેશનમાં દર અઠવાડિયે એક પોલીસ મથકમાં રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે અને તે બ્લડ પણ જમા થાય છે. જોકે હાલ કોરોના મહામારીને કારણે લોહીની ઉણપ સર્જાતા ફરી એકવાર આ કેમ્પ શહેરના પોલીસ સ્ટેશનમાં યોજાઈ રહ્યાં છે. જેમાં પોલીસકર્મી અને અધિકારીઓ રક્તદાન કરી રહ્યા છે.


આ પણ વાંચો : મોત વચ્ચે માત્ર 20 મિનીટનું અંતર, ગોંડલના વૃદ્ધ દંપતીએ એકસાથે અનંતની વાટ પકડી


આ વિશે સોલા પોલીસ સ્ટેશનના પીઆઈ જેપી જાડેજાએ કહ્યું કે, અમદાવાદ શહેર પોલીસે તાજેતરમાં શરૂ કરેલા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત જયારે પણ આપના કે આપનાં પરિવારજનો મેડિકલ ઈમરજન્સીમાં હશે અને તેઓને સારવાર માટે લોહીની જરૂર હોય, તો ગભરાયા વિના શહેરીજનો ૧૦૦ નંબર ડાયલ કરીને સીધો જ બ્લડ બેંક સાથે સંપર્ક કરી શકશે. સંપર્ક કર્યા બાદ એક સિસ્ટમ ફોલો કરવાની રહેશે અને ત્યાર બાદ બ્લડ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામા આવશે. જોકે પોલીસ દરરોજ, દર મહિને અને દર વર્ષનો હિસાબ રાખશે. જેથી કેટલા લોકોને મદદ મળી અને પોલીસના આ અભિગમનો લાભ મળ્યો તે જાણી શકાશે.


આ પણ વાંચો : દૂધસાગર ડેરીની ચૂંટણી પહેલા મોટી હલચલ, કરોડોના કૌભાંડમાં વિપુલ ચૌધરીની ધરપકડ