મોત વચ્ચે માત્ર 20 મિનીટનું અંતર, ગોંડલના વૃદ્ધ દંપતીએ એકસાથે અનંતની વાટ પકડી

માત્ર 20 મિનીટમાં પરિવારના બંને વડીલોએ એકસાથે અણધારી વિદાય લેતા ગોંડલના બૂચ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો

જયેશ ભોજાણી/રાજકોટ :સપ્તપદીના ફેરા વખતે યુગલ એકબીજાને જીવનની દરેક ક્ષણે એકબીજાની સાથે રહેવાના વચન લે છે. કેટલાક એવા દંપતી પણ હોય છે જેઓ જીવનસાથીની વિદાય જીરવી શક્તા નથી અને તેઓ પણ સાથીની પાછળ મૃત્યુની વાટ પકડે છે. આવો જ કિસ્સો ગુજરાતમાં જોવા મળ્યો છે. 53 વર્ષ પતિ-પત્ની તરીકે જીવનના દરેક સુખ-દુઃખમાં એકબીજાની પડખે ઉભા રહેલા ગોંડલના વયોવૃદ્ધ દંપતીએ એકસાથે જ દુનિયામાંથી વિદાય લીધી હતી. દંપતીની આ એકસાથે અનંતની વાટ પકડવાનો કિસ્સો રડાવી દે તેવો છે.  

બૂચ પરિવારે એકસાથે બે મોભીને ગુમાવ્યા

1/3
image

ગોંડલનાં સ્ટેશન પ્લોટ વિસ્તારમાં બૂચ પરિવાર રહે છે. ગોંડલની એમબી કોલેજમાં લાઈબ્રેરિયન તરીકે ફરજ બજાવતા મનીષભાઈ બૂચના પિતા જ્યોતિષભાઈ અને તેમના પત્ની દેવયાની બૂચ પંદર દિવસ પહેલા કોરોના પોઝિટિવ થયા હતા. જેથી બંનેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. સારવાર દરમિયાન ગઈકાલે વહેલી સવારે જયોતિષ બૂચે દમ તોડ્યો હતો. 

પતિના મોત બાદ ગણતરીની મિનિટોમાં જ દેવયાનીબહેને દેહ ત્યાગ કર્યો

2/3
image

આ જાણીને પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. હજી સદસ્યો સુધી પરિવારના મોભીના મોતની માહિતી પહોંચે તે પહેલા જ તેમના પત્ની દેવયાની બહેને પણ અંતિમ શ્વાસ લીધા હતા. પતિના મોત બાદ ગણતરીની મિનિટોમાં જ દેવયાનીબહેનનું મૃત્યુ થયું હતુ. દંપતીના મોતમાં માત્ર 20 મિનીટનું જ અંતર હતું. માત્ર 20 મિનીટમાં પરિવારના બંને વડીલોએ એકસાથે અણધારી વિદાય લેતા બૂચ પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. 

કાળ બનેલાં કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો

3/3
image

મનીષભાઈએ આ વિશે દુખી હૃદયે જણાવ્યું હતું કે, મારા માતાપિતા ખાણીપીણીની પરેજીનું ચુસ્ત પાલન કરતાં હતાં. બંને જણા જૈફ વયે પણ તંદુરસ્ત હતાં. અમારો પરિવાર થોડાં દિવસ પહેલાં જ લગ્ન પ્રસંગમાં ગયો હતો. જેના બાદ પરિવારના 6 સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. જ્યોતિષભાઇ તથાં દેવીયાનીબહેન પણ કોરોના પોઝિટિવ બન્યાં હતાં. કાળ બનેલાં કોરોનાએ પતિ પત્નીનો ભોગ લીધો હતો. આમ બૂચ પરિવારમાં કલ્પાંત છવાઈ ગયા હતો. જોકે, આ દંપતની ચર્ચા સંબંધીઓ તથા ગોંડલમાં ચારેકોર થઈ હતી. કોરોનાગ્રસ્ત દંપીએ જીવનના અંત સુધી એકબીજાને સાથ આપ્યો હતો. 53 વર્ષ પહેલા એકસાથે લગ્ન જીવન શરૂ કર્યું હતુ, અને 53 વર્ષ બાદ એકસાથે અંતનની વાટ પકડી હતી.