ઉદય રંજન, અમદાવાદઃ  આગામી 31 ડિસેમ્બરને લઈને શહેરભરમાં ઉજવણીનો માહોલ રહેતો હોય છે એવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે થઈને શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જેમાં અંદાજિત 14000 જેટલા પોલીસ કર્મચારીઓ 31 ડિસેમ્બરની ઉજવણીમાં ખડે પગે તૈનાત રહેશે. ઉપરાંત શહેર પોલીસ દ્વારા 31 ડિસેમ્બર પહેલા અલગ અલગ વિસ્તારોમાં પ્રોહિબિશનની ખાસ ડ્રાઇવ પણ યોજવામાં આવી રહી છે, જેના લીધે નશામાં છાકટા બનીને લોકો નવા વર્ષની ઉજવણી કરે નહીં. સામાન્ય રીતે શહેરમાં નવા વર્ષની ઉજવણી વખતે સીજી રોડ,એસજી હાઇવે તથા એસપી રીંગ રોડ અને અલગ અલગ ફાર્મ આવશેમાં પણ પાર્ટીઓ યોજાતી હોય છે. આ પાર્ટીઓમાં દારૂની રેલમ છે ન થાય તે માટે થઈને શહેર પોલીસે એક્શન પ્લાન ઘડી નાખ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવા વર્ષની ઉજવણી સંદર્ભે પોલીસનો એક્શન પ્લાન.
- કુલ 14,000 હજાર પોલીસ કર્મીઓ
- 4000 હોમગાર્ડ
-15 જેટલી SRPની કંપની
-સીસીટીવી સર્વેલન્સ વેન
-બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ કર્મીઓ
-બ્રેથ એનેલાઈઝરની કિટો
-ડ્રગઝ ટેસ્ટિંગ કિટો


આ પણ વાંચોઃ ATS અને કોસ્ટગાર્ડને મળી મોટી સફળતા, હથિયારો અને ડ્રગ્સ સાથે પાકિસ્તાની બોટ ઝડપાઈ


નવા વર્ષની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે શહેર પોલીસ તરફથી એક ખાસ પ્રકારનો એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. મહત્વનું છે કે 31 ડિસેમ્બરની રાત્રે ઉજવણી કરવા માટે શહેરીજનો સિંધુભવન રોડ, એસજી હાઇવે, સીજી રોડ તથા અલગ-અલગ ખાનગી ફાર્મ હાઉસમાં પાર્ટીઓ પણ યોજતા હોય છે. રોડ ઉપર જ્યારે ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે ટ્રાફિકની વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે પણ શહેર પોલીસના ટ્રાફિક વિભાગે રૂટ ડાયવર્ઝન ની સ્કીમ ટ્રાફિક પોલીસે તૈયાર કરી દીધી છે. આગામી થોડાક દિવસોમાં આ ટ્રાફિક વ્યવસ્થા અને ડાયવર્ઝનની સ્કીમ ટ્રાફિક પોલીસ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.


નશો કરનારને છોડશે નહીં પોલીસ
નવા વર્ષની ઉજવણીમાં નશામાં ધૂત થઈને ફરનારા લોકો માટે શહેર પોલીસ આ વખતે ખરા અર્થમાં કાયદાનો પાઠ ભણાવશે. લગભગ 300થી પણ વધુ બ્રેથ એનેલાઈઝર અને ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે શહેર પોલીસના જવાનો રોડ ઉપર બંદોબસ્તમાં જોવા મળશે. જેથી કરીને એવા કોઈ પણ વ્યક્તિઓ કે જેમણે કોઈપણ પ્રકારનો નશો કે પછી માલક પદાર્થનું સેવન કર્યું હશે તેમને પોલીસની ખાસ અલગ અલગ ટેસ્ટિંગ કીટ દ્વારા ચેક કરવામાં આવશે અને જો કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ અથવા તો ડ્રગઝ લીધેલો વ્યક્તિ પોલીસના હાથે ઝાડ પાસે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. દારૂ પીને નવા વર્ષની ઉજવણી કરતા હોવ તો બ્રેથ એનેલાઈઝર વડે ચકાસી શકાય છે પરંતુ જો કોઈ સિન્થેટિક ડ્રગ લીધું હશે તો પણ આ વખતે બાકાત નહીં રહી શકાય.


આ પણ વાંચોઃ ફફડાટ! ગુજરાતમાં કોરોનાથી સૌથી વધારે અસરગ્રસ્ત બનનાર શહેર માટે ઘડાયો માસ્ટરપ્લાન


સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે માટે પોલીસ તૈયાર
શહેરીજનો માટે આ વખતે 31 ડિસેમ્બરની રાત્રે 11:00 વાગ્યાના 55 મિનિટથી લઈને 12:00 વાગ્યા ને 30 મિનિટ સુધી ઉજવણી અને ફટાકડા ફોડી શકાશે. ત્યારબાદ જો કોઈ પણ પ્રકારની ઉજવણી જાહેર રોડ ઉપર કે પછી પાર્ટી પ્લોટ અથવા તો ફાર્મ હાઉસમાં યોજાતી હશે તો પોલીસ ગમે ત્યારે ત્રાંગીને તે બંધ પણ કરાવી શકશે અને જો જરૂર જણાશે તો ગુનો પણ દાખલ કરી શકે છે. ઉલ્લેખનીય છે કે નવા વર્ષની ઉજવણીમાં યુવાધન દારૂના નશામાં ધૂત રહેવાનો પ્લાન ઘડતી હોય છે પરંતુ આ વખતે શહેર પોલીસે નવા વર્ષની ઉજવણી પહેલા જ લિફ્ટેડ બુટલેગરોને દબોચી લેવાની કામગીરી હાથ ધરી છે. તદ ઉપરાંત શહેરમાં એવી જેટલી પણ જગ્યાઓ છે દારૂ અથવા તો તેનું વેચાણ થઈ રહ્યું છે ત્યાં શહેર પોલીસની વિવિધ એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાય સમયથી દરોડા પાડવામાં આવી રહ્યા છે. પરંતુ તેમ છતાં જો કોઈપણ ફાર્મહાઉસમાં નવા વર્ષની ઉજવણીની આડમાં દારૂની પાર્ટીઓ ચાલતી હશે તો પોલીસ દ્વારા ત્યાં દરોડા પાડીને ઉના દાખલ કરવા માટેની પણ તૈયારીઓ શહેર પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube