અમદાવાદ : પેટીએમ કેવાયસીના નામે છેતરપિંડી આચરતી જામતારાની ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઈમે પર્દાફાશ કર્યો છે. અમદાવાદના વકીલ ધવલ નાણાવટી પાસેથી આરોપીઓએ 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. જે ગુનામાં સાયબર ક્રાઈમને કુલ ચાર આરોપીને ઝડપી લીધા છે. તો બીજી તરફ સાયબર ક્રાઇમ બ્રાંચ નું જામતારામાં હજી સર્ચ ઓપરેશન ચાલુ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો આ ખ્યાતનામ કલાકાર લોકડાઉનમાં બેકારીથી પરેશાન, શાકભાજી વેચવા માટે મજબુર


સાઇબર ક્રાઇમનો ગૂનો નોંધાય અને કોઈપણ મોડસ ઓપરેન્ડી સામે આવે પરંતુ આરોપીઓનું મૂળ જામતારા સુધી પહોંચતું હોય છે. તેવા જ એક ગુનામાં સાયબર ક્રાઈમને શિવકુમાર ગુપ્તા અને ગૌસુલવરા અંસારીની ધરપકડ કરી છે. જોકે તેની તપાસમા જામતારાના અજય મંડલ અને કુંદન કુમારની જામતારામા અટકાયત કરી છે. અને અન્ય વધુ આરોપીની શોધખોળ હાથ ધરી છે. સાયબર ક્રાઇમમા વકીલ ફરિયાદીએ નોંધાવેલ રૂપિયા 11 લાખની ફરિયાદના આધારે તપાસ કરતા ગુનાના મૂળ જામતારા સુધી નીકળયા હતા. જેના પગેલ સાયબર ક્રાઇમ બ્રાંચે 4 આરોપીને ઝડપી લેવામા સફળતા મળી હતી. ગુજરાતના અન્ય ગોનનો પણ ભેદ ઉકેલાશે.


Gujarat Corona Update: 1408 નવા કેસ નોંધાયા, 14નાં મોત, 1510 દર્દીઓ સાજા થયા


જો જામતાંરા ગેંગની ગુનો કરવાની મોડેસ ઓપરન્ડીની વાત કરવામા આવે તો ઝડપાયેલા આરોપી અજય મંડલ અને તેનો સાગરીત ગોવિંદ મંડલ મોબાઈલ ધારકોના મોબાઈલમાં બ્લકમા મેસેજ કરાવતા હતા. ત્યાર બાદ મોબાઈલ નંબર પર એક કોલ કરવામાં આવતો અને  પેટીએમની વિગતો મેળવી કેવાયસી અપડેટ કરવાનું જણાવી રિમોટ ઍક્સેસ એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને પૈસાની ઉઠાંતરી કરતા હતા. ત્યાર બાદ છેતરપિંડીના નાણાથી શિવમ ગુપ્તા 5 ટકાના કમિશન મેળવી એમેઝોન ગીફ્ટ વાઉચર ખરીદ કરી નાણા રોકડ કરવામા આવતા હતા. ઉપરાંત અન્ય આરોપી ગૌસુલવરા  ઓનલાઈન બિલ પે. રિચાર્જ કરી રૂપિયા રોકડ મેળવતો હતો. રોકડ અજય મંડલ ને મોકલી આપતો હતો.


લોકડાઉન થશે કે નહી તે અંગે નાયબ મુખ્યપ્રધાને કરી સ્પષ્ટતા, જાણો શું કહ્યું નીતિન પટેલે !
મહત્વની વાત એ છે જામતારા ગામ નક્સલવાદી વિસ્તારમાં આવેલુ છે. જેથી પોલીસની ટીમો પણ ત્યાં વેશપલટો કરી આરોપી સુધી પહોચી હતી. પરંતુ પોલીસ હવે તે વાતની તપાસ કરી રહી છે કે, જામતારાની ગેંગનો અમદાવાદના આરોપી સાથે સંપર્ક કેવી રીતે થયો. ઉપરાંત અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે અંગે તપાસ હાથ ધરી છે. ત્યારે અમદાવાદ પોલીસને ઝારખંડમાં સ્થાનિક પોલીસ પણ મદદ ન કરતી હોવાને કારણે ગુજરાત પોલીસ તમામ આરોપીઓ ની ધરપકડ પણ નથી કરી શકતી.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube