કેવી રીતે અમદાવાદ પોલીસે લોકોને બનાવ્યા એપ્રિલ ફૂલ
અમદાવાદઃ આજે અપ્રિલ મહિનાનાની સરૂઆત થઇ છે ત્યારે વહોત્સ અપ ફેસબુક અને ટ્વીટર પર પણ લોકો દ્વારા અપ્રિલ ફૂલ બનાવામાં આવી રહ્યા છે ત્યારે જ્યાં દારૂબંધીની વાતો કરતી અને દારૂ સામે કડક કાર્યવાહી કરતી ગુજરાત પોલીસે પણ દારૂ અને બીયરના શોખીનો માટે પોતાના ઓફીસીઅલ ટ્વીટર પર એક જાહેરાત કરી છે અને પેહલ તો લોકોને ચોકાવી દીધા હતા અને લોકોને એકવાર માટે તો વિચારમાં મૂકી દીધા હતા.
વાત જાણે એમ છે કે અમદાવાદ પોલીસના ઓફીસીઅલ ટ્વીટર અમદાવાદ પોલીસના આઈ ડી પર એવું ટ્વીટ કરવામાં આવ્યું છે કે જે કોઈ ને બીયર મફતમાં જોઈતું હોય તો તે શહેરના પોલીસ હેડ ક્વાટર ખાતે રાત્રે 8 વાગ્યા સુધી આવી શકે છે અને તેને ત્યાંથી મફતમાં બીયર મળી રેહશે. પણ આ માત્ર આજે પેહલી અપ્રિલ હોવાથી આ અપ્રિલ ફૂલ છે. અમદાવાદ પોલીસના આ ઓફીસીઅલ પેજ પર આ જાહેરાતના મેસેજ પર ક્લિક કરવામાં આવતા તરત જ ફરી મેસેજ આવે છે કે હે યુ અપ્રિલ ફૂલ સપને મેં ભી કભી સોચના મત....