Navratri Police Action : નવરાત્રિમાં નશાખોરોને પકડવા પોલીસે મેગા એક્શન પ્લાન બનાવ્યો છે. નશો કરીને આવનારના પોલીસ ટેસ્ટ કરશે. એટલુ જ નહિ, પહેલીવાર નવરાત્રિમાં બ્લડ, યુરિન, પરસેવાના સેમ્પલ લેવાશે. સેમ્પલ પોઝિટીવ આવે તો યોગ્ય કાર્યવાહી થશે. સાથે જ ડ્રગ્સ ક્યાંથી લાવ્યા, કોણે આપ્યું તેની તપાસ થશે. યુવા વર્ગમાં ડ્રગ્સના સેવનનું દૂષણ વધતા પોલીસ એલર્ટ મોડમાં આવી છે. જેમના સેમ્પલ લેવાશે તેનો રેકોર્ડ પોલીસમાં રાખવામાં આવશે. તહેવાર આનંદથી ઉજવનારા લોકોને પોલીસ પરેશાન નહીં કરે. પોલીસને શંકા જશે તો સેમ્પલ લઈ મેડિકલ તપાસ માટે મોકલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવરાત્રિમાં કેટલાક નશાખોરો બેફામ બની જાય છે. નવરાત્રિ એટલે નવ દિવસ બિન્દાસ્ત મસ્તી કરવાના દિવસો બની જાય છે. આ 9 દિવસો દરમિયાન સંતાનો બહાર શું કરે છે તેની માતાપિતાને પણ ખબર હોતી નથી. આવામાં નશાખોરોને ડામવા માટે ગુજરાત પોલીસે એક્શન પ્લાન ઘડ્યો છે. અમદાવાદ પોલીસ નવરાત્રિના નવ દિવસ સતર્ક બનશે. ત્રીજી આંખ બનીને ખેલૈયાઓ વચ્ચે ફરશે. 


સાંજે વાળુ ટાણે વીજળી આપજો : નરેન્દ્ર મોદીને કારણે આજે ગુજરાતમાં 24 કલાક ઉજાસ ફેલાયો


ખાસ કરીને ડ્રગ્સનું દૂષણ ફેલાય નહિ તે માટે નવરાત્રિમાં પોલીસે ખાસ પ્લાન બનાવ્યો છે. નવરાત્રિ દરમિયાન પોલીસને કોઈ ખેલૈયા પર કે વ્યક્તિ પર શંકા જશે તો સેમ્પલ લઈને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવશે. અમદાવાદ પોલીસે ડ્રગ્સનો નશો કરી આવતા લોકોને પકડવા બ્લડ, યુરિન અને પરસેવાના સેમ્પલ લઈ ટેસ્ટ સુધીની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી માત્ર બ્રિથ એનેલાઈઝરનો જ ઉપયોગ કરાયો હતો, પરંતું આ વખતે શંકા જશે તો અમદાવાદ પોલીસ બ્લડ, યુરિન ટેસ્ટ કરાવી, પરસેવાના સેમ્પલ પણ લેશે. 


જે વ્યક્તિના સેમ્પલ લેવાશે તેના રેકોર્ડ પણ રાખવામાં આવશે. જેના બાદ જો રિપોર્ટ પોઝિટિવ આવશે તો એક્શન લેવાશે. આ નવરાત્રિમાં નશાખોરોને કોઈ પણ રીતે છોડવામાં નહિ આવે. 


હવામાન વિભાગની સત્તાવાર જાહેરાત : ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી, નવા મોસમની એન્ટ્રી


અમદાવાદમાં આ વર્ષે 50 પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરાયું છે. નવરાત્રિને હવે 10 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ પણ સુરક્ષાના મુદ્દે સજ્જ બની છે. અમદાવાદ પોલીસે ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન બહાર પાડી છે. તેના ડોયુમન્ટસ અને સર્ટિફિકેટ રજૂ કર્યા બાદ આયોજકને પરમિશન મળશે. 


1. નવરાત્રિ માટેની અરજી 2. આયોજકનું આધાર કાર્ડ 
3. જગ્યા માલિકનું સંમતિપત્ર (જગ્યા ભાડે આપી હોય તો તેનો પુરાવો) 
4. મહિલા તેમજ પુરુષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યા સાથેની વિગતો 
5. ફાયર સેફટી અંગેનું કોર્પોરેશનનું પ્રમાણપત્ર 
6. ઈલેક્ટ્રિક ફિટિંગ અંગેનું ગર્વમેન્ટ ઓથોરાઈઝડ ઈલેક્ટ્રિશિયનનુંં પ્રમાણપત્ર 
7. જનરેટરની વ્યવસ્થા કરી છે કે નહીં તેની વિગત 
8. સીસીટીવી કેમેરા ક્યાં-કેટલા લગાવ્યા છે તેની વિગત 
9. સાઉન્ડ સિસ્ટમવાળા વ્યક્તિનું નામ-સરનામુ ં સહિતની વિગત 
10. આર્ટિસ્ટનું સંમતિપત્ર 
11. વીમા પોલિસી 
12. પાર્કિંગની વ્યવસ્થાની વિગત


નરેન્દ્ર મોદી સરકારના સુશાસનના 22 વર્ષ : વિઝનરી લીડરશીપથી ગુજરાતનો ડંકો વાગ્યો