નરેન્દ્ર મોદી સરકારના સુશાસનનાં 22 વર્ષ : વિઝનરી લીડરશીપથી 22 વર્ષમાં ગુજરાત નંબર 1 સ્ટેટ બન્યું

PM Narendra Modi : આજે નરેન્દ્ર મોદીની સરકારના સુશાસનનાં 22 વર્ષ થયા પૂર્ણ... આજની તારીખે 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ લીધા હતા શપથ...
 

નરેન્દ્ર મોદી સરકારના સુશાસનનાં 22 વર્ષ : વિઝનરી લીડરશીપથી 22 વર્ષમાં ગુજરાત નંબર 1 સ્ટેટ બન્યું

Narendra Modi Government : ગુજરાત માટે આજે ગૌરવનો દિવસ છે. આજે નરેન્દ્ર મોદીની સરકારના સુશાસનનાં 22 વર્ષ પૂર્ણ થયા છે. આજની તારીખે 7 ઓક્ટોબર 2001ના રોજ પ્રથમ વખત ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીએ શપથ લીધા હતા. નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં 22 વર્ષના શાસનમાં ગુજરાત દેશ માટે રોલ મોડલ બન્યું છે. નરેન્દ્ર મોદીના સુશાસનનાં 22 વર્ષમાં ગુજરાતે દેશને વિકાસની નવી દિશા બતાવી છે. વિકાસના હાઈવેથી પ્રવાસન સુધી સુશાસનનાં 22 વર્ષમાં ગુજરાતનો ડંકો વાગ્યો છે. ગુજરાતના છેવાડાના દરેક વ્યક્તિ સુધી વિકાસનાં ફળ પહોંચાડ્યા છે. નરેન્દ્ર મોદીની વિઝનરી લીડરશીપથી 22 વર્ષમાં ગુજરાત નંબર 1 સ્ટેટ બન્યુઁ છે. 

યુગપુરુષ નરેન્દ્ર મોદી 

17 સપ્ટેમ્બર 1950 - રવિવાર - વડનગરમાં જન્મ
7 ઑક્ટોબર 2001 - રવિવાર - પહેલીવાર ગુજરાતના CM બન્યા
21 ફેબ્રુઆરી 2002 - ગુરુવાર - જીવનની પ્રથમ ચૂંટણી રાજકોટથી ધારાસભ્ય બનવા માટે લડ્યા
24 ફેબ્રુઆરી 2002 - રવિવાર - જીવનની પહેલી ચૂંટણી રાજકોટથી ધારાસભ્ય બનવા માટે જીત્યા
22 ડિસેમ્બર 2002 - રવિવાર - બીજીવાર ગુજરાતના CM બન્યા
23 ડિસેમ્બર 2007 - રવિવાર - ત્રીજીવાર ગુજરાતના CM બન્યા
20 ડિસેમ્બર 2012 - ગુરુવાર - ચોથીવાર ગુજરાતના CM બન્યા
16 મે 2014 - શુક્રવાર - જીવનમાં પહેલીવાર વડોદરા અને વારાણસીથી લોકસભાની ચૂંટણી લડીને જીત્યા
26 મે 2014 - સોમવાર - પહેલીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા. BJPને 282 સીટ સાથે બહુમતી મળી
30 મે 2019 - ગુરુવાર - બીજીવાર દેશના પ્રધાનમંત્રી બન્યા BJPને 303 સીટ સાથે બહુમતી મળી
છેલ્લાં 10 વર્ષથી દેશના પ્રધાનમંત્રી તરીકે કાર્યરત

સુશાસનનાં 22 વર્ષ, વિકાસનો પર્યાય મોદી
પીએમ મોદી આજે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિથી એક પણ રજા વગર કામ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે. 7 ઑક્ટોબર 2001ના રોજ પ્રથમ વાર નરેન્દ્ર મોદી ગુજરાતના CM બન્યા, ત્યારે કોઈને ખબર નહોતી કે એક સાધારણ ઘરમાંથી આવેલા નરેન્દ્ર મોદીમાં કેટલું સામર્થ્ય ભરેલું છે. 7 ઑક્ટોબર 2001ના દિવસથી દેશમાં વિકાસની રાજનીતિનો ઉદય થયો. 2001માં વિનાશક ભૂકંપ પછી ગુજરાત સામે અનેક પડકારો અને પ્રશ્નો હતા. નરેન્દ્ર મોદીએ એક જ વર્ષમાં કચ્છને બેઠું કરીને વિકાસની નવી રાહ બતાવી. તેમણે જળ શક્તિ, જન શક્તિ, ઊર્જા શક્તિ, જ્ઞાન શક્તિ અને રક્ષા શક્તિનો નારો આપ્યો. નરેન્દ્ર મોદીએ પંચામૃત શક્તિના આધારે ગુજરાતનો વિકાસ કર્યો. પોતાના ગ્રાઉન્ડ વર્ક, વિઝન અને પ્રૉ-એક્ટિવ ગવર્નન્સને આધાર બનાવીને ગુજરાતનો વિકાસ કર્યો

નરેન્દ્ર મોદી પહેલીવાર CM બન્યા ત્યારે ધારાસભ્ય નહોતા. 24 ફેબ્રુઆરી 2002માં પ્રથમ ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. 22 ડિસેમ્બર 2002ના રોજ બીજી વાર ગુજરાતના CM બન્યા. 2002માં ગુજરાતમાં ભાજપને 127 બેઠકો સાથે જીત અપાવી. 2007માં ગુજરાતમાં ભાજપને 117 બેઠકો સાથે જીત અપાવી. 2012માં ગુજરાતમાં ભાજપને 115 બેઠકો સાથે જીત અપાવી. 2022માં ગુજરાતની જનતાએ ભાજપ સરકારને 156 બેઠકો આપી. 

ભક્તિમાં શક્તિ : શરીરે સવા અગિયાર કિલોની લોખંડની સાકળ બાંધી અને ઉલટા પગે ચાલતો નીકળ્યો યુવક
 
ગુજરાત બન્યું પાણીદાર     
ગુજરાત પહેલેથી જ પાણીની અછત ધરાવતું રાજ્ય હતું. ગુજરાતમાં બહુઆયામી નર્મદા યોજનાનું કામ અટકેલું પડ્યું હતું. નરેન્દ્ર મોદીએ જળ સંચય અને જળ સિંચનને જન આંદોલન બનાવ્યું. ગામે ગામ ચેકડેમ અને બોરી બંધથી સિંચાઈની સુવિધાઓ વધારી. નર્મદા યોજનાના બજેટને બમણું કરીને કામમાં ઝડપ લાવ્યા. નર્મદાના પૂરમાં વહી જતા 3 મિલિયન એકર ફૂટ પાણીના સંગ્રહ માટે 3 યોજનાઓ બનાવી. સૌરાષ્ટ્ર માટે સૌની યોજના, ઉત્તર ગુજરાત માટે સુજલામ સુફલામ અને કચ્છ બ્રાંચ કેનાલ બનાવી. 3 પાણીદાર યોજનાઓથી આજે ગુજરાતના ચારેય ભાગોમાં સિંચાઈનું પાણી મળી રહ્યું છે. ગુજરાતને દેશનું પહેલું એવું રાજ્ય બનાવ્યું જ્યાં વૉટરગ્રિડનું નિર્માણ થયું હોય. ગુજરાતમાં 69,000 કિલોમીટર લાંબું કેનાલ નેટવર્કનું માળખું ઊભું કર્યું. ગુજરાતની અતિ મહત્વપૂર્ણ નર્મદા યોજના સામે તત્કાલીન કેન્દ્ર સરકારે રોડાં નાખ્યાં ત્યારે નરેન્દ્ર મોદીએ ઉપવાસ આંદોલન કર્યું. સરદાર સરોવર ડેમ બની ગયો પણ UPA સરકાર દરવાજાની મંજૂરી નહોતી આપતી. નરેન્દ્ર મોદી PM બન્યાના 17 દિવસમાં જ નર્મદા ડેમના દરવાજા નાખવાની મંજૂરી આપી. નરેન્દ્ર મોદીના સુશાસન મોડલથી ગુજરાત પાણી માટે તરસતું હોવાનું મહેણું દૂર થયું. 

24 કલાક વીજળીનો ઉજાસ
2001માં મોદી CM બન્યા ત્યારે લોકો કહેતા સાંજે વાળુ ટાણે વીજળી આપજો. 7 ઑક્ટોબર 2001ના રોજ CM બન્યા બાદ મોદીએ વીજળીના મુદ્દાને ગંભીરતાથી લીધો. 2001માં ગામે ગામ 24 કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો. 2001માં ખેડૂતોને 8 કલાક વીજળી આપવાનો સંકલ્પ કર્યો. નરેન્દ્ર મોદીએ વર્ષ 2005-06માં જ્યોતિગ્રામ યોજના શરૂ કરાવી. નરેન્દ્ર મોદીએ ખેતીની વીજળી માટે અલગ ફીડર અને ઘર માટે અલગ ફીડર કરાવ્યાં. નરેન્દ્ર મોદીએ GEBને 7 હિસ્સામાં વહેંચીને ડીસેન્ટ્રલાઈઝ કર્યું. 1879 થી વધુ જ્યોતિગ્રામ ફીડર અને 5 હજારથી વધુ કૃષિ ફીડરની સ્થાપના કરી. લગભગ 19 હજાર ટ્રાન્સફોર્મર અને 17 લાખથી વધુ વીજપોલ લગાવ્યા. દેશમાં પાવરગ્રીડનું નિર્માણ કરનારું પહેલું રાજ્ય બન્યું ગુજરાત. નરેન્દ્ર મોદીએ સમયને પારખીને રિન્યુએબલ ઊર્જાને મહત્વ આપ્યું. વર્ષ 2011માં તે વખતે દેશનો સૌથી મોટો 215 મેગાવૉટનો ચારણકા સોલાર પાર્ક સ્થાપ્યો. રાધાનેસડામાં 700 મેગાવૉટનો સોલાર પાર્ક પણ સ્થાપ્યો. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશમાં વીજળી ક્ષેત્રે સરપ્લસ સ્ટેટ બન્યું. સોલાર રૂફટોપમાં સમગ્ર દેશમાં ગુજરાતને નંબર 1 રાજ્ય બનાવ્યું. 31 જુલાઈ 2023 સુધી ગુજરાતમાં સોલાર રૂફટોપથી 2842 મેગાવૉટ વીજ ઉત્પાદન કરાવ્યું. ગુજરાતમાં 40,000 કિલોમીટરથી વધુ ગેસ પાઈપલાઈનનું નેટવર્ક સ્થાપ્યું. 
 
કૃષિ ક્ષેત્રમાં ગુજરાત નંબર 1
ગુજરાતના ખેડૂતો વરસાદ આધારિત ખેતી કરતા હતા. મોદીએ ખેતીને વેગ આપવા કૃષિ મહોત્સવ અને પશુ સ્વાસ્થ્ય મેળાઓ શરૂ કરાવ્યા. ખેડૂતોની જમીનોના સોઈલ હેલ્થ ટેસ્ટથી કૃષિ ઉત્પાદન બંપર થયું. નર્મદા પરિયોજના સહિતની સિંચાઈની યોજનાઓથી દરેક ખેતરમાં પાણી પહોંચ્યું. ગુજરાતના ખેડૂતોને નરેન્દ્ર મોદીએ પર ડ્રૉપ મોર ક્રૉપનું સૂત્ર આપ્યું. સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિ માટે GGRCનું ગઠન કર્યું. નરેન્દ્ર મોદીએ બાગાયતી ખેતી માટે ખેડૂતોને પ્રેરિત કર્યા. એગ્રો પ્રોસેસિંગ પર ભાર આપવા ખેડૂતો માટે યોજના શરૂ કરાવી. ગુજરાત આજે મગફળી અને એરંડાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં નંબર 1 રાજ્ય છે. ગુજરાત દેશમાં કપાસના ઉત્પાદનમાં બીજા ક્રમે પહોંચ્યું. ગુજરાતમાં પશુપાલનને વેગ આપવા ડેરીઓને સદ્ધર બનાવી. 22 વર્ષમાં 76,600 પશુ આરોગ્ય મેળાઓથી 3.19 કરોડથી વધુ પશુઓની મફત સારવાર કરાવી. ડેરી અને કૃષિમાં સહકારી ક્ષેત્રના કારણે ગુજરાત દૂધ ઉત્પાદનમાં અગ્રેસર બન્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news