રાત્રિ કરફ્યૂનો અમલ કરાવવા ગયેલી અમદાવાદ પોલીસની પાછળ દોડ્યું ટોળું, Video
- જમાલપુરના લોકોએ પોલીસની મશ્કરી કરતા હોય તેમ પોલીસની પાછળ દોડ્યા હતા
- પેટ્રોલિંગ દરમિયના બનેલ ઘટનાનો આ વીડિયો વાયરલ થયો
ઝી મીડિયા/બ્યૂરો :હાલ ગુજરાતના ચાર મહાનગરોમાં રાત્રે 9 થી 6 દરમિયાન રાત્રિ કરફ્યૂ ચાલી રહ્યો છે. જેનુ પોલીસ દ્વારા ચુસ્તપણે પાલન કરાવવામા આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ નાગરિકો આ નિયમોને ભૂલી રહ્યાં છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં રાત્રિ કરફ્યૂ (night curfew) અને સોશિયલ ડિસ્ટન્સિંગ (social distance) ના ધજાગરા ઉડાડતો વીડિયો સામે આવ્યો છે. જમાલપુર વિસ્તારમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન બહાર નીકળેલી પોલીસ પર મોટું ટોળુ દોડી આવ્યું હતું. આ દ્રશ્યો વીડિયોમાં કેદ થયા છે.
આ પણ વાંચો : ચેતીને રહેવાનો આવ્યો સમય, કોરોનાના કેસ વધ્યા, પણ રિકવરી રેટ ઘટ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના 4 મહાનગરોમાં રાત્રિ કરફ્યૂ છે. જેથી પોલીસ સક્રિય બની છે. આ બનાવ જમાલપુરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. જેમાં પોલીસ કર્મચારીઓ રાત્રિ કરફ્યૂ દરમિયાન પેટ્રોલિંગ કરવા નીકળી પડ્યા હતા, ત્યારે જમાલપુરના લોકોએ પોલીસની મશ્કરી કરતા હોય તેમ પોલીસની પાછળ દોડ્યા હતા. અમદાવાદના જમાલપુરમાં પોલીસ વાન (ahmedabad police) પાછળ દોડ્યું ટોળું હતું. રાત્રિ કર્ફ્યૂનો અમલ કરાવવા જતા ટોળું પાછળ દોડ્યું હતું. પેટ્રોલિંગ દરમિયના બનેલ ઘટનાનો આ વીડિયો વાયરલ (viral video) થયો છે. જેમાં રાત્રિ કર્ફ્યૂમાં નિયમોના ધજાગરા ઉડતા હોવાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે.
આ પણ વાંચો : ફાટેલી જિન્સના વિવાદ પર ગુજરાતી યુવતીઓ બોલી, અમારા સંસ્કારો ન જુઓ, યુવકો પણ પહેરે જ છે
સ્થિતિ પર કાબૂ મેળવી પોલીસે લોકોને ભગાડ્યા હતા. પરંતુ સવાલ એ છે કે, કોરોનાના કહેર વચ્ચે લોકો ક્યાં સુધી બેદરકારી દાખવશે. શું નિયમોનું પાલન કરવું એ લોકોની ફરજ નથી? પોલીસે નાગરિકોને ફરજ સમજાવવા બહાર નીકળવુ પડે છે. પણ લોકો સમજતા નથી. લોકોએ સમજવુ જોઈએ, પોલીસ પરિવારને મૂકીને આખી રાત પોતાની ફરજ બજાવે છે. ન કે તેમની હેરાનગતિ કરવી પડે. નિયમો બીજા માટે નહિ, પણ આપણા માટે જ છે. તેથી સરકારના આદેશોમાં સહયોગ થવુ આપણી ફરજ છે.