મૌલિક ધામેચા/અમદાવાદ : ગુજરાતમાં 31 ડિસેમ્બર નજીક હોય ત્યારે દારૂની હેરાફેરી કરતા અનેક બુટલેગર ઝડપાતા હોય છે. જો કે હવે તો 31ના ભાગરૂપે પોલીસ દ્વારા બુટલેગરને વધારે સુવિધા કરી દેવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. બુટલેગરોએ કોઇ જોખમ જ ન લેવું પડે તેવી બંપર ઓફર પોલીસ કર્મચારીઓ દ્વારા આપવામાં આવી રહી હોય તેવું ચિત્ર ખડુ થઇ રહ્યું છે. પોલીસ કર્મચારીઓ જ જાણે બધુ કમાઇ લેવાનાં મુડમાં હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ કર્મચારી જ બુટલેગર બનીને હેરાફેરી કરે છે. આવો જ એક પોલીસ કર્મચારીની પાલડી પોલીસે દારૂ સાથે ધરપકડ કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતની ધુરા હવે યુવાઓના મજબૂત હાથમાં, ગ્રામ પંચાયતમાં હવે 21 વર્ષીય સંરપંચનું રાજ ચાલશે


ઝડપાયેલો શખ્સ પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર છે. કાયદાનો રક્ષક જ કાયદાનો ભંગ કરીને દારૂની હેરાફેરી કરે છે. પાલડી પોલીસને બાતમી મળી હતી કે, એક બુટલેગર દારૂનો જથ્થો લઈને પાલડી સુમેરુ ચાર રસ્તાથી પસાર થવાનો છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ દરમ્યાન એક શંકાસ્પદ એક્ટિવા પસાર થતા પોલીસે ચેકીંગ કર્યું તો દારૂના જથ્થા સાથે વસંત પરમાર ઝડપાયો હતો. બુટલેગર સમજીને પૂછપરછ કરતા વસંત પરમાર પોલીસ કર્મચારી હોવાનું ખુલ્યું હતું. પાલડી પોલીસે દારૂની હેરાફેરીને લઈને પોલીસ કર્મચારીની ધરપકડ કરી છે. 


બનેવીને મન દુખ થતા સાળા સાથે કરી નાખ્યો એવો મોટો કાંડ કે, 3 જિલ્લાની પોલીસ દોડતી થઇ


પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર ટ્રાફિક વિભાગના ઇગલ પોલીસ ડિવિઝનમાં ફરજ બજાવે છે. છેલ્લા 25 વર્ષથી પોલીસ ખાતામાં ફરજ બજાવતા વસંત પરમારે શોર્ટકટમાં પૈસા કમાવવા દારૂની હેરાફેરી શરૂ કરી હતી. માતાને હાર્ટની તકલીફ હોવાથી બીમારીનો ખર્ચ અને પરિવારનું ગુજરાન ચલાવવા વસંત પરમાર પોલીસ કર્મચારીની સાથે બુટલેગર પર બન્યો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું. દારૂનો જથ્થો લઈને આવતો પોલીસકર્મી પોલીસના હાથે જ ઝડપાઇ ગયો. પાલડી પોલીસે દારૂનો જથ્થો, મોબાઈલ અને એક્ટિવા સહિતનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ શરૂ કરી.


આહનાએ સરકારને ચેતવ્યા, હવે ઢીલાશ દાખવશો તો મુસીબત આવશે


ગુજરાતમાં દારૂ બંધીનો કાયદાનો ભંગ ખુદ કાયદાના રક્ષકે કર્યો. ત્યારે બુટલેગર અને પોલીસની સાંઠગાંઠ તો હવે સ્પષ્ટ થઈ ગઈ છે. આ કેસમાં પણ પોલીસ હેડ કોન્સ્ટેબલ વસંત પરમાર કોની પાસેથી દારૂ લઈને આવ્યો અને કોને આપવા જવાનો હતો. તે મુદ્દે પોલીસે પૂછપરછ શરુ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube