આહનાએ સરકારને ચેતવ્યા, હવે ઢીલાશ દાખવશો તો મુસીબત આવશે

સમગ્ર દેશમા કોરોના (corona case) એ માથુ ઉંચક્યુ છે. આવામા ગુજરાતમાં પણ કોરોનાના (gujarat corona update) કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. આવામાં સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. ત્યારે રાજ્યના ઓમીક્રોન વેરિયન્ટના કેસો વધતા 'આહના'એ સરકારને પત્ર લખ્યો છે. વધતા ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant) ના કેસો અંગે કડક કામગીરી કરવા સૂચન આપ્યા છે. 
આહનાએ સરકારને ચેતવ્યા, હવે ઢીલાશ દાખવશો તો મુસીબત આવશે

અતુલ તિવારી/અમદાવાદ :સમગ્ર દેશમા કોરોના (corona case) એ માથુ ઉંચક્યુ છે. આવામા ગુજરાતમાં પણ કોરોનાના (gujarat corona update) કેસ વધી રહ્યાં છે. ગુજરાતમાં કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ વધી રહ્યાં છે. આવામાં સાવચેતી રાખવાનો સમય આવી ગયો છે. ત્યારે રાજ્યના ઓમીક્રોન વેરિયન્ટના કેસો વધતા 'આહના'એ સરકારને પત્ર લખ્યો છે. વધતા ઓમિક્રોન વેરિયન્ટ (omicron variant) ના કેસો અંગે કડક કામગીરી કરવા સૂચન આપ્યા છે. 

આહનાએ સરકારને ચેતવ્યા
આહનાના સેક્રેટરી ડો.વીરેન શાહે જણાવ્યુ કે, ગુજરાતમાં વિદેશથી આવતા મુસાફરોનું સઘન ચેકીંગ અને ટેસ્ટિંગ કરવા 'આહના' એ અપીલ કરી છે. અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર ચેકીંગ અંગે ઢીલાશ જોવા મળે છે જે મુસીબત લાવી શકે છે. સરકારને પત્ર લખી 'આહના'એ ગંભીરતા દાખવવા સૂચન કર્યું છે. ઓમિક્રોન (omicron) વેરિયન્ટથી સતર્ક રહેવા 'આહના' એ સરકારને સૂચના આપી છે. ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાઓએ વેક્સીન લીધી હોય તો જ પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. વેક્સીન (corona vaccine) ના લીધી હોય એવા સગા માટે 'નો એન્ટ્રી' રહેશે. હોસ્પિટલમાં પણ દર્દીના સગાએ વેક્સીનના બંને ડોઝ લીધા હશે તો જ પ્રવેશ મળશે. ઓમિક્રોન વેરિયન્ટના દર્દીઓ માટે શહેરની ખાનગી 80 હોસ્પિટલમાં 2500 બેડ તૈયાર રખાયા હતા. 

400 થી વધુ મુસાફરો હોમ કોરેન્ટાઇન છે
તો અમદાવાદ શહેરમાં ઓમિક્રોનના કેસ મામલે AMC એ પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપી કે, કોવિડ ટેસ્ટિંગ વધારવાની કામગીરી કરવામાં આવનાર છે. વિદેશમાંથી આવતા મુસાફરોના RTPCR કરવાની કામગીરી વધારવામાં આવશે. નેગેટિવ આવતા મુસાફરોને સાત દિવસ હોમ કોરેન્ટાઈન રહેવાની સૂચનાઓ અપાઈ છે. 400 થી વધુ મુસાફરો હોમ કોરેન્ટાઇન છે. છેલ્લા એક મહિનાથી કોરોનાના કેસમાં પ્રતિ દિવસ 20 જેટલો વધારો નોંધાયો છે.શહેરમાં  70 ટકા લોકોએ વેક્સીનના બંને ડોઝ પૂર્ણ કર્યા છે. ઓમિક્રોન બે દર્દીઓ અગાઉ અને બુધવારે 5 પોઝિટિવ છે. શહેરમાં ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરી શકાય તેવી વ્યવસ્થા છે. શહેરમાં સિવિલ અને SVP સાથે દસ હોસ્પિટલ કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલ જાહેર કરી છે. શહેરમાં 32 સ્થળોએ કિઓસ્ક ઉપર ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. એક દિવસમાં 1200-1500 લોકોના અને તમામ ડોમ ઉપર 7000 લોકોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news