ટ્રમ્પની મુલાકાતનો એક્શન પ્લાન થઈ ગયો જાહેર, અમદાવાદ પોલીસે કહ્યું-સુરક્ષામાં કોઈ કચાશ નહિ રખાય
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે, ત્યારે આ ખાસ મુલાકાતને લઈને અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ એક્શન ઘડ્યો છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન ખૂણેખૂણા પર પોલીસની નજર રહેશે. NSG,SPG અને સ્થાનિક પોલીસ કાર્યક્રમને સફળ બનાવશે. મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં 120 સ્કેનિંગ મશીનથી અઢી કલાકમાં 1.20 લાખ લોકોને પ્રવેશ આપવાની તૈયારી પોલીસે બતાવી છે. અમદાવાદમાં તેઓનું રોકાણ કેટલા સમય માટે હશે તે જાહેર થઈ ગયું છે. ટ્રમ્પ ત્રણ કલાક અમદાવાદમાં રોકાશે. ડીસીપી કંટ્રોલ દ્વારા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી મીડિયાને આપવામાં આવી છે.
મૌલિક ધામેચા/અમદાવાદ :અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) મોટેરા સ્ટેડિયમનું ઉદઘાટન કરવાના છે, ત્યારે આ ખાસ મુલાકાતને લઈને અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ વિભાગે સુરક્ષા વ્યવસ્થાને લઈને ખાસ એક્શન ઘડ્યો છે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન ખૂણેખૂણા પર પોલીસની નજર રહેશે. NSG,SPG અને સ્થાનિક પોલીસ કાર્યક્રમને સફળ બનાવશે. મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં 120 સ્કેનિંગ મશીનથી અઢી કલાકમાં 1.20 લાખ લોકોને પ્રવેશ આપવાની તૈયારી પોલીસે બતાવી છે. અમદાવાદમાં તેઓનું રોકાણ કેટલા સમય માટે હશે તે જાહેર થઈ ગયું છે. ટ્રમ્પ ત્રણ કલાક અમદાવાદમાં રોકાશે. ડીસીપી કંટ્રોલ દ્વારા કરવામાં આવી પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી મીડિયાને આપવામાં આવી છે.
તમારા પતિ ગુટખા ખાવાના શોખીન હોય તો આ સમાચાર તેમને જરૂર આપજો
શું છે કેમ છો ટ્રમ્પનો સુરક્ષા પ્લાન...
ગુજરાતના અમદાવાદ ખાતે આવનારા ડોનાલ્ડ ટ્રમ્પ અને પીએમ મોદી સુરક્ષામાં કોઈ કચાશ રાખવામાં નહિ આવે. 10 હજાર પોલીસ કર્મચારીઓ ‘કેમ છો ટ્રમ્પ’ કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર કાર્યક્રમ પર નજર રાખશે. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ત્રિસ્તરીય સુરક્ષા રહેશે. બપોરના સમયે એરપોર્ટ ખાતે આગમન કરતા જ ડોનાલ્ડ ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. આસપાસથી આવતા લોકોના વાહન પાર્કિંગ 1.5 કિમીમાં 28 પાર્કિંગ પોઇન્ટ રાખવામાં આવ્યા છે. તેમજ મોટેરા આસપાસ રહેતા નાગરિકોના ઘરના ચેકીંગ હાથ ધરવામાં આવ્યા છે. જિલ્લા અને તાલુકા સ્તરેથી આવતા લોકોને પાર્કિંગ કોર્ડ આપવામાં આવશે.
OMG!!! ધાર્મિક સ્થળ પર કપલે Porn વીડિયો બનાવીને અપલોડ કર્યો, પણ પછી તો...
આ રુટ પરથી દિગ્ગજ નેતા પસાર થશે
બંને નેતાઓના રૂટ પર નજર કરીએ તો, અમદાવાદ એરપોર્ટથી શાહીબાગ ડફનાળા, શાહીબાગ ડફનાળાથી RTO સુભાષબ્રિજ, સુભાષબ્રિજથી ગાંધી આશ્રમ 20 મિનિટ રોકાણ કરશે. ગાંધી આશ્રમથી સાબરમતી રિવરફ્રન્ટ, સાબરમતી રિવરફ્રન્ટથી એરપોર્ટ સર્કલ-એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજથી કોટેશ્વર, કોટેશ્વરથી મોટેરા સ્ટેડિયમનો રુટ રહેશે.
સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો પોલીસે અલગ જ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા માટે તૈયારી કરી છે. આ સુરક્ષામાં કોઇ ચૂક ન રહી જાય તે માટે પૂરતી કાળજી રખાશે. તો સાથે સાથે પોલીસ અધિકારી માટે કોમ્યુનિકેશન માટે એક ચેનલ મેસેજ પણ પાસ થશે.
રૂટ પર 200 સીસીટીવી લગાવાશે અને આ સુરક્ષામાં 25 આઇપીએસ સહિતના અધિકારીઓ તૈનાત રખાશે.
- સમગ્ર રૂટ પર 200 સીસીટીવી કેમેરા અને NSG અને SPG ના અલગ ડ્રોન કેમેરા તૈનાત કરાશે. 25 IPS, 65 ACP, 200 PI અને 800 PSI તૈનાત રહેશે. તેની સાથે કુલ 10 હજાર પોલીસ કર્મચારીઓ પણ હાજર રહેશે. સ્નાઈપરની NSGની ટુકડીઓ મોટેરા અને ગાંધી આશ્રમ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવશે
- 120 જેટલા ડીએફએમડી (ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર) સ્કેનિંગ મશીન રાખવામાં આવશે.
- સ્ટેડિયમની અંદર અને બહાર શહેર પોલીસ અને આઈબી તથા એસપીજી, એનએસજી અને સિક્રેટ એજન્સીઓની ટીમ હાજર રહેશે.
- એક કંટ્રોલ રૂમ સ્ટેડિયમમાં જ ઉભો કરવામાં આવશે.
- સ્ટેડિયમમાં ટેકનિકલ બાબતો માટે 300 કર્મચારી
- , બીડીડીએસની 10 ટીમો રહેશે. સિક્રેટ એજન્સીની બે ટીમો રહેશે.
- ત્રણેય સંભિવત રૂટનું અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટ્સ નિરીક્ષણ કરશે. સિક્રેટ સર્વિસ એજન્ટ્સ જે રૂટ ફાઇનલ કરશે તે રૂટ પર જ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી ગાંધી આશ્રમથી મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ જશે. પિનાક સોફ્ટવેર રજીસ્ટ્રેશનને લઈને આસપાસના મકાનોમાં રહેતા ભાડુઆતોનું ચેકીંગ હાથ ધરાયુ છે.
શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને
સ્ટેડિયમની કામગીરી માટે અન્ય રાજ્યોના કારીગર બોલાવાયા
આ તમામ બાબતો પર હાલ પોલીસ ચોકસાઇ પૂર્વક કામ તો કરી જ રહી છે પણ સાથે સાથે આજે સ્ટેડિયમ પર પંજાબ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળથી મોટી સંખ્યામાં કારીગર પહોંચ્યા. ટ્રમ્પની વિઝીટ પહેલા અનેક પ્રકારના કામ સ્ટેડિયમમાં હજુય બાકી હોવાથી પંજાબ, મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળથી મોટી સંખ્યામાં કારીગર અહીં લાવવામાં આવ્યા છે. આ કારીગરોને પ્લમ્બિંગ, સીટીંગ અને ઈલેક્ટ્રિક કામગીરી માટે બહારથી નિષ્ણાત કારીગરો તરીકે બોલાવ્યા હતા. કારીગરોના આધાર કાર્ડનું સ્કેનિંગ કરીને તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો. તો સ્ટેડિયમમાં બૉમ્બ સ્કોડની ટીમ મજૂરો અને કારીગરોના સામાનનું ચેકિંગ કરશે તેના બાદ જ પ્રવેશ અપાશે.
સ્ટેડિયમમાં પાણીની બોટલ પણ સાથે નહિ લઈ જઈ શકાય
આ ઉપરાંત જાણવા મળ્યું કે, ગાંધી આશ્રમ ખાતે પીએમ મોદી તેની સાથે અમરેકિન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સાથે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હાજર રહેશે. તો સ્ટેડિયમમાં પણ ખાસ વ્યવસ્થા રખાઈ છે. સ્ટેડિયમમાં આમંત્રણ વિના કોઈને પણ એન્ટ્રી આપવામાં નહિ આવે. તો સાથે જ આવનાર વ્યક્તિ સાથે પાણીની બોટલ પણ નહિ લઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
ગુજરાતના સમાચાર જાણવા માટે કરો ક્લિક