મૌલિક ધામેચા/અમદાવાદ : રેમડેસિવિર ઇન્જેક્શન માટે ઝાયડસની બહાર લાગતી લાઇનોમાં પોલીસનો અનોખોમાનવીય ચહેરો અને અભિગમ સામે આવ્યો છે. Zee 24 Kalak ના અહેવાલમાં દર્દીઓ પાણી લેવા માટે પણ જતા નહી હોવાનો અહેવાલ જોઇ પી.આઇએ લીધો માનવતાસભર નિર્ણય. લાઇનમાં ઉભેલા તમામ લોકોને પાણીની બોટલ પોલીસ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. ઇન્જેક્શન માટે 2 કિલોમીટર લાંબી લાઇનમાં ઉભા રહીને તાપમાં શેકાઇ રહેલા નાગરિકોને પાણી મળી રહે તે માટે પોલીસ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા! શું આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ?


લાઇનમાં ઉભેલા વ્યક્તિઓને સ્થળ પર જ પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની પ્રથમ લહેર વખતે પોલીસે અહીં હિજરત કરી રહેલા શ્રમજીવીઓ માટે કરી હતી જમવાની અને નાસ્તાની વ્યવસ્થા અહીં કરી હતી. બીજી લહેરમાં ઝી 24 કલાકનો અહેવાલ જોયા બાદ ફરી એકવાર પોલીસ દર્દીઓનાં પરિવારની વ્હારે આવી સોલા પોલીસ. અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્જેક્શન લેવા માટે દર્દીના સગાઓ વહેલી સવારથી જ અહીં લાંબી લાબી લાઇનો લગાવે છે. જો કે તેઓ જમવાની વાત તો ઠીક બહાર પણ નિકલી નથી શકતા. 


હોટલની આડમાં આ રીતે ચાલતો હતો દેહવ્યાપારનો ધંધો, ગ્રાહકદીઠ મળતું હતું 300 થી 500 રૂપિયા કમિશન


જો તેઓ જમવા માટે કે પાણી માટે બહાર નિકળે તો તેમનો નંબર જતો રહે તેવી પરિસ્થિતી થાય છે. એટલા માટે એકવાર લાઇનમાં લાગ્યા બાદ જ્યાં સુધી ઇન્જેક્શન ન મળે ત્યાં સુધી તેમણે લાઇનમાં જ ઉભુ રહેવું પડે છે. જ્યારે લાઇનો હોસ્પિટલથી બહાર એક દોઢ કિલોમીટર સુધી લાગી હોય છે. જેના કારણે તડકામાં શેકાતા લોકોને પાણીની તરસ ખુબ લાગે છે. તેવામાં પોલીસનો આ માનવીય અભિગમ દર્દીઓ માટે આશિર્વાદ સમાન સાબિત થઇ રહ્યો છે. પોલીસને અનેક વૃદ્ધો પણ ખુબ જ દિલથી આશિર્વાદ આપી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube