કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા! શું આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ?

યુવરાજ જયવીરરાજસિંહે હાલની કોરોનાની લોકોની સ્થિતિ અંગે ફેસબુક પર પોતાની લાગણી વ્યક્ત કરી વ્યથા ઠાલવી હતી. તેઓએ લખ્યું હતું કે, નેતાઓને એવો કોઈ હક્ક નથી કે એ લોકોના જીવ જોખમમાં મૂકે. તેઓએ લોકોને જવાબ આપવો જોઈએ અને જે પ્રજા માટે કામ ન કરી શકે એવા નેતાઓએ રાજીનામુ આપવું જોઈએ. જયવીરરાજસિંહ હાલમાં રાજવી પરિવારના યુવરાજ છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર છે. 
કોરોનામાં ભાવનગરની સ્થિતી જોઇ યુવરાજની વ્યથા! શું આ દિવસો જોવા માટે રજવાડા સોંપ્યા ?

નવનીત દલવાડી/ભાવનગર : યુવરાજ જયવીરરાજસિંહે હાલની કોરોનાની લોકોની સ્થિતિ અંગે ફેસબુક પર પોતાની લાગણી વ્યક્ત કરી વ્યથા ઠાલવી હતી. તેઓએ લખ્યું હતું કે, નેતાઓને એવો કોઈ હક્ક નથી કે એ લોકોના જીવ જોખમમાં મૂકે. તેઓએ લોકોને જવાબ આપવો જોઈએ અને જે પ્રજા માટે કામ ન કરી શકે એવા નેતાઓએ રાજીનામુ આપવું જોઈએ. જયવીરરાજસિંહ હાલમાં રાજવી પરિવારના યુવરાજ છે અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીના પૌત્ર છે. 

ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સરદાર વલ્લભભાઈ પટેલને ભારતમાં સૌ પ્રથમ પોતાનું રાજ્ય પ્રજાની સુખાકારી માટે સોંપ્યું હતું. મહારાજા કૃષ્ણકુમારસિંહજીના શબ્દો હતા " મારી પ્રજા નું કલ્યાણ થાજો" આ બલિદાનની અને પ્રજાના કલ્યાણની ભાવના આજે પણ તેઓની યાદ અપાવે છે. જ્યારે હાલની પરિસ્થિતિ અલગ છે, શહેર કોરોના મહામારી થી પીડાઈ રહ્યું છે એવા સમયમાં રાજકીય નેતૃત્વની ખામી જોવા મળી રહી છે. ભાવનગરમાં પ્રજાને સારી રીતે મેડિકલ સુવિધા મળી રહે એ માટે મહારાજાએ સર તખ્તસિંહજી હોસ્પિટલનું નિર્માણ કરાવ્યું હતું. 

હાલના સમયમાં લોકોને સારી પ્રાથમિક સુવિધા પણ નથી મળતી. જ્યારે રાજકારણીઓને પ્રચાર - પ્રસાર અને રેલી કાઢવા માટે લાખો રૂપિયા મળી રહે છે. તેમજ કોવિડ જેવી મહામારીમાં ચૂંટણી યોજવા માટે અનુકૂળ સમય પણ મળી રહે છે. આવા સમયે ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહે ફેસબુક પર એક પોસ્ટ મૂકી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં લખ્યું હતું કે, કોઈ પણ રાજકારણી કે ઓફિસરને એવો કોઈ હક નથી કે તે પોતાના વ્યક્તિગત કારણોસર લોકોના જીવ જોખમમાં પડે એવું કામ કરે, અને આની પાછળ જે પણ લોકો આ કાર્ય માટે જવાબદાર હોય તેમને પ્રજા ને આનો જવાબ આપવો જોઈએ અને પોતાનું રાજીનામું પણ આપવું જોઈએ. પ્રજાની સુખાકારી માટે અને તેમના સારા આરોગ્ય માટે મૂળભૂત તબીબી આરોગ્ય સુવિધાઓ જે દરેક સરકારે પોતાની પ્રજા સુધી પહોંચાડવી જ જોઈએ એ ચૂંટાયેલી સરકારની ફરજ છે.

 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news