અમદાવાદમાં ફરી હુક્કાબાર ધમધમતા થયા! કેફેની આડમાં ભાવિન પટેલ ચલાવતો હતો હુક્કા પાર્લર
Hookah Bar In Ahmedabad : અમદાવાદના સરખેજ વિસ્તારમાં બિગ ડેડી કેફેના અંદરના ભાગમાં ચાલતા હુક્કા બાર પર પોલીસે રેડ પાડી, કોઈ શંકા ન જાય તે રીતે કેફેમાં હુક્કા પાર્લર બનાવાયું હતું
Ahmedabad Police ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદમાં ફરી એકવખત હુક્કાબારનું ચલણ શરૂ થયું છે. લાંબા સમયથી બંધ હુક્કા બાર અમદાવાદના સરખેજ વિસ્તારમા ગેરકાયદેસર ચાલતું હોવાની માહિતી પીસીબીની ટીમને મળતા બિગ ડેડી નામના કેફે પર રેડ કરી 37 હુકકાઓ અને અલગ અલગ ફ્લેવર્સ કબજે કરી છે. કેફે માલિક ભાવિન પટેલ છેલ્લા બે મહિનાથી હુક્કાબાર ચલાવતો હતો.
છેલ્લા ઘણા સમયથી નિકોટીન યુક્ત હુકકાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ હતા. જેના બદલામાં નિકોટીન મુક્ત જેને હર્બલ હુક્કબાર તરીકે પણ ઓળખાવે છે, એવા હુક્કાબાર ચાલુ હતા. પરંતુ હવે કેફેની આડમાં નિકોટીન હુક્કાબાર ચાલતા હોવાનું પોલીસના ધ્યાને આવતા પીસીબીની ટીમે સરખેજ વિસ્તારમાં મોડી રાત્રે રેડ કરી નિકોટીન યુક્ત હુકકાબાર પકડ્યું હતું.
મજૂરિયા કાર્યકરોના ખભે બંદૂક મૂકીને લોકસભા જીતવાની લડાઈ, પાટીલની ટકોર કે ધમકી
પ્રતિબંધિત હુક્કાબારમાં કેફે માલિકો હર્બલ હુક્કાના નામે નિકોટીન હુક્કાબાર ચલાવતા હતા. છેલ્લા ઘણા સમયથી સરખેજ વિસ્તારના પ્રખ્યાત બીગ ડેડી કેફે બહારથી કોઈને શંકા ન જાય તે પ્રકારે કેફે ચલાવવામાં આવતું હતું. પરંતુ હુક્કા બારના રસિકો માટે ખાસ આયોજન કેફેની અંદરના ભાગે કરવામાં આવ્યું હતું. હર્બલ હુક્કાના નામે નિકોટીન યુક્ત હુક્કાઓ અહીંયા ખાસ સવલતો સાથે પીરસવામાં આવતા. પરંતુ પીસીબીની ટીમ ચોક્કસ માહિતી મળતા જ મોડી રાત્રે આ કેફેમાં ત્રાટકી હતી.
તપાસ કરતા પ્રાથમિક તબક્કે ચાર ગ્રાહકો હુકકા પીતા નજરે પડ્યા હતા. આ તમામ હુક્કાઓ અને ફ્લેવર પોલીસે કબજે કરી એફએસએલમાં તપાસ અર્થી મોકલી આપી હતી. હાલ પોલીસે કેફે પરથી સીલબંધ હાલતના 146 ફ્લેવરના પેકેટ, નાના મોટા હુક્કા નંગ-37, ચિલમો, સિલ્વર ફોઈલ પેપર સહિત કુલ 62 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ગુજરાતમાં વટની લડાઈમાં બે સમાજ વચ્ચે આરપારની જંગ શરૂ, રાજપૂતો અને પાટીદારો સામસામે
પ્રાથમિક તપાસ દરમિયાન સામે આવ્યું કે કેફેની આડમાં છેલ્લા બે માસથી હુક્કાબાર ચલાવવામાં આવતું હતું. આરોપી અને કેફે માલિક ભાવિન પટેલ રૂપિયા બે લાખના ભાડેથી સરખેજ રોડ પર બિગ ડેડી નામથી કેફે ચલાવતો હતો અને એક હુક્કાના ગ્રાહકો પાસેથી 800 રૂપિયા વસૂલતો હતો. જોકે હવે એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ સામે આવશે કે હુક્કાબારમાં નિયમથી વિરુધ નિકોટીન હુક્કા પીરસાતા હતા કે પછી નિકોટીન ફ્રી હુક્કા પીરસવામાં આવતો. આ રેડ થી અમદાવાદમાં ફરી એક વખત હુક્કાબાર શરૂ થયા હોવાની આશંકાને પગલે આગામી સમયમાં અગાઉ પણ અમદાવાદમાં જ્યાં જ્યાં હુક્કાબાર ચાલતા હતા ત્યાં પોલીસ તપાસ કરશે.
રાજપૂત ભાઈઓ, કોઈ ના રાજકીય હાથો ના બને! ગુજરાતના એક રાજાએ ક્ષત્રિયોને કરી ટકોર