ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે અમદાવાદ પોલીસે શરૂ કરી ‘પોલીસ પાઠશાળા’
સામાન્ય રીતે પોલીસથી લોકો ડરતા જ હોય છે પણ પોલીસનું આ સ્વરૂપ તમને પણ ખુશી થશે કેમ કે, પોલીસે શ્રમજીવી પરિવારના બાળકો માટે એક શાળા શરૂ કરી છે. જેમાં બાળકોને પોલીસ જ ભણાવી રહી છે. પોલીસ પાઠશાળા શરૂ થઈ ત્યારે સૌથી મોટો પડકાર હતો કે, બાળકો ભણવા આવશે અને થોડા જ દિવસોમાં પોલીસ સ્ટેશનમાં બાળકો ભણાવવા લાગ્યા હતા, કેમ કે, ઘણા બાળકો તમાકુ જેવી વસ્તુઓના વ્યસની હતા.
ઉદય રંજન/અમદાવાદ: સામાન્ય રીતે પોલીસથી લોકો ડરતા જ હોય છે પણ પોલીસનું આ સ્વરૂપ તમને પણ ખુશી થશે કેમ કે, પોલીસે શ્રમજીવી પરિવારના બાળકો માટે એક શાળા શરૂ કરી છે. જેમાં બાળકોને પોલીસ જ ભણાવી રહી છે. પોલીસ પાઠશાળા શરૂ થઈ ત્યારે સૌથી મોટો પડકાર હતો કે, બાળકો ભણવા આવશે અને થોડા જ દિવસોમાં પોલીસ સ્ટેશનમાં બાળકો ભણાવવા લાગ્યા હતા, કેમ કે, ઘણા બાળકો તમાકુ જેવી વસ્તુઓના વ્યસની હતા.
મહત્વનું છે કે, મા-બાપ માટે પણ કમાવવાનું સાધન હોવાથી બાળકોના વાલીઓને પણ રાજી કરવા અઘરા હતા. ત્યારે શરુઆતમાં બાળકોને કક્કો શીખવાને બદલે વ્યસનમુક્ત કર્યા અને ત્યાર બાદ શિક્ષણ આપી એક સારા નાગરિક બનાવ્યા હતા. હાલ, આ પાઠશાળાની અસરએ થઈ છે કે, જે બાળકો એક સમયે તેમનું નામ પણ નહોતા બોલી શકતા તેઓ હવે તેમનું નામ લખતા વાંચતાએ ગણિતના અઘરા દાખલા ગણતા શીખી ગયા છે.
બરોડા ક્રિકેટ એસોસીયેશનની 27 સપ્ટેમ્બરના રોજ યોજાશે ચૂંટણી, થશે ખરાખરીનો જંગ
અમદાવાદના પકવાન ચાર રસ્તા એસ.જી.હાઇવે પર આવેલી પોલીસ ચોકીની આસપાસ ભીખ માંગતા, ઝુંપડપટ્ટીમાં રહેતા અને જરુરિયાતમંદ બાળકો માટે પોલીસ શિક્ષક બનીને આ બાળકોને ભણાવી રહી છે. પકવાન ટ્રાફિક પોલીસ ચોકીમાં અભ્યાસ લઇ રહયા છે. પોલીસનું નામ સાંભળતા બાળકો જ નહીં પણ યુવાનોથી લઇને વડીલો પણ ગભરાઇ જતા હોય છે. પણ લગભગ છેલ્લાં એક વર્ષથી સવારે 9થી બપોરના 2 વાગ્યા સુધી ચાલતી ‘પોલીસ પાઠશાળા’ના કારણે ઘણા ગરીબ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.
હવે ધોરણ 5 અને 8માં નાપાસ વિધાર્થીઓને ફરી પરીક્ષા આપવી પડશે : ભુપેન્દ્રસિંહ ચુડાસમા
પોલીસના આ ભગીરથ કાર્યના કારણે આસપાસના ગરીબ બાળકોએ ભીખ માગવાનું કામ છોડીને ભણવા પ્રત્યે પ્રેરિત થયા છે. ત્યારે બીજી આવીજ પાઠશાળા શિવરંજની ચાર રસ્તા પણ ચાલી રહી છે. 2018માં શરૂ થયેલી ‘પોલીસ પાઠશાળા’માં શરુઆતના દિવસોમાં 5 થી 1૦ બાળકોને ભણાવામાં આવતા હતા. આજે એક વર્ષના અંતે પોલીસના પ્રયત્નોથી દરરોજ 22-25 બાળકો સોમવારથી-શનિવાર સુધી સવારના 9થી બપોરના 2 વાગ્યા સુધી ‘પોલીસ પાઠશાળા’માં ભણી રહ્યા છે.
ચાર-ચાર બંગડી વાળી ગીત ફરીવાર આવ્યું વિવાદમાં, કિંજલ દવેને મળી નોટીસ
બાળકો ભણવાની સાથે-સાથે વિવિધ પ્રકારની પ્રવુતિ કરી રહયા છે, જેમ કે, અલગ અલગ રમત, સાંસ્કૃતિક સહીતની પ્રવુતિ કરાવવામાં આવી રહી છે. ‘પોલીસ પાઠશાળા’ શરુ થઇ ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા ફંડ ભેગું કરીને બાળકોને નાસ્તો, સ્ટેશનરી, બુક ઉપરાંત જરુરિયાતની વસ્તુઓ પૂરી પાડવામાં આવતી હતી. હાલ પોલીસ સ્ટાફની સાથે-સાથે લોકોના સહયોગથી ‘પોલીસ પાઠશાળા’ ચાલી રહી છે.
જુઓ LIVE TV :