ચાર-ચાર બંગડી વાળી ગીત ફરીવાર આવ્યું વિવાદમાં, કિંજલ દવેને મળી નોટીસ

ચાર ચાર બંગડી વાળુ ગીત ફરી વિવાદમાં આવ્યુ છે અને કિંજલ દવેને ફરીવાર આ ગીતના કોપીરાઈટને લઈને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. જો કે હવે નવરાત્રિના માંડ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે કોર્ટની નોટિસ મળતા કિંજલની મુશ્કેલીઓ વધી શકે છે. કિંજલને ચાર ચાર બંગડી વાળા ગીતમાં કોપીરાઈટને મામલે સીટી સીવીલ કોર્ટે નોટિસ ઈસ્યુ કરી છે. 
 

ચાર-ચાર બંગડી વાળી ગીત ફરીવાર આવ્યું વિવાદમાં, કિંજલ દવેને મળી નોટીસ

મૌલિક ધામેચા/અમદાવાદ: ચાર ચાર બંગડી વાળુ ગીત ફરી વિવાદમાં આવ્યુ છે અને કિંજલ દવેને ફરીવાર આ ગીતના કોપીરાઈટને લઈને કાયદાકીય નોટિસ આપવામાં આવી છે. જો કે હવે નવરાત્રિના માંડ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે કોર્ટની નોટિસ મળતા કિંજલની મુશ્કેલીઓ વધી શકે છે. કિંજલને ચાર ચાર બંગડી વાળા ગીતમાં કોપીરાઈટને મામલે સીટી સીવીલ કોર્ટે નોટિસ ઈસ્યુ કરી છે. 

ઓસ્ટ્રેલિયાના ગુજરાતી સિંગર કાર્તિક પટેલે ફરી એક વાર તેની સામે સિટી સિવિલ કોર્ટમાં ચાર ચાર બંગડી વાળા ગીતના કોપીરાઈટ મામલે વાંધો ઉઠાવ્યો છે. અગાઉ કોમર્શિયલ કોર્ટમાં કેસ થયો હોવાથી કોર્ટે યોગ્ય કોર્ટેમાં કેસ દાખલ ફરમાન કરવા કર્યું હતું. જેથી હવે મુળ આ ગીતના સીંગર એવા ઓષ્ટ્રલેયીન સીંગર કાર્તીક પટેલે જેઓ પોતાનુ સોંગ હોવાનો હાલ દાવો કરી રહ્યા છે. તેને કીંજલ દવે સામે સીટી સીવીલ કોર્ટમાં દાવો કર્યો છે. અને કોર્ટમાં અરજી કરી છે કે, આ ગીતનુ ક્રેડીટ મુળ સીંગર એટલે કે તેને પણ મળવું જોઈએ. આ કેસમાં હવે વધુ સુનાવણી આગામી 10 દિવસ બાદ હાથ ધરાશે.

ચોમાસામાં અમદાવાદના તમામ રસ્તોઓ તૂટ્યા, ખાડાવાદમાં વાહન ચાલકો પરેશાન

આ અંગે અરજદારના વકીલે જણાવ્યું કે, સૌથી પહેલા કીંજલ દવે સામે રેડ રીબને કોમર્સીયલ કોર્ટમાં દાવો કર્યો હતો. પછી કોર્ટે તેમને સત્તા નહી હોવાથી સીટી સીવીલ કોર્ટમાં દાવો કરવા કહ્યું હતું. હવે અમે સીટી સીવીલ કોર્ટમાં આ મેટર ફાઈલ કરી છે અને કોર્ટે નોટીસ તથા સમન્સ ઈસ્યુ કર્યો છે. વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતી ‘રો-રો ફેરી અનિશ્ચિત કાળ સુધી થઇ બંધ’

આ અંગે કાર્તીક પટેલે વધુમાં જણાવ્યું કે, મને રુપીયા નથી જોઈતા તેના માટે કેસ નથી કર્યો પરંતુ મને ક્રેડીટ મળવી જોઈએ. ઓરીજીનલ આર્ટીસ્ટ છે તેને ક્રેડીટ દેવાની વાત છે. તેને સન્માન આપવાની વાત છે આવી રીતે કોઈનું ઓરીજીનલ વર્ક તમે ઉપયોગ ન કરી શકો. કોર્ટ પાસેથી મને ન્યાય મળશે મને આશા છે. મે તમામ પુરાવાઓ પણ કોર્ટમાં રજુ કર્યા છે.

જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news