ઉદય રંજન/અમદાવાદ: ગાંધીના ગુજરાતમાં બુટલેગર અવનવા કીમિયાથી દારૂ ઘુસાડવાના પ્રયાસ કરતા જ હોય છે, ત્યારે ફરી એક રામોલ પોલીસે રીક્ષામાં ખાનગી ખાનું બનાવી દારૂની હેરાફરી કરતા એક બુટલેગરની ધરપકડ કરી છે. રામોલ પોલીસની ગિરફ્તમાં ઉભેલા શખ્સનું નામ છે અબ્દુલા શેખ. રામોલ પોલીસે શખ્સની ધરપકડ કરી છે. 288 દારૂની વિદેશી બોટલ સાથે અબ્દુલા શેખ પકડાયો છે. અબ્દુલ્લા મુળ તો રીક્ષા ચાલવાનું કામ કરે છે પણ માત્ર પોલીસની આંખો માં ધૂળ નાખવા માટે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેજલપુર પોલીસે ત્રણ સગીર સાયકલ ચોરની ધરપકડ કરી 28 સાયકલ કબ્જે કરી


રીક્ષા ચલાવવાની આડમાં આ શખ્સ દારૂની હેરાફેરી કરે છે. આ બાતમી જ રામોલ પોલીસને મળી હતી કે, અબ્દુલ્લા શેખ એક્સપ્રેસ હાઇવે પરથી રીક્ષામાં દારૂ છુપાવીને  નીકળવાનો છે. પાક્કી બાતમીના આધારે રામોલ પોલીસે વોચ ગોઠવીને અબ્દુલ્લાને ઝડપી પાડ્યો હતો. રામોલ પોલીસે તપાસ શરુ કરી છે કે, અબ્દુલ શેખ ક્યાંથી વિદેશી દારૂ લાવ્યો હતો. આ વિદેશી દારૂ કોને આપવા નો હતો, આ અગાઉ કેટલી વાર દારૂની હેરાફેરી કરી છે એ સહીત ની તપાસ શરુ  કરી છે.


સુરત: લાખોની ચોરીના કેસ ટલ્લાવતી પોલીસે 150 રૂપિયાનું પોતુ ચોરી થવાના કેસને કલાકોમાં ઉકેલ્યો


અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કથિત દારૂબંધી વચ્ચે મોટા પ્રમાણમાં જોઇએ તેટલો દારૂ અને જોઇએ તે વિસ્તારમાં મળી રહે છે. કેટલોક વેપાર પોલીસની રહેમ નજર તો કેટલોક પોલીસની પીઠ પાછળ ચાલે છે. કેટલાક કિસ્સાઓમાં પોલીસને ખબર ન પડે તે માટે કેટલાક ચોર ખાના અને અવનવી તરકીબો દ્વારા દારૂ ઘુસાડતા હોય છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube