Ahmedabad Property Market : અમદાવાદમાં હવે સપનાના ઘરનો શોખ મોંઘો બની રહ્યો છે. રિયલ એસ્ટેટ માર્કેટમાં હૈદરાબાદ બાદ અમદાવાદમાં સૌથી વધુ પ્રોપર્ટીના ભાવ છે. શહેરમાં માત્ર 6 મહિનાના ટૂંકા ગાળામાં જ ઘર 4 ટકા મોંઘા બન્યા છે. જોકે, માર્કેટ પર તેની વિપરીત અસર જોવા મળી રહી છે. પરંતુ બીજી હકીકત એ પણ છે કે અમદાવાદમાં ઘર ખરીદવા મામલે લોકોનો શોખ હવે હાઈફાઈ બની રહ્યો છે. અમદાવાદીઓ મોંઘા ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. એક રિપોર્ટ અનુસાર, અમદાવાદમાં 1 કરોડથી વધુની કિંમતના ઘરના વેચાણમા વધારો થઈ રહ્યો છે. એટલે કે અમદાવાદીઓને હવે મોંઘા ઘર પસંદ આવી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રોપર્ટીનો ભાવ વધ્યો 
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ તેના તાજેતરના અહેવાલ ઈન્ડિયા રિયલ એસ્ટેટ: H1 2023 (જાન્યુઆરીથી જૂન 2022) નો રિપોર્ટ આવ્યો છે. જેમાં અમદાવાદનું પ્રોપર્ટી માર્કેટ કેટલે પહોંચ્યું છે, તે સમજી શકાય છે. રિપોર્ટ જણાવે છે કે, છ મહિનાના ગાળમાં હાઉસિંગ કિંમતોમાં અમદાવાદનો નંબર હૈદરાબાદ બાદ બીજા ક્રમે આવે છે. અમદાવાદમાં પ્રોપર્ટીના ભાવ 4 ટકા વધ્યા છે. પરંતુ આ મોંઘવારી લોકોને નવુ ઘર ખરીદવામાં નડી રહી છે. કારણ કે, ઘર મોઘું થતા જ પ્રોપર્ટીના વેચાણમાં 3 ટકાનો ઘટાડો આવ્યો છે. 


અમદાવાદમાં ઘર ખરીદવાનું કારણ 
આ રિપોર્ટ કહે છે કે, લોકો ઘર ખરીદવા તરફ આકર્ષાય તેમાં દેશના ટોચના 8 શહેરોમાં અમદાવાદનું નામ સામેલ છે. સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સલામતી, એજ્યુકેશન-ટ્રાન્સપોર્ટેશન તેમજ રોજગાર ગ્રોથ સારો હોવાના કારણે મોટાભાગના લોકો અન્ય શહેરોની સરખામણીએ અમદાવાદમાં ઘર ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તેમજ લોકોને મોટાભાગે જૂની સ્કીમ કરતા નવા પ્રોજેક્ટમાં વધુ રસ પડી રહ્યો છે, કારણ કે તેમાં સુવિધાઓ વધુ મળી રહી છે. 


 



 


અમદાવાદમાં ઘર કેટલું મોંઘુ, જુઓ 
અમદાવાદ પ્રતિ ચોરસ ફૂટની દૃષ્ટિએ સૌથી વધુ સસ્તું છે. શહેરમાં રહેણાંકની સરેરાશ કિંમતોમાં H1 2022 માં 2,900 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટથી H1 2023 માં 3,007 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ સુધી 4% નો વધારો જોવા મળ્યો હતો. આ કારણ પ્રોપર્ટીના વેચાણ ઘટવાનું પણ છે. લોકોને હવે ઘર મોંઘુ લાગી રહ્યું છે. 


 



 


કયા વિસ્તારો હોટ ફેવરિટ છે
એસજી હાઈવે, પ્રહલાદ નગર, બોપલ, થલતેજ, સાયન્સ સિટી હવે અમદાવાદીઓ માટે ઓલ્ડ ફેશન બન્યું છે. તેના કરતા હવે ગોતા, ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ જેવા વિસ્તારો અમદાવાદની પહેલી પસંદ બની રહ્યાં છે. એટલે એક સમયે પશ્ચિમ વિસ્તારોની બોલબાલા હતી, પરંતુ હવે લોકોને ઉત્તર અમદાવાદ પસંદ આવી રહ્યું છે. નવુ ઘર ખરીદનારા હવે ન્યૂ રાણીપ, ચાંદખેડા, મોટેરા, ત્રાગડ, વૈષ્ણવદેવી આસપાસ ઘર લેવાનું વધુ પસંદ કરે છે. રિપોર્ટના આંકડા અનુસાર, ઉત્તર અમદાવાદમાં મકાનોનું વેચાણ 29 ટકાથી વધીને 33 ટકા થયું છે. તો પશ્ચિમ અમદાવાદમાં વેચાણ 26 ટકા પર સ્થિર થઈ ગયું છે.