ઉદય રંજન/અમદાવાદ :એક મીનિટમાં 426 ટ્રેન ટીકિટ (Ticket) બુક કરાવવાનો મામલો સામે આવ્યો છે. IRCTCનો દાવો છે કે, અમદાવાદ (Ahmedabad)ના એક ટ્રાવેલ (Travel) બુકિંગ એજન્ટે એક મીનિટથી પણ ઓછા સમયમાં 426 રેલવે ટીકિટ (Indian Railway) બુક કરી દીધી છે. જે બાદ રેલવે પોલીસ (Railway Police) દોડતી થઈ છે. RPF દ્વારા ટીકિટ બુક કરનારા અમદાવાદના એજન્ટ (Agent) મોહસીન જલિયાવાલાની ધરપકડ કરાઈ છે. બુક કરવામાં આવેલ 426 ટિકીટમાંતી 139 પર હજી સુધી મુસાફરી કરવામાં આવી નથી. તેથી તેને બ્લોક કરી દેવાઈ છે. આ 139 ટિકીટની કિંમત 5.21 લાખ રૂપિયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્યપણે એક કન્ફર્મ ટીકિટ બુક કરાવવામાં 90 સેકન્ડ લાગે છે. પરંતુ અમદાવાદના એજન્ટે આ કારનામુ કેવી રીતે કર્યું તે ચોંકાવનારી વાત છે. સૂત્રો દ્વારા એવુ પણ જાણવા મળ્યું છે કે, કોઈ રેલવે અધિકારીની મીલીભગત વગર આ શક્ય નથી. અમદાવાદના મોહસીન જલિયાવાલા નામના બુકિંગ એજન્ટે એક મીનિટમાં 426 ટીકિટ બુક કરી દીધી છે. અમદાવાદના એજન્ટ મોહસીને 11.17 લાખ રૂપિયાની 426 ટીકિટ બુક કરી છે. RPF ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, આ બુકિંગ એજન્ટે એક ટીકિટ 30 થી 45 સેકન્ડમાં બુક કરી. તેમણે કહ્યું કે, કોઈ ખાનગી એજન્ટ તેના પર્સનલ આઈડી પરથી આટલી ટીકિટ બૂક કરી શકે નહી. પરંતુ આ બુકિંગ એજન્ટે ઘણાં પર્સનલ આઈડીનો ઉપયોગ કરી આટલી ટીકિટ બુક કરી છે. બુક કરવામાં આવેલી 426 ટીકિટમાંથી 139 ટીકિટની મુસાફરી હજી શરૂ થઈ નથી અને તેમને બ્લોક કરી દેવામાં આવી છે. પરંતુ આ રેકેટ કાઈ અલગ રીતે ચાલે છે તેની તપાસમાં આરપીએફ લાગ્યું છે. 


સુરત : પહેલા કેળાવાળા કાકાએ અને બાદમાં પાડોશીએ કિશોરી સાથે બળાત્કાર કર્યો


આ વિશે આરપીએફના તપાસ અધિકારી એસ.એસ. અહેમદે જણાવ્યું કે, મોહસીન જેવા અધધ રેલવે એજન્ટો રેડ મિર્ચી નામનો સોફ્ટવેરનો ઉપયોગ કરે છે. દેશભરમાં રેડ મીર્ચી સોફ્ટવેર વાપરનાર અને લોકોને ઉલ્લુ બનાવવાનાર એજન્ટોની સંખ્યા મોટી છે. એક સોફ્ટવેર જે સીધી જ રીતે IRCTCની સાઈટ હેક કરીને નકલી પીએનઆર બનાવે છે. આ મામલે અત્યાર સુધીમાં ઘણા એજન્ટો સામે કેસ થયા છે. પરંતુ સોફ્ટવેર હજુ ચાલુ છે. આરપીએફએ આરોપી મોહસીનની ધરપકડ કરી છે. પરંતુ મોહસીન જેવા હજારો એજન્ટો દરરોજ સરકારી ચૂનો ચોપડીને સરકારી તિજોરીને નુકશાન કરી રહ્યાં છે.


પાસે થી તપાસ અધિકારીઓ હજુ સોફ્ટવેર આપનાર અને ઇન્સ્ટોલ કરનાર લોકોની માહિતી મેળવી રહ્યા છે. આરોપી મોહસીન પાસે હજુ પણ ઘણા નકલી પીએનઆર હોવાની શંકા અધિકારીઓને છે. અગાઉ પણ બે કેસમાં મોહસીન સામે તપાસ શરૂ છે.


ઉલ્લેખનીય છે કે, એક તરફ જ્યાં રેલવે કહે છે કે તે ટિકીટ બુકિંગ પ્લેટફોર્મને સતત મજબૂત કરી રહી છે, જેથી કોઈ ખોટી રીતે ટિકીટ બુક ન કરી શકે. આ મામલે RCTCએ નવી સાઈટ પણ લોન્ચ કરી છે, પરંતુ હજી પણ રેલવેનું મેનેજમેન્ટ પરફેક્ટ નથી. જો કોઈ એજન્ટ એક મિનીટમાં 426 કન્ફર્મ ટિકીટ બુક કરી લે તો સામાન્ય લોકોને ટિકીટ મળવી મુશ્કેલ બની જશે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :