સુરત : પહેલા કેળાવાળા કાકાએ અને બાદમાં પાડોશીએ કિશોરી સાથે બળાત્કાર કર્યો

સુરત (Surat) ખાતે એક બળાત્કારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક તરૂણી ઉપર બે વ્યક્તિઓ દ્વારા બળાત્કાર (Rape) કરવામાં આવ્યો હતો. જેમાં તરૂણીને બળાત્કાર બાદ સાત માસનો ગર્ભ (Pregnancy) રહી ગયા બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે વિકૃત શખ્સો દ્વારા માસુમ બાળકોને શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહિ, તેમને ડરાવી ધમકાવીને તેમને ચૂપ કરાવવામાં આવે છે. આવી રીતે દેશભરમાં અનેક માસુમ બાળકો પીડિત હોવા છતાં ડરને માર્યે ચૂપ રહે છે. 
સુરત : પહેલા કેળાવાળા કાકાએ અને બાદમાં પાડોશીએ કિશોરી સાથે બળાત્કાર કર્યો

તેજશ મોદી/સુરત :સુરત (Surat) ખાતે એક બળાત્કારનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સામાં એક તરૂણી ઉપર બે વ્યક્તિઓ દ્વારા બળાત્કાર (Rape) કરવામાં આવ્યો હતો. જેમાં તરૂણીને બળાત્કાર બાદ સાત માસનો ગર્ભ (Pregnancy) રહી ગયા બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિવસેને દિવસે વિકૃત શખ્સો દ્વારા માસુમ બાળકોને શિકાર બનાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહિ, તેમને ડરાવી ધમકાવીને તેમને ચૂપ કરાવવામાં આવે છે. આવી રીતે દેશભરમાં અનેક માસુમ બાળકો પીડિત હોવા છતાં ડરને માર્યે ચૂપ રહે છે. 

સુરતના લિંબાયત વિસ્તારમાં એક તરૂણી ઉપર બળાત્કારની ઘટના એક અઠવાડિયા પહેલા સામે આવી હતી. બળાત્કારનો આ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. જેમાં તરૂણી દ્વારા એક કેળાવાળા અંકલ દ્વારા બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જોકે પોલીસ દ્વારા આ સમગ્ર મામલાને ગંભીરતાથી લીધા બાદ તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવતા માલૂમ પડ્યું કે, એક કેળાવાળા દ્વારા તો દોઢ વર્ષ પહેલા બળાત્કાર કરવામાં આવ્યો હતો. પરંતુ તરૂણીના પેટમાં તો સાત માસનો ગર્ભ હતો. એટલે પોલીસ પણ આ સમગ્ર મામલે ગૂંચવણમાં હતી. કિશોરીને ફરી પાછી પોલીસ દ્વારા વિશ્વાસમાં આવીને પૂછપરછ કરવામાં આવતા આ મામલે એક નવો જ ખુલાસો થયો હતો. 

આ મામલે જ્યારે સમગ્ર ઘટના બહાર આવી ત્યારે માલૂમ પડ્યું કે તરૂણી પેટમાં જે ગર્ભ છે તે સાત માસનો છે. આ સાત માસના ગર્ભ અને કેળાવાળા અંકલની થિયરીની જગ્યાએ પોલીસ દ્વારા ફરી તરૂણીને વિશ્વાસમાં લઇ પૂછપરછ કરાઈ હતી. જેમાં પાડોશમાં રહેતા રમેશ ઉર્ફે કેશારીલાલનું નામ સામે આવ્યું હતું. જોકે કેશારી લાલ દ્વારા તરૂણીને ધમકી આપી હોવાથી તરૂણી દ્વારા પહેલા કેળાવાળા અંકલના નામનું ગાણું ગાવામાં આવ્યું હતું. જોકે પોલીસ દ્વારા સઘન તપાસમાં કેળાવાળો જે શખ્સ હતો, જે સુરત છેલ્લા દોઢ વર્ષ પહેલા છોડી ચૂક્યો હતો. અને તેના દ્વારા પણ તરૂણી ઉપર દોઢ વર્ષ પહેલા બળાત્કાર ગુજરવામાં આવ્યો હતો. તેથી પોલીસે આ સમગ્ર મામલે બે ફરિયાદ નોંધી છે. પ્રથમ કેશારીલાલની ધરપકડ કરી છે, જ્યારે હજું કેળાવાળા શખ્સની ધરપકડ કરવાની બાકી છે તેવું ક્રાઈમ બ્રાન્ચના એસીપી આર.આર. સરવૈયાએ જણાવ્યું હતું. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news