અમદાવાદ: કાલુપુર સ્ટેશન પર રેલવે પોલીસ કરશે બેટરીથી ચાલત સેગવેથી પેટ્રોલિંગ
ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોને પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ માટે બેટરીથી ચાલતાટુ-વહીલર એટલે સેગવે આપવામાં આવ્યું છે. બેટરીથી ચાલતાં આ અનોખા સેગવેને જવાનો સરળતાથી પ્લેટફોર્મ પર એક ખૂણાથી બીજા ખૂણામાં પહોંચીને મુસાફરોની ફરિયાદનું નિરાકરણ અને રેલવે સ્ટેશનની સુરક્ષા કરી શકશે.
અમિત રાજપૂત/અમદાવાદ: ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશન ખાતે આરપીએફના જવાનોને પ્લેટફોર્મ પર પેટ્રોલિંગ માટે બેટરીથી ચાલતાટુ-વહીલર એટલે સેગવે આપવામાં આવ્યું છે. બેટરીથી ચાલતાં આ અનોખા સેગવેને જવાનો સરળતાથી પ્લેટફોર્મ પર એક ખૂણાથી બીજા ખૂણામાં પહોંચીને મુસાફરોની ફરિયાદનું નિરાકરણ અને રેલવે સ્ટેશનની સુરક્ષા કરી શકશે.
અમદાવાદ રેલવે સ્ટેશનનું દરેક પ્લેટફોર્મ લગભગ એક કિમી લાબું છે અને તેના લીધે જવાનો થાકી પણ જતાં હતા. જોકે સેગવેના આવ્યા બાદ આરપીએફના જવાનોની થકાવટ પણ ઓછી થશે. સેગવે પ્લેટફોર્મ ભરચક મુસાફરોની વચ્ચે ચલાવી શકાય છે. પોલિસની ગાડીઓમાં લાગતી સાયરનની જેમ જ સેગવેમાં લાઈટ અને સાયરન પણ લગાવવામાં આવી છે.
ઊંઝા APMC ચૂંટણીમાં વિકાસ પેનલની ભવ્ય જીતથી આશા પટેલનું વધશે કદ
અમદાવાદ કાલુપુર રેલ્વે સ્ટેશન પર ફરજ બજાવતા આરપીએફના અધિકારીઓને આ પ્રકારનું બેટરીથી ચાલતુ સેગવે આપવાથી પોલીસને રાહત થશે. અને પોલીસ મુસાફરોને પડતી મુશ્કેલીઓને ઝડપથી નિકાલ લાવી શકશે. ગુજરાતમાં પ્રથમ વખત અમદાવાદ રેલવેના પોલીસ અધિકારીઓને આ પ્રકાનું સેગવે આપવામાં આવ્યું છે.