ઊંઝા APMC ચૂંટણીમાં વિકાસ પેનલની ભવ્ય જીતથી આશા પટેલનું વધશે કદ

એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા APMC માંથી 21 વર્ષ બાદ ભાજપના દિગ્ગજ અને વરીષ્ઠ એવા નારાયણ પટેલના જૂથની કારમી હાર થઇ છે. નારાયણ પટેલ સમર્થિત વિશ્વાસ પેનલની હાર સાથે ઊંઝા એપીએમસી અને મહેસાણાના રાજકારણમાં આશા પટેલ જાયન્ટ કિલર સાબિત થયા છે. આશા પટેલ સમર્થિત પેનલના ભવ્ય વિજય સાથે હવે ઊંઝા પર આશા પટેલનો દબદબો જોવા મળશે તે નિશ્ચિત છે. જો કે આશા પટેલે આ જીતને ભાજપની જીત ગણાવી છે. 

Updated By: Jun 10, 2019, 06:34 PM IST
ઊંઝા APMC ચૂંટણીમાં વિકાસ પેનલની ભવ્ય જીતથી આશા પટેલનું વધશે કદ

બ્રિજેશ દોશી/અમદાવાદ: એશિયાની સૌથી મોટી ગણાતી ઊંઝા APMC માંથી 21 વર્ષ બાદ ભાજપના દિગ્ગજ અને વરીષ્ઠ એવા નારાયણ પટેલના જૂથની કારમી હાર થઇ છે. નારાયણ પટેલ સમર્થિત વિશ્વાસ પેનલની હાર સાથે ઊંઝા એપીએમસી અને મહેસાણાના રાજકારણમાં આશા પટેલ જાયન્ટ કિલર સાબિત થયા છે. આશા પટેલ સમર્થિત પેનલના ભવ્ય વિજય સાથે હવે ઊંઝા પર આશા પટેલનો દબદબો જોવા મળશે તે નિશ્ચિત છે. જો કે આશા પટેલે આ જીતને ભાજપની જીત ગણાવી છે. 

આશા પટેલ જાયન્ટ કિલર સાબિત થયા 
ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ભાજપના જ બે નેતાઓના સમર્થિત જૂથ સામે સામે હતા. જેને લઇને વર્ષો બાદ એપીએમસીના રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો હતો. ગત જાન્યુઆરી મહિનામાં એપીએમસીના મતદારોને લઇને વિવાદ થયા બાદ સમગ્ર મામલો કોર્ટમાં ગયો હતો. અને કોર્ટના આદેશ બાદ 9 જૂને ચૂંટણી યોજાઇ હતી. જેમાં આશાબેન પટેલ સમર્થિત વિકાસ પેનલ અને નારાયણ પટેલ સમર્થિત વિશ્વાસ પેનલ આમને સામને હતા. ગઇકાલે 95 ટકાથી વધુ મતદાન થયા બાદ આજે મતગણતરી યોજાઇ હતી. અને શરુઆતથી જ વિકાસ પેનલનું પલડું ભારે રહ્યું હતું.

સુરત : શાળાના પહેલા જ દિવસે શિક્ષકે કરેલી વિદ્યાર્થીનીની છેડતીનો ભાંડો ફૂટ્યો

એપીએમસીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની થશે નિયુક્તિ
દિનેશ પટેલની આગેવાનીમાં વિકાસ પેનલનો ભવ્ય વિજય થયો હતો જેમાં દિનેશ પટેલ અને શિવમ પટેલને સૌથી વધુ મત મળ્યા હતા. ખેડૂત વિભાગમાં વિકાસ પેનલના તમામ 8 સભ્યોની જીત થતાં એપીએમસી પર તેમનું શાસન નિશ્ચિત થઇ ગયું હતું. જો કે વેપારી પેનલમાં વિકાસ પેનલ તૂટી હતી. અને 2 અપક્ષોનો વિજય થયો હતો. આમ કુલ 15 ડિરેક્ટરોમાંથી વિકાસ પેનલના 10 ડિરેક્ટરો ચૂંટણી જીત્યા અને 2 અપક્ષ ડિરેક્ટરો જીત્યા. જ્યારે 3 ડિરેક્ટરના પદ નોમીનેટેડ હોય છે. આ તમામ 15 ડિરેક્ટરોની બેઠક આગામી એક સપ્તાહમાં મળશે જેમાં એપીએમસીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિયુક્તિ કરવામાં આવશે. 

એક હથ્થા શાશનથી ખેડૂતો હતા નારાજ
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા આશા પેટલે વિધાનસભાની પેટા ચૂંટણી જીત્યા બાદ એપીએમસીમાં તેમના સમર્થિત જૂથની જીતને ભાજપ અને મતદારોની જીત ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે વિશ્વાસ પેનલ સામે મતદારોમાં નારાજગી હતી અને નારાયણ પટેલના એકહથ્થું મનમાનીવાળા શાસનથી ખેડૂતો અને વેપારીઓ નારાજ હતા જેના કારણે વિકાસ પેનલ પર ભરોસો મૂક્યો. આગામી દિવસોમાં ખેડૂતોના પ્રશ્નો અને તેમના વિકાસ માટે એપીએમસીના હોદ્દેદારો કામ કરશે અને સરકાર સાથે મળીને તેમનું કામ પૂરુ કરવામાં પોતે પણ સહયોગ કરશે તેવો દાવો કર્યો હતો. જો કે તેમણે આ જીત પોતાના કારણે નહિ પરંતુ ભાજપની વિચારધારા અને વિશ્વાસની છે. ભાજપના સૌનૌ સાથ સૌના વિકાસને લઇને તેઓ આગળ વધશે તેવો દાવો કર્યો હતો.

કાકાજી સસરાના પ્રેમમાં પડેલી બહેનની ભાઈએ કરી હત્યા, મારીને લાશ પાસે બેસી રહ્યો

આગામી દિવસો ખેડૂતો માટે હશે ફાયદાકારક 
ઊંઝા એપીએમસીના ચૂંટણીમાં વિકાસ પેનલની જીત માટે એક સમયે નારાયણ પટેલના સહયોગી અને ખાસ મનાતા શિવમ રાવલે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી. તેમના કારણે જ ઊંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં આશાબેન પટેલની ભવ્ય જીત થઇ અને હવે એપીએમસીની ચૂંટણીમાં પણ વિકાસ પેનલને ભવ્ય જીત મળી. ભાજપના સ્થાનિક નેતા હોવાની સાથે શિવમ રાવલ સહકારી ક્ષેત્રના આગેવાન રહ્યા છે. તેમણે પરિણામો જાહેર થયા બાદ તરત જ દિનેશ પટેલને ચેરમને ઘોષિત કરી દીધા હતા. દિનેશ પટેલના સહયોગી તરીકે હવે તેઓ વાઇસ ચેરમેન બનશે તે પણ નિશ્ચિત છે ત્યારે બંને આગેવાનો એપીએમસીના વિકાસને પ્રાથમિકતા આપવાની વાત કરી તો સાથે જ આગામી દિવસોમાં ખેડૂતોને વધુમાં વધુ મદદ કરવાનો દાવો કર્યો.

APMCમાં જીત બાદ આશાબેન પટેલનું કદ વધ્યું
ઊંઝા એપીએમસી માર્કેટ યાર્ડ ગુજરાતમાં આર્થિક રીતે સૌથી મજબૂત માર્કેટિંગ યાર્ડ છે. અહીંથી અબજો રૂપિયાના જીરાની વિદેશમાં નિકાસ થાય છે. વર્ષે અબજો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા ઊંઝા એપીએમસીમાં વિકાસ પેનલના શાસન બાદ હવે સમગ્ર જીલ્લામાં આશાબેન પટેલનું કદ સીધી રીતે વધ્યું છે. આશાબેન પટેલ કોંગ્રેસ છોડીને આવ્યા બાદ ભાજપમાં જોડાયા અને પેટા ચૂંટણી જીત્યા અને એપીએમસીની જીત બાદ તેમને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ શુભેચ્છા પાઠવી હતી ત્યારે એ વાત સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં ભાજપમાં પણ આશાબેન પટેલનો દબદબો જોવા મળશે.