અમદાવાદઃ  કાલુપુર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 12 પાસે આવેલી ટીટી રેસ્ટિંગ રૂમ અને વેઇટિંગ રૂમની છત ધરાશાયી થવાની ઘટના બની છે. ટીકીટ ચેકર રૂમમાં આરામ કરી રહ્યો હતો ત્યારે એકાએક છતનો ભાગ તૂટી પડે છે. છત પડતા ટીકીટ ચેકર ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે વેઇટીંગ રૂમની છત પડવાને લઇ રેલ્વે વિભાગની લાલીયાવાડી છતી થઇ છે. આટઆટલા રૂપિયાઓ ખર્ચાયા છતા મુસાફરોને પ્રાથમિક સુવિધાઓ તો પ્રાપ્ત થઇ શકતી નથી. પરંતુ આવી ઘટનાઓને લઇ મુસાફરોના જીવ પણ જોખમમાં મુકાઇ જતા હોય છે.  રેવલેમાં કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતા રેલવે વિભાગની પ્રાથમિક સુવિધા આપવાની ઉદાસીનતા કે કટકી ખાવાની નીતિના લીધે અવારનવાર આવી ગંભીર ઘટનાઓ બનતી રહે છે.  


રેલવે સ્ટેશનમાં વેઈનિંટગ રૂપમની સ્થિતિ ખરાબ
અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના રેઈટિંગ રૂમની છત પડવાની ઘટના બની હતી. દરરોજ લાખો લોકો અમદાવાદ સ્ટેશનથી મુસાફરી કરતા હોય છે. ત્યારે રેલવેની બેદરકારી સામે આવી છે. સ્ટેશન પર ઘણા રૂમ ધરાશાયી થવાની સ્થિતિમાં છે. ત્યારે મુસાફરો માટે જોખમની વાત છે. રેલવે તંત્ર તાત્કાલિક આવી જર્જરીત વસ્તુનું સમારકાર કરાવે તે જરૂરી છે. રેલવેને દર વર્ષે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે. પરંતુ અહીં તંત્રને બેદરકારી દેખાઈ રહી છે.