હવે અમદાવાદનો વારો! SG હાઇવે, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ
સામાન્ય વરસાદમાં જ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પાલડીના જલારામ અંડરપાસમાં બે સ્થળે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાવા ઉપરાંત RCCનું સ્ટ્ર્કચર પણ તૂટી ગયું અને સળિયા દેખાવા લાગ્યા છે.
Ahmedabad heavy Rains: અમદાવાદ શહેરમાં ગાજવીજ સાથે મેઘરાજાનું આગમન થયું છે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેમાં બપોર બાદ SG હાઇવે, ગોતા, બોપલ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી.
દક્ષિણ ગુજરાતના જામ્યો વરસાદી માહોલ; બપોર બાદ આ જિલ્લામાં તો ભૂક્કા બોલાવી દીધા!
આ સિવાય શહેરના સેટેલાઈટ,જુહાપુરા, વેજલપુર, એસજી હાઈવે, આનંદ, અને પ્રહલાદનગર સહિતના વિસ્તારમાં બપોર પછી વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દક્ષિણ ગુજરાત પછી હવે મધ્યગુજરાતમાં વરસાદનું આગમન થઈ ગયું છે. લોકો વરસાદમાં મજા માણી રહ્યા છે.
ફરી ચાલશે સુરતની લોબી! પૂર્ણેશ મોદીનું કદ વધશે, ટૂંક સમયમાં સોંપાશે મોટી જવાબદારી
સામાન્ય વરસાદમાં જ અમદાવાદ શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. પાલડીના જલારામ અંડરપાસમાં બે સ્થળે પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પાણી ભરાવા ઉપરાંત RCCનું સ્ટ્ર્કચર પણ તૂટી ગયું અને સળિયા દેખાવા લાગ્યા છે. ત્રણ માસ પહેલા જ આ અંડરપાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયું હતું.
ગુજરાતમાં આવી શકે છે પૂર! આ વિસ્તારોમાં તૂટી પડશે સાંબેલાધાર, અંબાલાલની ઘાતક આગાહી
દક્ષિણ ગુજરાતમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં સાયકલોની સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આજે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. 5 જિલ્લામાં ઓરેન્જ તેમજ અન્ય જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે. આજે વહેલી સવારથી સુરત સહિત દ.ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે. સવારે 6 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 100 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સુરત સહિત 10 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ આગાહી વાંચીને અમદાવાદીઓ થઈ જશે ખુશખુશાલ! જાણો કઈ તારીખથી પડશે ભારે વરસાદ