ચોમાસા પહેલાં અમદાવાદનો આ વિસ્તાર બોટમાં ફેરવાયો, પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી
તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) એ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્ર (Saurashtra) ના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે.
અર્પણ કાયદાવાલા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) જિલ્લામાં તૌક્તે વાવાઝોડાની સંભવિત અસરોના કારણે આગામી 6 થી 8 કલાક મહત્વના હોવાનું જિલ્લા કલેક્ટર સંદિપ સાગલેએ જણાવ્યું છે. જિલ્લા કલેકટરે આ સંદર્ભે નાગરિકોને બીનજરૂરી ઘરની બહાર ન નીકળવા માટે અપીલ કરી છે.
તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) એ ધારણા કરતા વધુ તબાહી સર્જી છે. માત્ર સૌરાષ્ટ્ર (Saurashtra) ના જ જિલ્લાઓ નહિ, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ તેની અસર દેખાઈ છે. ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા છે. મકાનોની છત અને પતરા ઉડી ગયા છે. વીજ પોલ તૂટી પડ્યા છે. તો વાહનોને નુકસાન પહોંચ્યું છે. સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થયાં છે. વાહનોનો કચ્ચરધાણ નીકળી ગયો છે.
Tauktae Cyclone: અમદાવાદ જિલ્લા માટે મહત્વના છે આગામી ૬ થી ૮ કલાક, જાણો હાલની સ્થિતિ
ત્યારે વાવાઝોડાની પગલે અમદાવાદમાં ગઇકાલથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં તૌક્તે વાવાઝોડા (Tauktae Cyclone) ને લઇને અમદાવાદ (Ahmedabad) ના પૂર્વ વિસ્તારમાં વરસાદ ખાબકતાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. હાટકેશ્વર સર્કલ પર ઉર ઉનાળે ચોમાસાના વરસાદ પહેલાં બેટમાં ફેરવાયું છે. ખોખરાની ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં પાણી ભરાયા છે. રસ્તાઓ પાણીમાં ગરકાવ થઇ ગયા છે.
આજે સવારથી જ સતત પડી રહેલા વરસાદના લીધે પૂર્વ વિસ્તારની સ્થિતિ બગડી જાય છે. આસપાસની અનેક સોસાયટીઓમાં પાણી ફરી વળ્યા છે. તો હાટકેશ્વર સર્કલ પર કોરોનાના ટેસ્ટિંગ ડોમ પર હવામાં ફંગોળાઇ જતાં ધરાશાયી થઇ ગયા હતા.
વલસાડ જિલ્લામાં કેરીના પાકને નુકસાન, ખેડૂતો રોવાનો વારો આવ્યો
આ ઉપરાંત અમદાવાદના વેજલપુરમાં અનેક સોસાયટીમાં ધૂંટણસમા પાણી ભરાયા છે. અમદાવાદ (Ahmedabad) માં અનેક વિસ્તારોમાં વરસાદને કારણે પાણી ભરાઇ ગયા હતા તેમજ ગટરો ઉભરાઇ જવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. સાબરમતી (Sabarmati) નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.
આજે રાત્રે બનાસકાંઠા થઈને રાજસ્થાનમાં જશે વાવાઝોડું
હવામાન ખાતાના લેટેસ્ટ અપડેટ મુજબ, વાવાઝોડું નબળુ પડી રહ્યું છે. હાલ 105 કિમી પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમ જેમ વાવાઝોડું (Cyclone Tauktae) આગળ વધી રહ્યુ છે તેમ તેમ તે નબળુ પડી રહ્યુ છે. વાવાઝોડું પાટણ શહેરની મધ્યમાં થઇને ગુજરાતના છેક છેવાડે આવેલા બનાસકાંઠા જિલ્લા સુધી જશે. બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે બપોરે પ્રવેશ કરશે. તેમજ રાત્રીના 11 થી 12 કલાકની વચ્ચે રાજસ્થાનમાં પ્રવેશ કરશે. એટલે કે આજે રાત્રે ગુજરાત પરથી આ સંકટ દૂર થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube