વલસાડ જિલ્લામાં કેરીના પાકને નુકસાન, ખેડૂતો રોવાનો વારો આવ્યો

ગયા વર્ષે લોકડાઉન (Lockdown) અને આ વખતે પણ મીની લોકડાઉન જેવો માહોલ અને ત્યારબાદ હવે આ તૌક્તે (Tauktae) આફતને પગલે બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.

Updated By: May 17, 2021, 04:09 PM IST
વલસાડ જિલ્લામાં કેરીના પાકને નુકસાન, ખેડૂતો રોવાનો વારો આવ્યો

ઉમેશ પટેલ, વલસાડ: વાવાઝોડાની આગાહીને પગલે વલસાડ જિલ્લાનું તંત્ર સજ્જ છે. ગઈકાલે સાંજથી જ વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ભારે વરસાદવરસ્યો હતો. સાથે જ જિલ્લા સાંજના સમયે જિલ્લાના ધરમપુર કપરાડા પારડી વાપી અને ઉંમરગામ સહિતના તમામ તાલુકાઓમાં તોફાની પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે તોફાની વાતાવરણમાં વલસાડ જિલ્લાના સૌથી મોટા પાક એવા કેરીના પાકને વ્યાપક નુકશાન થયું છે.

જિલ્લાના ધરમપુર-કપરાડા વાપી (Vapi) વલસાડ પારડી અને ઉંમરગામ (Umargam) વિસ્તારમાં આવેલી આંબાવાડીઓમાં કેરીનાં તૈયાર થવા આવેલો પાક ખરી પડ્યો છે. જેને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. 

વાવાઝોડાના પગલે વલસાડના 84 ગામોમાં એલર્ટ જાહેર, 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ

મહત્વપૂર્ણ છે કે વલસાડ (Valsad) જિલ્લામાં 45 હજાર હેક્ટર વિસ્તારમાં કેરી (Mango) નો પાક લેવામાં આવે છે અને અત્યારે કેરીની સીઝન ચાલી રહી છે. આંબાવાડીઓમાં કેરી તૈયાર થવાના સમયે જ ગઇકાલે વરસાદી વાતાવરણ અને વાવાઝોડા (Cyclone) જેવા માહોલમાં વરસાદ વરસ્યો હતો. જેને કારણે કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે. જેથી ખેડૂતો (Farmer) ને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

કારણ કે બગડી ગયેલા કેરીના પાકના ભાવ પણ ઓછા આવી શકે છે. ગયા વર્ષે લોકડાઉન (Lockdown) અને આ વખતે પણ મીની લોકડાઉન જેવો માહોલ અને ત્યારબાદ હવે આ તૌક્તે (Tauktae) આફતને પગલે બદલાયેલા વાતાવરણને કારણે ખેડૂતોને ડબલ માર સહન કરવાનો વારો આવ્યો છે.

તૌકતે વાવાઝોડાના પગલે 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો, 6 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ

આથી વલસાડ (Valsad) જિલ્લાના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. હજુ પણ જો વાવાઝોડાની વધુ અસર થાય અને જિલ્લામાં 100 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાય અને ભારે વરસાદ વરસે તો બાકી બચેલો ભાગ પણ ખરી પડે સાથે આંબાવાડીઓમાં આંબાના ઝાડ પણ ઉખડી શકે તેવી પરિસ્થિતિ છે. 

જો આવી પરિસ્થિતિ સર્જાય તો વલસાડ જિલ્લાના ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો આવી શકે છે. અને ખેડૂતોએ મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આથી વલસાડ જિલ્લામાં વાવાઝોડાને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને કારણે વલસાડ જિલ્લાના ખેડૂતોના શ્વાસ અધ્ધર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube