Ahmedabad Rathyatra 2023 : આજે અમદાવાદમાં રંગેચંગે ભગવાન જગન્નાથજીની 146 રથયાત્રા નીકળી છે. રથયાત્રા પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન માટે ખાસ પ્રસાદ મોકલ્યો છે. વર્ષોની પરંપરા મુજબ પ્રધાનમંત્રી દ્વારા ભગવાનને ધરાવવા માટે જાંબુ, મગ અને કેરીનો પ્રસાદ મોકલવામાં આવે છે. ત્યારે સૌથી વધુ ઉન્માદ તો અમદાવાદના સરસપુરમાં જોવા મળ્યો છે. કારણ કે, રથ નિજ મંદિરથી નીકળીને મોસાળમાં મામાના ઘરે આવશે. ત્યારે સરસપુરની ગલીઓમાં ભાણેજને આવકારવાની તમામ તૈયારીઓ થઈ રહી છે. ખાસ કરીને સરસપુરવાસીઓ ભગવાન જગન્નાથની રથયાત્રા આવે તે પહેલાં તેમના સ્વાગતમાં રસ્તાઓ ધોઈ રહ્યા છે. ભગવાન ખુદ ભાણેજ બનીને આવી રહ્યાં છે, ત્યારે સરસપુરવાસીઓ તેના સ્વાગતની તૈયારીઓમાં લાગી ગયા છે. 


અષાઢી બીજે આજે અમી છાંટણા થશે કે નહિ, આવી છે અંબાલાલ પટેલની વરસાદની આગાહી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન ખુદ ભાણેજ બની મોસાળમાં આવી રહ્યા છે ત્યારે સરસપુરવાસીઓમાં તેમના સ્વાગત માટે થનગનાટ જોવા મળી રહ્યો છે.  અમદાવાદની પોળમાં રસોડાની કામગીરીમાં સૌ લોકો જોડાયા છે. ભાણેજ માટે અલગ અલગ પકવાન પૂરી, મોહનથાળ અને ફૂલવડીની સુગંધથી આખું સરસપુર મહેકી ઉઠ્યું છે. ભગવાનની સાથે આવનારા તમામ ભક્તોનું ઉમળકાભેર સ્વાગત કરવામા આવશે. તમામને જમાડવામાં આવશે. 


આજે ભુલથી પણ અમદાવાદના આ રસ્તાઓ પર ગયા તો સો ટકા ફસાયા સમજો, કારણ કે..


આજે ભાણેજને જમવામાં શું મળશે 
રથયાત્રાના આગળમાં દિવસે પુરી, ફૂલવડી, લાડુ તૈયાર કરવામાં આવે છે. જ્યારે રથયાત્રાના દિવસે વહેલી સવારે શાક, દાળ અને ભાત તૈયાર કરવામાં આવે છે. આગલા દિવસે પુરી બનાવવાનું કાર્ય કરવામાં આવે છે અને રથયાત્રાના દિવસે પરોઢીયે શાક બનાવવામાં આવે છે. દર વર્ષે ભગવાનને અહીંથી જ સુખડીનો ભોગ ચઢાવવામાં આવે છે. અહી હજારો લોકો જમે છે, પરંતુ ક્યારેય ભગવાનની પ્રસાદી ખૂંટતી નથી. 


Rathyatraa 2023 : ભગવાન જગન્નાથ નીકળ્યા નગરચર્યાએ, નાથને જોઈ ભક્તોએ ધન્યતા અનુભવી



સરસપુરની સુખડી વખાણાય
નગરના નાથ માટે સરસપુરના આંબલીવાળાની પોળમાં ખાસ ભોગ તૈયાર કરવામાં આવે છે. ભગવાન માટે સુખડીનો ભોગ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભગવાનને પ્રિય તેવી ખીર, તેમજ તેને મીઠો ભાત અને વિવિધ પ્રકારના ભાતના મિષ્ટાન અને મગ પણ ખાસ  તૈયાર કરવામાં આવે છે. સાથે માટીની જારીમાં ભગવાનને યમુનાના જળ ભગવાન માટે લઈ જવામાં આવે છે. આ ભોગ ખાસ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. વાજતેગાજતે આ ભોગ લઈ જવામાં આવે છે.