અમદાવાદીઓ હવે ફટાફટ ટેક્સ ભરી દેજો! પ્રોપર્ટી ટેક્સમાં AMCની સૌથી મોટી આ યોજના લાગુ!
Ahmedabad Property Tax: અમદાવાદમાં કેટલાય લોકોને પ્રોપર્ટી ટેક્સ બાકી છે. તેમના માટે આ સમાચાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે AMC દ્વારા આજથી પોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રહેણાંકના ટેક્સમા વ્યાજમાં 75 ટકા રાહત મળશે
Ahmedabad Property Tax: અમદાવાદમાં જેમનો મિલકત વેરો બાકી હોય તેમના માટે વ્યાજ માફીની સ્કીમ અમલમાં આવી છે. રહેણાંક મિલકતના વેરામાં 75 ટકા તો કોમર્શિયલમાં 60 ટકા રાહત આપવામાં આવશે. જ્યારે ચાલી, ઝૂંપડપટ્ટીના બાકી ટેક્સ પરના વ્યાજમાં 100 ટકા રિબેટ મળશે. જો કોઈનો 2023-24ના ટેક્સ બાકી હશે તો તેમને રિબેટ સ્કીમ લાગૂ નહીં પડે. આ વ્યવસ્થાનો લાભ અમદાવાદના લોકો 31 માર્ચ સુધી લઈ શકશે.
ગુજરાતીઓ માટે રોજગારીની ઉત્તમ તક બનશે આ પાર્ક, 22મીએ PM મોદી કરશે ખાતમુહૂર્ત
વાત જાણે એમ છે કે, અમદાવાદમાં કેટલાય લોકોને પ્રોપર્ટી ટેક્સ બાકી છે. તેમના માટે આ સમાચાર મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવે AMC દ્વારા આજથી પોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના શરૂ કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને રહેણાંકના ટેક્સમા વ્યાજમાં 75 ટકા રાહત મળશે જ્યારે કોમર્શિયલ ટેક્સમાં 60 ટકા રાહત મળશે. આ તરફ ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સના વ્યાજમાં 100 ટકા રિબેટ મળશે.
આ દ્રશ્યોએ વિકસિત દાવાઓની પોલ જ ખોલી નાંખી! કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?
જોકે મહત્વનું છે કે, 2023-24ના ટેક્સ આપવાના બાકી હોય તેને રિબેટ યોજના લાગુ નહિં પડે. બાકી પ્રોપર્ટી ટેક્સમાં રહેણાંકના ટેક્સમાં વ્યાજમાં 75 ટકા રાહત મળશે. આ સાથે કોમર્શિયલ ટેક્સમાં 60 ટકા રાહત મળશે. તો વળી ચાલી અને ઝૂંપડપટ્ટીના ટેક્સમાં વ્યાજમાં 100 ટકા રિબેટ આપવાનું આયોજન કરાયુ છે.
ગોઝારો ગુરૂવાર! પાટણમાં એક જ દિવસમાં 2 મોટા અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત