આ દ્રશ્યોએ સરકારના વિકસિત દાવાઓની પોલ જ ખોલી નાંખી! કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?

સરકારના વિકસિત ગુજરાતના દાવાઓની જાણે આ દ્રશ્યોએ પોલ જ ખોલી નાંખી છે. વિદ્યાર્થીઓને કેવી જોખમી મુસાફરી કરાવવામાં આવે છે તે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. ઘેટા-બકરાને જે રીતે વાહનમાં ભર્યા હોય તેનાથી પણ ખરાબ સ્થિતિમાં માલવાહક વાહનમાં વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે.

આ દ્રશ્યોએ સરકારના વિકસિત દાવાઓની પોલ જ ખોલી નાંખી! કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ?

ઝી બ્યુરો/પાટણ: રાજ્યના અંતરિયાળ વિસ્તારમાં એસ.ટી બસો પહોંચતી નથી. અને બસો પહોંચતી ન હોવાને કારણે અનેક લોકોને જોખમી સવારી કરવી પડે છે. ગઈકાલે બનાસકાંઠામાં માલવાહક વાહનમાં વિદ્યાર્થીઓ ભરીને લઈ જવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી હતી. ત્યાં આજે પાટણ જિલ્લામાંથી ખાનગી ટ્રેકમાં વિદ્યાર્થીઓને ઘેટા-બકરાંની માફક ભરીને લઈ જવામાં આવ્યા. બે દિવસમાં બનેલી આ બે ઘટનાઓથી સરકારી તંત્ર સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે.

સરકારના વિકસિત ગુજરાતના દાવાઓની જાણે આ દ્રશ્યોએ પોલ જ ખોલી નાંખી છે. વિદ્યાર્થીઓને કેવી જોખમી મુસાફરી કરાવવામાં આવે છે તે અહીં સ્પષ્ટ જોઈ શકાય છે. ઘેટા-બકરાને જે રીતે વાહનમાં ભર્યા હોય તેનાથી પણ ખરાબ સ્થિતિમાં માલવાહક વાહનમાં વિદ્યાર્થીઓને ભરવામાં આવ્યા છે. બનાસકાંઠાના ભાભર તાલુકાની એક પ્રાથમિક શાળાના 50 બાળકોને પીકઅપ ગાડીમાં ભરીને લાવવામાં આવ્યા હતા. ત્યાં પાટણના મસાલી ગામની શાળાના બાળકોને પણ ખાનગી ટ્રકમાં બહાર લઈ જવામાં આવ્યા. એજ્યુકેશન ટુરના નામે મિની ટ્રકમાં ભરીને વિદ્યાર્થીઓને ફરવા માટે લઈ જવાયા.

બનાસકાંઠા બાદ પાટણમાંથી સામે આવેલી આ ગંભીર ઘટનાને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને આ રીતે કોની મંજૂરીથી ટ્રકમાં લઈ ગયા?...કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદારી લેતું?, શું મસાલી ગામના સંચાલકોને વડોદરાની ઘટનાની જાણ નથી? શું જિલ્લા શિક્ષણ અધિકારી પાસે કોઈ મંજૂરી લેવામાં આવી હતી? જો મંજૂરી નથી લીધી તો કોની જવાબદારીથી આવી જોખમી મુસાફરી કરાવવામાં આવી. ક્યારે શાળાના સંચાલકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે?, આ મામલે અમે શિક્ષણ અધિકારીનો પણ સંપર્ક કર્યો. શિક્ષણ અધિકારીએ કંઈ આવા જવાબ આપ્યા.

  • શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓને આ રીતે કોની મંજૂરીથી ટ્રકમાં લઈ ગયા?
  • કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો કોણ જવાબદારી લેતું?
  • શું મસાલી ગામના સંચાલકોને વડોદરાની ઘટનાની જાણ નથી?
  • શું જિલ્લા શિક્ષણ અધિકારી પાસે કોઈ મંજૂરી લેવામાં આવી હતી?
  • જો મંજૂરી નથી લીધી તો કોની જવાબદારીથી આવી જોખમી મુસાફરી કરાવી?
  • ક્યારે શાળાના સંચાલકો પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવશે?

રાજ્યનું પરિવહન મંત્રાલય મોટા મોટા દાવા કરે છે કે અમારી એસ.ટી બસ ગુજરાતના તમામ વિસ્તાર સુધી પહોંચે છે. પરંતુ આ દાવાઓને ઉત્તર ગુજરાતમાં બે દિવસમાં સામે આવેલી બે ઘટનાઓએ પોકળ કરી નાંખ્યા. કારણ કે બનાસકાંઠા અને પાટણ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં એસ.ટી પહોંચતી નથી તે સાબિત થઈ ગયું છે. જો બસ પહોંચતી હોય તો વિદ્યાર્થીઓને આ રીતે માલવાહક વાહનમાં બેસાડવા ન પડતા. સમયસર અને જેટલી જરૂર છે તેટલી બસો આ વિસ્તારમાં આવતી ન હોવાથી વિદ્યાર્થીઓને સાથે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એસ.ટીના અભાવે સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ આવી જોખમી મુસાફરી કરવા મજબૂર છે. 

ગુજરાતમાં ઘણા અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. તેમાંથી વડોદરાના હરણી બોટકાંડની ઘટના ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તંત્રની ભૂલને કારણે 12 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકો મોતને ભેટ્યા હતા. આ ઘટના પછી શાળાઓ કેમ હજુ સુધરવાનું નામ નથી લઈ રહી તે પણ એક સવાલ છે. આશા રાખીએ કે સરકાર અંતરિયાળ વિસ્તારમાં એસ.ટી બસોની સંખ્યા વધારશે. કારણ કે એસ.ટીની સવારી સલામત ગણવામાં આવે છે. જોવું રહ્યું કે સરકારનો પરિવહન વિભાગ ક્યારે ગુજરાતના દરેક ગામડા સુધી એસ.ટીની સુવિધા પહોંચાડે છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news