અમદાવાદ :જે રાઈડમાં લોકો આનંદ-મસ્તી કરવા માટે બેસતા હોય છે, તે જ રાઈડ તેમના માટે મોતનો કૂવો બની. સુરતના તક્ષશીલા આગકાંડમાં તંત્રની બેદરકારીનો કિસ્સો હજી તાજો જ છે, ત્યાં અમદાવાદની રાઈડ દુર્ઘટનામાં રૂપાણી સરકાર સામે વધુ એક પ્રશ્નાર્થ મૂકાયો છે. આખરે કેમ ગુજરાતમાં અધિકારીઓ, સંચાલકોને છુટ્ટો દોર મળી ગયો છે, જેનો ભોગ કેટલાક નિર્દોષો બને છે. તેમ છતાં મોતના આ સોદાગરો ખુલ્લેઆમ ફરતા જોવા મળે છે, જવાબદાર અધિકારીઓનો વાળ પણ વાંકો થતો નથી, અને મૃતકોના પરિવારોનું મોઢુ બંધ કરવા તેમને સહાયના નામે રોકડુ પરખાવી દેવાય છે. લોકો પણ સરળતાથી સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ફોટો-વીડિયો જોઈને ધડીક બળાપો ઠાલવે છે અને બાદમા ‘અમને શું’ એવો જવાબ મનોમન આપીને ઘટનાને ભૂલી જાય છે. ત્યારે સવાલ એ છે કે ક્યાં સુધી નિર્દોષોની મોતનો સિલસિલો અટકશે. કાંકરિયા રાઈડ અકસ્માતમાં 3નો ભોગ લેનાર અને 29 લોકોને હોસ્પિટલની પથારીએ પહોંચાડનાર રાઈડને સેફ્ટી રિપોર્ટમાં પણ તે અનસેફ હોવાનું જણાવાયું હતું. તેમ છતાં કોઈ પગલા લેવાયા ન હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કાંકરિયા રાઈડ અકસ્માત : 3નો ભોગ લેવાયા બાદ 5 લોકો સામે ગુનો નોંધાયો


6 જુલાઈએ સેફ્ટી રિપોર્ટ આવ્યો હતો
જે રાઈડ ગઈકાલે તૂટી પડી હતી, તેના 6 જુલાઈએ જ સેફ્ટી રિપોર્ટ લેવાયા હતા, જેમાં રાઈટના નટબોલ્ટ બદલવા અંગે તથા અન્ય ત્રણ બાબતોની તપાસ અંગે પણ રિપોર્ટમાં સૂચના આપવામાં આવી હતી. પણ, સવાલ એ છે કે, શું આ રિપોર્ટ બાદ પાર્ટસમાં ચેન્જિસ કરાયા છે કે નહિ. અકસ્માત બાદ રાઈડના સંચાલક ઘનશ્યામ પટેલે દાવો કર્યો છે કે, વેકેશન પહેલા નટબોલ્ટ બદલ્યા હતા. 


Photos : કુદરતે ગુજરાતના આ ધોધ પાસે છુટ્ટા હાથે સૌંદર્ય વેર્યું છે, ચોમાસામાં પહોંચી જાય છે હજારો પર્યટકો


કાંકરિયા રાઈડ અકસ્માત બાદ શું કહ્યું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ? જુઓ


તો બીજી તરફ, ઘનશ્યામ પટેલે મૃતકો અને ઈજાગ્રસ્તોને જાતે વળતર ચૂકવી દેવાની પણ વાત કરી હતી. ઘટના બાદ તેણે નફ્ફટાઈથી કહ્યું હતું કે, અમારી પાસે 1 કરોડનો વીમો છે અને તેમાંથી અમે મૃતકો અને ઈજાગ્રસ્તોને વળતર આપી દઈશું. 


FSL દ્વારા રાઈડની થશે તપાસ
કાંકરિયાની ડિસ્કવરી રાઈડ પડવાનો મામલે FSL દ્વારા રાઈડની તપાસ કરવામાં આવશે. રાઈડને નીચે ઉતારવા હાઇડ્રોલિક ક્રેન મંગાવવામાં આવી છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :