સંજય ટાંક/અમદાવાદ: જ્યાં ચાહ છે ત્યાં જ રાહ છે. આ ઉક્તિને સાર્થક કરી છે અમદાવાદના રિક્ષાચાલકના તેજસ્વી તારલાએ. ધોરણ 10નું પરિણામ જાહેર થયું અને તેમાં રિક્ષાચાલકનો દીકરો એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. રીક્ષા ચાલકનો આ તેજસ્વી વિદ્યાર્થી ભવિષ્યમાં ડોક્ટર બનવાનું સપનું સેવી રહ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધોરણ 10નું પરિણામ : ગુજરાતી કરતાં અંગ્રેજી વિષયમાં વિદ્યાર્થીઓએ મેદાન માર્યું 


અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતા બાવાની ફેઝાને ધોરણ 10માં 91 ટકા અને 99.39 પર્સેન્ટાઈલ મેળવી પરિવારનું ગૌરવ વધાર્યુ છે. અમદાવાદના રાયખડ વિસ્તારમાં રહેતા ફારુખભાઈ વર્ષોથી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ઓછી આવક છતાં પોતાના દિકરા અને દીકરીને ભણાવીને ડોક્ટર બનાવવાનું સપનું તેઓ જોઈ રહ્યાં છે. અને આ સપનું સાકાર કરવા તેમનો પુત્ર ફેઝાન પણ સફળતાના શિખર સર કરી રહ્યો છે. પુત્રને ધોરણ 10માં ધાર્યુ પરિણામ મળતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. 

ગુજરાત એસએસસી પરિણામ 2018 : કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી, 100માંથી 100 


માત્ર ફેઝાન જ નહિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ઘાસચારો વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની નેહા યાદવે પણ પરિવારનું અને સ્કૂલનું નામ રોશન કર્યું છે. નેહાએ ધોરણ 10માં 92 પર્સન્ટેઝ અને 99.52 પર્સેન્ટાઈલ મેળવ્યા છે. જો કે મહેનત કરો તો ચોક્કસ પરિણામ મળે જ છે તેવું નેહા માની રહી છે. અને નેહાએ ભવિષ્યમાં ડોક્ટર બનવાની ઇચ્છા વ્યક્ત કરી છે.