રિવરફ્રન્ટ પર યુવકની હત્યામાં મોટો વળાંક : સ્મિતના મિત્રની વિરમગામથી સળગાયેલી લાશ મળી
Ahmedabad Riverfront Murder Case : અમદાવાદના રિવરફ્રન્ટ પર ફાયરિંગ વીથ મર્ડરનો મામલો... અમદાવાદ અને વિરમગામની હત્યાનું કનેક્શન સામે આવ્યુ... સોમવારે વિરમગામમાંથી યુવકનો મળ્યો હતો મૃતદેહ
Ahmedabad News અમદાવાદ : સ્માર્ટ સિટી અમદાવાદ હવે સેફ રહ્યુ નથી. અમદાવાદમાં આયે દિન અકસ્માત, હત્યા, મારામારીના બનાવો વધી રહ્યાં છે. ગઈકાલે અમદાવાદ શહેરના સૌથી લોકપ્રિય પિકનિક સ્પોટ એવા સાબરમતિ રિવરફ્રન્ટ ફાયરિંગથી ધણધણી ઉઠ્યો હતો. રિવરફ્રન્ટમાં ગોળી મારીને યુવકની હત્યા કરવામાં આવી હતી. ફાયરીંગ વીથ મર્ડરની ઘટના સામે આવતા અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. ત્યારે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. રિવરફ્રન્ટ પર જે યુવકની હત્યા થઈ, તેના મિત્રની સળગાયેલી હાલતમાં લાશ મળી આવી છે. બંને મિત્રોની એકસાથે હત્યા કરાઈ છે. ત્યારે અમદાવાદ પોલીસ હવે એક સાથે બે હત્યાનું પગેરું શોધવામાં સક્રિય બની છે.
રિવરફ્રન્ટમાં જાહેરમાં યુવકની ગોળી મારીને હત્યા કરાઈ
રિવરફ્રન્ટ પર મંગળવારે સવારે એક યુવકની લાશ મળી હતી. સાબરમતી રિવરફ્રન્ટ પર સ્મિત રાજેશભાઇ ગોહિલ નામના યુવકની હત્યા કરાઈ હતી. રાતના સમયે અજાણ્યા શખ્સે સ્મિત ગોહિલ નામના યુવકની હત્યા કરાઈ હતી. સ્મિતને છાતીના ભાગે ગોળી વાગતા ઘટનાસ્થળે જ તેનું મોત થયું હતું. હત્યા અંગે પોલીસે ઘટના સ્થળે પહોંચીને હત્યારાઓને શોધવા તપાસ હાથ ધરી છે.
તૈયાર રહેજો! હવામાન વિભાગની નવી ભવિષ્યવાણી : નવેમ્બરમાં પણ આવશે વરસાદ
સ્મિતની મિત્રની લાશ વિરમગામથી મળી
તો બીજી તરફ, રિવરફ્રન્ટમાં ફાયરિંગ વિથ મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. સ્મિત ચૌહાણના મિત્રની પણ હત્યા થઈ છે. વિરમગામમાં સળગાયેલી હાલતમાં સ્મિતના મિત્ર રવિન્દ્ર લુહારનો મૃતદેહ મળી આવ્યો છે. રિસાઈને ગયેલા મિત્રને શોધવા ગયેલા સ્મિતની પણ ગોળી મારીને હત્યા કરાઈ હતી. ત્યારે સ્મિતની હત્યાનું રહસ્ય વધુ ધૂંટાતુ જઈ રહ્યું છે. બંને મિત્રોની હત્યા પાછળ મોટું કારણ જવાબદાર હોવાનું કહેવાય છે. પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ શરૂ કરી છે.
પ્લેન, ટ્રેન હોય કે કાર... કોના માટે એક સીટ રિઝર્વ રાખે છે બાબા બાગેશ્વર!
અમદાવાદ રિવરફ્રન્ટ પર થયેલી હત્યા અને વિરમગામમાં થયેલી હત્યામાં એક જ કનેક્શન ખૂલ્યું છે. ગત 30 ઓક્ટોબરે વિરમગામમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ રવિન્દ્ર લુહારનો હોવાનું સામે આવ્યું છે. રવિન્દ્ર લુહાર અને સ્મિત ગોહિલ બંને મિત્રો હતા. રવિન્દ્ર લુહારની હત્યામાં સ્મિત સહીત અન્ય એક મિત્રની સંડોવણીની શંકા છે. રવિન્દ્ર લુહારની પૈસાની લેતીદેતીમાં હત્યા થઇ હોવાનું અનુમાન છે. રવિન્દ્રની હત્યાના સ્થળ પર સ્મિત અને અન્ય મિત્રની હાજરી મળી આવી છે. રવિન્દ્રની હત્યા છરી અને ગોળી મારી હત્યા થઇ હતી. તો
એ જ હથિયારથી સ્મિતની પણ હત્યા થઇ હોવાનું અનુમાન છે.
હાલ સમગ્ર કેસમાં ક્રાઇમ બ્રાન્ચે હથિયાર શોધવાની કાર્યવાહી હાથ ધરી છે. રવિન્દ્ર અને સ્મિતની હત્યા અન્ય મિત્રએ જ કર્યાની થિયરી પર હાલ તપાસ તેજ કરાઈ છે.
સુરત સામુહિક આપઘાતમાં નવું રહસ્ય ખૂલ્યું : મનીષ દર મહિને લાખોનો લોનનો હપ્તો ભરતો