અમદાવાદમાં ચોંકાવનારી ઘટના; SBIના ATMને ગેસ કટરથી કાપીને 35 લાખની ચોરી, ટોળકીનો આઈડિયા જાણીને માથું ખંજવાળશો...
રામોલ પોલીસ સ્ટેશન ખાતે ATM કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ ફરિયાદ કરી કે રામોલ તક્ષશિલા રોડ પર SBI બેંકના ATMમાંથી ચોરી થયાની તેઓને જાણ થઈ હતી. જે ઘટનાની જાણ થતા સ્થળ પર જઈને જોતા ATMમાંથી ચોરી થયાનું સામે આવ્યું છે
મૌલિક ધામેચા/અમદાવાદ: શહેરમાં થોડા દિવસથી ચોરી અને લૂંટની ઘટનાઓ વધી રહી છે. ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી મોટી ચોરીની ઘટના સામે આવી છે. જેમાં ચોર ટોળકી એક ATMને ગેસ કટરથી કાપી અંદાજે 35 લાખની ચોરી કરી ફરાર થઈ ગયાની ઘટના સામે આવી છે. જે ઘટનામા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રામોલ પોલીસ સ્ટેશન ખાતે ATM કંપનીમાં કામ કરતા એક કર્મચારીએ ફરિયાદ કરી કે રામોલ તક્ષશિલા રોડ પર SBI બેંકના ATMમાંથી ચોરી થયાની તેઓને જાણ થઈ હતી. જે ઘટનાની જાણ થતા સ્થળ પર જઈને જોતા ATMમાંથી ચોરી થયાનું સામે આવ્યું છે, અને તે પણ ગેસ કટરથી ATM મશીન કાપી ચોરી કર્યાનું દેખાઈ રહ્યું છે. જે અંગે કર્મચારીએ રામોલ પોલીસને જાણ કરતા સમગ્ર મામલે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે આ ઘટનાની પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા સામે આવ્યું કે આરોપીઓએ પોતાની ઓળખ ન થાય તેના માટે તેઓએ પહેલા ATM સેન્ટર પર રહેલ cctv કેમેરા પર બ્લેક સ્પ્રે છાંટયો, તેમજ કોઈને ઘટનાનો ખ્યાલ ન આવે તે માટે તેઓએ સાયરનના કેબલ પણ કાપી નાખ્યા હતા. બાદમાં ટોળકી પોતાની સાથે લાવેલ ગેસ કટર વડે ટોળકીએ ATM મશીન કાપી 35 લાખની રકમની ચોરી કરી ફરાર થઇ ગયા.
પોલીસને આશંકા છે કે ચોર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપતા પહેલા atm સેન્ટર અને વિસ્તારની રેકી કરી હોઈ શકે છે. જે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે. તેમજ ચોર ટોળકીના કેટલાક દ્રશ્યો atm સેન્ટરના કેટલાક કેમેરામાં કેદ થઈ જતા તેના પહેરવેશના આધારે પોલીસે ટોળકીને પકડવા તપાસ તેજ કરી છે. તેમજ આરોપીઓએ atm સેન્ટર અને વિસ્તારની રેકી કરી છે કે કેમ તે જાણવા આસપાસના cctv ફૂટેજ તપાસવાની પણ તપાસ તેજ કરી છે.
હાલ તો પોલીસ ચોર ટોળકીને પકડવામાં લાગી છે. જેમાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઈમ બ્રાન્ચ પણ કામે લાગી છે. તો જે રીતે ચોરી થઈ છે તેના પરથી પોલીસને શંકા છે કે ચોરીની ઘટનામાં ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો હોઈ શકે છે. જેથી પોલીસે તેવા શકમંદ ના આધારે પણ તપાસ તેજ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube