ઉદય રંજન/અમદાવાદ: ગ્રામ્ય એસઓજીની ટીમે બોપલ નજીર ઉલારીયામાંથી ઝડપેલા હાઈબ્રીડ ગાંજા કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પકડાયેલા આરોપી અને તેને ડ્રગ્સ આપી ડિલીવરી માટે મોકલનાર આરોપીઓ દ્વારા ક્રિપ્ટો કરન્સી મારફતે નાણાંકિય વ્યવહાર કરી થાઈલેન્ડથી ડ્રગ્સ મંગાવાતો હોવાનો ખુલાસો થયો છે. મુખ્ય આરોપી દ્વારા અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ડ્રગ્સનુ મોટુ નેટવર્ક ચલાવવામાં આવતુ હોવાનું સામે આવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Asian Games 2023: એશિયાની કિંગ બની ઇન્ડીયન હોકી ટીમ, જાપાનને હરાવી જીત્યો ગોલ્ડ


અમદાવાદ ગ્રામ્ય પોલીસની કસ્ટડીમાં દેખાતા આ 3 આરોપીઓ નામ અર્ચિત અગ્રવાલ, લલીત ઉર્ફે ક્રિષ્ના બૈસ તેમજ જયરાજ પટેલ છે. ગ્રામ્ય એસઓજીએ હાલમાં જ સરખેજ ઉજાલા સર્કલ પાસેથી લલીત બૈસની 10 ગ્રામ હાઈબ્રિડ ગાંજો તેમજ 10 લાખની કિંમતના 27 ગ્રામ ચરસ સાથે ધરપકડ કરી હતી. જેની તપાસમાં તેના માલિક અર્ચિત અગ્રવાલનું નામ સામે આવતા સાણંદમાં એપલવુડ વિલા ખાતેથી ધરપકડ કરાઈ હતી. જે આરોપીઓની તપાસ કરતા તેઓએ ઘાટલોડિયાના મેમનગરમાં રહેતા જયરાજ વાળાને ડ્રગ્સ આપ્યું હોવાની હકીકત સામે આવતા જયરાજ વાળાની પણ ધરપરડ કરાઈ છે. 


અંબાલાલની ભયાનક આગાહી; આ રાજ્યોમા મેઘો પડશે ધમધોકાર, ગુજરાતમા થશે વાવાઝોડાની એન્ટ્રી


આ કેસમાં પકડાયેલા અર્ચિત અગ્રવાલની તપાસમાં સામે આવ્યું કે તે થાઈલેન્ડ અને સ્પેન જેવા દેશના અલગ અલગ વ્યક્તિઓના સંપર્કમાં છે. આરોપી થાઈલેન્ડથી 100 થી 150 ગ્રામ માલ રમકડાની રિમોટવાળી ગાડીમાં અથવા તો પ્રોટીન્સના ડબ્બામાં વેક્યુમ સીલ કરી મોકલાતો હતો. 


સુરતમાં ધો. 10 અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો આપઘાત, પરિવારે ચલાવ્યું એવું જુઠ્ઠાણું કે.


આરોપી પોતે થાઈલેન્ડથી 50 હજાર રૂપિયાનું 28 ગ્રામ ડ્રગ્સ મંગાવતો અને એક ગ્રામના 2500 રૂપિયા લેખે ગ્રાહકો પાસેથી વસૂલ કરતો હતો. અર્ચિતના પિતા સંજય અગ્રવાલ કાપડના વેપારી છે. જ્યારે તેની માતા ફેશન ડિઝાઈનર છે. અર્ચિત અગ્રવાલ પોતે ઈન્સ્ટાગ્રામ પર એક આઈડી બનાવી તેમજ પોતે હાઈબ્રિડ ગાંજાના એક્સપર્ટ તરીકેની લોકોમાં ઓળખ પ્રસ્થાપિત કરતો હતો. આરોપી પાસેથી પોલીસે મર્સિડીઝ ગાડી પણ કબ્જે કરી છે. 


લવ જેહાદ માટે કોણ આપે છે ફંડ? સુરતમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન કરાવ્યુ


પકડાયેલો આરોપી અર્ચિત અગ્રવાલ ઈન્સ્ટાગ્રામ આઈડી થકી હાઈબ્રિડ ગાંજો મંગાવતો અને અમુક વાર હિમાચલ પ્રદેશથી પણ ડ્રગ્સ મંગાવતો હતો. જેના પૈસા તે ક્રિપ્ટો કરન્સીમાં બિટકોઈન મારફતે ચુકવતો હતો અને અત્યાર સુધીમાં તેણે આ રીતે 93 લાખ રૂપિયા પણ ચુકવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. આરોપી જુલાઈ 2022 થી ડ્રગ્સના કારોબારમાં સંકળાયો હોવાનું ખુલ્યું છે. 


લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા? સરકારી અનાજના ગોડાઉનમાં ચણાનો જથ્થો લેબમાં ફેલ, આ ખુલાસો


જોકે આ કેસમાં અનેક દેશની અને વિદેશની ઈન્સ્ટાગ્રામ આઈડી થકી ડ્રગ્સનો કારોબાર ચાલતો હોવાનો ખુલાસો થતા પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આ કેસમાં કેવા મોટા નેટવર્ક સામે આવે છે.