મૌલિક ધામેચા/અમદાવાદ: આજકાલ દિવાળી ટાણે ફટાકડા ફોડવા મુદ્દે બબાલ, હત્યાના કેસો સામે આવી રહ્યા છે, ત્યારે અમદાવાદના S.G. હાઈવે પાસે ફટાકડા ફોડી રહેલા 2 યુવકો પર ગાડી લઈને આવેલા 4 આરોપીઓએ હુમલો કર્યો હોવાની માહિતી સામે આવી છે. જોકે આ ઘટનાને 48 કલાક કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં પોલીસ આરોપીને ઝડપી શકી નથી. પરંતુ હુમલાનો Live વિડીયો સામે આવ્યા બાદ પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લીધી છે જેને લઈ વધુ તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટનાને લઈને મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના એસજી હાઈવે પર આવેલા કર્ણાવતી ફાસ્ટફુડ પાસે ફટાકડા ફોડી રહેલા 2 યુવકો પર  4 લોકોએ લાકડી અને ફેંટો મારીને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં કારણ માત્ર એટલું જ હતુ કે વહેલી સવારે યુવકો ફટાકડા ફોડી રહ્યા હતા. અને તે સમયે આરોપીની ગાડી ત્યાંથી પસાર થઈ હતી અને તેમાં આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


રાજકોટ: 'સમાજમાં બદનામ કરી નાખીશ', કહીને યુવકે સગીરાના ઘરમાં અનેકવાર શરીરસુખ માણ્યું, પરંતુ...


ફરિયાદી તિલકચંદ્ર થાપા કે જે નિવૃત્ત પોલીસકર્મીના પુત્ર છે. તેમણે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, GJ 18 BP 1512 લઈને આવેલા 4 યુવકોએ ફટાકડા ફોડવા મુદ્દે આ હુમલો કર્યો હતો. જે ગાડીના નંબરના આધારે તપાસ કરતા ભુપેન્દ્ર વાઘેલાની હોવાનુ સામે આવ્યુ છે. જોકે આ ઘટનાને 48 કલાક વીતી ગયા હોવા છતાં પોલીસ આરોપી સુધી પહોંચી શકી નથી. જેને ઝડપી લેવા કવાયત તેજ કરવામાં આવી છે. 


ભાવનગરમાં યુવકે ફટાકડાનો હાર લઈને સ્ટંટ કરતો જોવા મળ્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ


ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફરિયાદી સવારે 6 વાગે એસજી હાઈવે પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. જે સુપ્રીમ કોર્ટના આદેશનો ઉલ્લંઘન છે. તેમ છતા પોલીસે પણ ફરિયાદી પોલીસ પુત્ર વિરુધ્ધમાં કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે હવે સેટેલાઈટ પોલીસ આ મામલે શુ કાર્યવાહી કરે છે તે જોવું મહત્વપૂર્ણ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube