અમદાવાદ: એક કા તીન કરવાનું કૌભાંડ, લોભામણી લાલચથી કરતા છેતકપિંડી
શહેરમાં વઘુ એક મલ્ટી લેવલ માર્કેટિગ કંપનીનુ એક કા તીનનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સભ્યો બનાવીને અલગ અલગ પ્રોડ્કટ ખરીદવાના નામે અને એકે એજન્ટ નીચે ચેનલ બનાવી પૈસા ડબલ કરી આપવાની લોભામણી જાહેરાત કરીને લાખો રૂપિયાનુ ફુલેકુ ફેરવી મુખ્ય આરોપીઓ ફરાર થઇ ગયા. રાખીયાલ પોલીસે કંપની વિરુદ્ધ ગુનો નોધી ચાર આરોપીની ધરપકડ કરી છે.
ઉદય રંજન/અમદાવાદ: શહેરમાં વઘુ એક મલ્ટી લેવલ માર્કેટિગ કંપનીનુ એક કા તીનનું કૌભાંડ સામે આવ્યું છે. અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં સભ્યો બનાવીને અલગ અલગ પ્રોડ્કટ ખરીદવાના નામે અને એકે એજન્ટ નીચે ચેનલ બનાવી પૈસા ડબલ કરી આપવાની લોભામણી જાહેરાત કરીને લાખો રૂપિયાનુ ફુલેકુ ફેરવી મુખ્ય આરોપીઓ ફરાર થઇ ગયા. રાખીયાલ પોલીસે કંપની વિરુદ્ધ ગુનો નોધી ચાર આરોપીની ધરપકડ કરી છે.
અમદાવાદના રખિયાલમાં જીવન સેવા માર્કેટિંગ પ્રા.લી કંપનીના નામે ડિસ્ટ્રીબ્યુટરો ઓફિસ ખોલીને લોકોને સભ્યો બનાવતા હતા. રૂપિયા ઉઘરાવી તેના બે થી ચાર ગણા કરી આપવાની લૌભામણી લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિડી આચરી હતી. જીવન સેવા માર્કેટિંગ પ્રા.લી કંપની મૂળ દાહોદની છે. જેના ડાયરેક્ટર હરીશ લબાના હાલ ફરાર છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ડિસ્ટ્રીબ્યુટરો ઓફિસ ખોલી લોભામણી જાહેરાત આપીને છેતરપિડી આચરી હોવાનુ સામે આવ્યુ છે.
બોટાદ: તીર્થધામ સાળંગપુર હનુમાનજીને શાંતાક્લોઝના વાઘા પહેરાવતા સર્જાયો વિવાદ
અમદાવાદની એક વેપારી મહિલાએ બે લાખનુ રોકાણ કર્યુ હતુ જેમાં લાલચ આપી હતી કે 30 મહિના સુઘી કમિશન પેટે દર મહિને 30હજાર રૂપિયા પરત મળશે. પરંતુ માત્ર 93 હજાર રૂપિયા આપીને છેતરપિડી કરી હોવાની રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોઘાતા પોલીસે કંપનીના ભાગીદાર અને ત્રણ ડિસ્ટ્રીબ્યુટર સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી.
પોલીસ સ્ટેશનમાં ગાળો બોલ્યા બાદ અલ્પેશે પોલીસને કહ્યા ‘નાલાયક’, કહ્યું-સીપી BJPના એજન્ટ છે
જીવન સેવા માર્કેટિગ પ્રાં.લી કંપનીમાં એક મેમ્બર બનાવ્યા બાદ બીજો મેમ્બર બનાવો તો 5 ટકાથી લઇને 30 ટકા સુઘીનુ કમિશનર અપાતું હતું. એટલે કે, ચેઇન સિસ્ટમ આધારે કમિશન મળતુ હતુ. જો કે 7 હજાર રૂપિયા ભરીને મેમ્બર શીપ મળતી અને 2700 રૂપિયામાં જીવન સેવાનુ સ્માર્ટ કાર્ડ પણ અપાતું આવતું હતું. જેમાં ઓનલાઇન ખરીદી,બીલ પેમેન્ટ અનેક ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી કરી શકાતી હતી.
આમ બીજા લોકોને ચેઇન સિસ્ટમથી પ્રોડ્કટ વેચીને બે થી ચાર ઘણુ કમિશન મળે તેવી ડિસ્ટ્રબ્યુટરો લાલચ આપતા હતા. જો કે સભ્ય બન્યા બાદ ઘરવકરી કે અન્ય ચીજવસ્તુઓ ખરીદી કરો તો પણ અમુક પ્રકારનુ બોનસ મળે તેવી લાલચ પણ આપવામાં આવતી હતા. એટલુ જ નહિ ઝડપાયેલ કંપનીના ભાગીદાર સંદીપ બહેરાવત કંપનીનું નેટવર્ક માર્કેટિગનુ કામ કરે છે. તેથી કંપનીમાં રોકાણ કરવાથી થોડા સમયમાં કરોડપતિ બની શકો છો તેવી લાલચ આપતો હતો.
લોકસભા પહેલા જ શંકરસિંહ સક્રિય, બક્ષીપંચ સંમેલનમાં સરકારને અનેક મુદ્દે ઘેર્યાં
પોલીસ તપાસ કરતા રાજ્યભરમાં અલગ અલગ ઓફિસ ખોલીને 15 હજારથી વઘુના મેમ્બરો બનાવ્યા હોવાનુ સામે આવ્યુ છે. જેમાં અમદાવાદના 30 ભોગ બનનારા પોલીસ તપાસમાં સામે આવ્યા છે. જીવન સેવા પ્રા.લી કંપનીની ઓનલાઇન એપ્લિકેશન બનાવવામાં આવી હતી. સભ્યો તેમાં જોડાયા બાદ એપ્લિકેશનમાં ઓનલાઇન ખરીદી કરીને કમિશન મળે તેવી પણ લાલચ અપાતી હતી. હાલ રખિયાલ પોલીસે કંપની ભાગીદાર સંદીપ બહેરાત અને ત્રણ ડિસ્ટ્રબ્યુટરમાં રવિ કદમ,મુસ્તાક શેખ અને ઇદ્રજીત પ્રજાપતિની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે.