Ahmedabad News : અમદાવાદની શાળામાં ધમકીભર્યા મેઈલ મળવાના મામલામાં પાકિસ્તાની કનેક્શન ખૂલ્યું છે. બોમ્બની ધમકી આપતા જે ઈ-મેઇલ મોકલવામાં આવ્યા હતા તે પાકિસ્તાનથી મોકલાયા હતા. મેઈલના ઈન્ટરનેટનું આઈપી એડ્રેસ પાકિસ્તાનનું હોવાનું સામે આવ્યું છે. ગુજરાત પોલીસની તપાસમાં મેઈલનું પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. ચૂંટણીના મતદાન એક દિવસ પહેલાં અમદાવાદની શાળાઓને ધમકીભર્યો મેઈલ કરાયો હતો. 6 મેના રોજ શહેરની મોટી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઇ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મતદાનના આગલા દિવસે આવ્યો હતો મેઈલ
ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાનના આગલા દિવસે એટલે કે 6 મેના રોજ અમદાવાદની 28થી વધુ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની એક બાદ એક સ્કૂલને ઇ-મેઈલ દ્વારા ધમકી મળી હતી. ધમકીવાળી સ્કૂલો પર પોલીસે જઈ ચેકિંગ કર્યું હતું. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોર્ડે પણ ઘટનાસ્થળે ચેકિંગ કર્યું હતું. પરંતું ક્યાંય બોમ્બ મળ્યા ન હતા.


રાદડિયાની શાનદાર જીત બાદ વધુ એક મોટા સમાચાર : દિલીપ સંઘાણી ફરી IFFCO ના ચેરમેન બન્યા


જો કે, તપાસમાં પોલીસને કંઈ મળ્યું નહોતું. જો કે, આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઇ-મેઇલ પાકિસ્તાનથી થયો હોવાનો દાવો કર્યો છે. અગાઉ રશિયન ડોમેનનો દાવો કરવામાં આવ્યો હતો. જેમાં અરબી શબ્દો અને સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો સંદેશો હતો. ઈમેઈલ મોકલનાર વ્યક્તિની ઓળખ તૌહીદ વોરિયર તરીકેની હતી. જેમાં આખા અમદાવાદમાં "ઇતિશાદી" દ્વારા કરવામાં આવેલા હુમલાની ચેતવણી આપી હતી. ઈમેઈલમાં ગુજરાતમાં શરિયા કાયદો લાગુ પાડવાનો ઈરાદો વ્યક્ત કરવામાં આવ્યો હતો અને વિરોધ કરનારા સામે હિંસાની ધમકી પણ આપવામાં આવી હતી. 


ધોરણ-10ના પરિણામ માટે બસ આટલા કલાકની રાહ, વેબસાઈટ અને વોટ્સએપ નંબર હાથવગો રાખજો


મે મહિનામાં ફરી વીજળીના કડાકા-ભડાકા સાથે આવશે વરસાદ : 10 જિલ્લામાં વરસાદની વરસાદ