અર્પણ કાયદાવાલા/અમદાવાદ: રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ. જેની ગણના રાજ્યની સૌથી સદ્ધર મહાનગરપાલિકામાં થાય છે. લાખો કરોડોનું જે પાસે બજેટ છે તે અમદાવાદ કોર્પોરેશન પ્રજાના ટેક્સના પૈસાનું પાણી કરી રહી છે. આયોજનવગર એવા એવા કામ કરવામાં આવે છે જેના કારણે પ્રજા પરેશાન થઈ રહી છે. જુઓ તંત્રની અણઆવડતથી પરેશાન થઈ રહેલી પ્રજાનો આ અહેવાલ.....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે જ ખુદ કબલ્યું! વિકાસના મોડલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક


અમદાવાદ કોર્પોરેશનના આયોજન વગર એવો રોડ બનાવ્યો છે કે જ્યાં વાહનચાલકોના રોડ કરતાં ફુટપાથની જગ્યા વધારે છોડાઈ છે. જેના કારણે આ ફુટપાથની જગ્યા પર ગેરકાયદે દબાણ થઈ જાય તો નવાઈ નહીં. વાહનચાલકો ટ્રાફિકમાં ફસાય નહીં તે માટે રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ આ રોડથી ટ્રાફિક તો નહીં ઘટે પરંતુ વધી જાય તો નવાઈ નહીં. 


ગુજરાતના શિક્ષકો જ ગણિતમાં નબળા! બોર્ડની પરીક્ષામાં માર્યા ઉંધા ટોટલ, કરોડોનો દંડ


વિદેશી ડિઝાઈનના આંધાળા અનુકરણથી AMC પ્રજાના નાણાંનો બેફામ વેડફાટ કરતી હોય તેમ લાગી રહ્યું છે. સાયન્સ સિટી રોડ બાદ મકરબા પોલીસ હેડ ક્વાર્ટર રોડ પર પણ તંત્રએ ફરી ભૂલનું પૂનરાવર્તન કર્યું છે...40 મીટરના રોડ પર અત્યંત પહોળા ફુટપાથ, ગાર્ડનિગ અને પાર્કિંગની જગ્યા છોડી છે. જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 40 મીટરના રોડ પર 1 મીટરની સેન્ટ્રલ વર્જ એટલે કે ડિવાઈડર મુકવામાં આવ્યા છે..જેની એક તરફના ભાગમાં 10.5 મીટર રોડ, 3 મીટર પાર્કિંગની જગ્યા, 3 મીટર ફુટપાથ અને 3 મીટરની જગ્યા ગાર્ડનિંગ માટે રાખવામાં આવી છે. અને આવું જ આયોજની રોડની બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે..જેથી 40 મીટર પહોળા રોડમાં વાહન ચલાવવા માટે માત્ર ને માત્ર 21 મીટરની જ જગ્યા મળી રહી છે. વિપક્ષ આ મામલે સત્તા પક્ષ સામે સવાલ ઉઠાવી રહ્યું છે.


ICC Test Rankings: જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બન્યો નંબર-1 ટેસ્ટ બોલર


આયોજન વગરનું AMCનું કામ


  • 40 મીટરના રોડ પર પહોળા ફુટપાથ, ગાર્ડનિગ, પાર્કિંગની જગ્યા છોડાય

  • 40 મીટરના રોડ પર 1 મીટરની સેન્ટ્રલ વર્જ એટલે કે ડિવાઈડર મુકાયા

  • એક તરફના ભાગમાં 10.5 મીટર રોડ, 3 મીટર પાર્કિંગની જગ્યા

  • 3 મીટર ફુટપાથ અને 3 મીટરની જગ્યા ગાર્ડનિંગ માટે રખાઈ

  • આવું જ આયોજની રોડની બીજી તરફ પણ જોવા મળી રહ્યું છે

  • વાહન ચલાવવા માટે માત્ર ને માત્ર 21 મીટરની જ જગ્યા મળી 


જો તમારી કારને અકસ્માત થાય તો ક્લેઈમ કરાય કે નહીં, જાણો ક્યારે કરવો જોઈએ ક્લેઈમ


વિપક્ષની સાથે સ્થાનિક લોકો પણ આયોજનવગરના આ રોડ સામે સવાલ ઉઠાવી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે વાહનો ચલાવવા માટે રોડ પહોળા હોવા જોઈએ, ફુટપાથ નહીં. આ પહોળા ફુટપાથ પર માત્ર દબાણ જ થશે આ ચાલવા માટે ઉપયોગમાં નહીં આવે...પરિસ્થિતિ અને જરૂરિયાતને સમજ્યા વગર તંત્ર પ્રજાના રૂપિયાનો બેફામ વેડફાટ કરી રહ્યું છે.


કુંભ રાશિમાં શનિ થશે અસ્ત, 11 ફેબ્રુઆરીથી 3 રાશિના લોકો માટે ભયંકર સમય થશે શરુ
 
અમદાવાદ કોર્પોરેશન રાજ્યનું સૌથી વિકસિત કોર્પોરેશન છે. પ્રજા દર વર્ષે કરોડોનો ટેક્સ આપે છે. પરંતુ ટેક્સના પૈસાનો યોગ્ય આયોજન વગર સત્તાધિશો વેડફાટ કરી રહ્યા છે. આશા રાખીએ આ વેડફાટ અટકે અને લોકોને જે જરૂરિયાત છે તે મળી રહે.