ગુજરાત સરકારે જ ખુદ કબલ્યું! વિકાસના મોડલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક

વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલા કુપોષિત છે તે જવાબ જાણીને હક્કાબક્કા રહી જવાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કુલ  5,28,653 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 51321 બાળકો કુપોષિત છે. તો નવસારીમાં સૌથી ઓછા 1548 કુપોષિત બાળકો નોંધાયા છે. આંકડા પર નજર કરીએ તો....

ગુજરાત સરકારે જ ખુદ કબલ્યું! વિકાસના મોડલ ગુજરાતમાં કુપોષિત બાળકોનો આંકડો ચિંતાજનક

ઝી બ્યુરો/ગાંધીનગરઃ દેશના મોડલ સ્ટેટ ગુજરાતમાં જ કુપોષિત બાળકોની સંખ્યાનો ચિંતાજનક આંકડો સામે આવ્યો છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના 5,28,653 બાળકો કુપોષિતથી પીડાતા હોવાનો સરકારે ખુલાસો કર્યો છે. રાજ્યના 4 જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો હોવાનો ખુલાસો થયો છે. ત્યારે દાહોદ શહેર કુપોષણના લિસ્ટમાં ટોપ પર છે. દાહોદમાં સૌથી વધુ કુપોષિત બાળકો 51321 નોંધાયા છે.

ગુજરાત વિધાનસભા ગૃહમાં મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ લેખિત જવાબ રજૂ કર્યો હતો. વિકાસની વાતો કરનારા ગુજરાતમાં બાળકો કેટલા કુપોષિત છે તે જવાબ જાણીને હક્કાબક્કા રહી જવાશે. વાઈબ્રન્ટ ગુજરાતમાં કુલ  5,28,653 બાળકો કુપોષણનો શિકાર બન્યા છે. જેમાં સૌથી વધુ દાહોદ જિલ્લામાં 51321 બાળકો કુપોષિત છે. તો નવસારીમાં સૌથી ઓછા 1548 કુપોષિત બાળકો નોંધાયા છે. આંકડા પર નજર કરીએ તો....

ગુજરાત વિધાનસભામાં રાજ્યના કુપોષિત બાળકોના આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતના ૩૩ જિલ્લામાંથી ૨૯ જિલ્લાના 5,28,653 બાળકો કુપોષિત છે. જી હા...5,28,653 બાળકોમાંથી 1,18,104 બાળકોનું વજન અતિઓછા વજનવાળામાં સમાવેશ થાય છે. 29 જિલ્લામાંથી 24 જિલ્લામાં કુપોષણના દરમાં સુધારો જોવા મળ્યો છે. પરંતુ 97840 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યા છે. રાજ્યના 4 જિલ્લામાં બાળકોના કુપોષણની સંખ્યામાં વધારો થયો છે. 4 જિલ્લામાં કુપોષણના 16069 બાળકો વધ્યા છે. સૌથી વધુ કુપોષિત બાળકો 51321 દાહોદમાં નોંધાયા છે. નવસારીમાં સૌથી ઓછા 1548 કુપોષિત બાળકો નોંધાયા છે.

રાજ્યના સૌથી મહત્વના જિલ્લા અમદાવાદમાં 3516 કુપોષિત બાળકોનો વધારો થયો છે. ગૃહમાં રજૂ થયેલા આંકડાઓમાંથી નવસારીના આંકડાઓમાં વિસંગતતા જોવા મળી છે. કુલ 1548 કુપોષિત બાળકો સામે 5489 બાળકો કુપોષણમાંથી બહાર આવ્યાનું લેખિતમાં અપાયું છે. મહિલા અને બાળ કલ્યાણ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ ગૃહમાં લેખિત જવાબ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news