AHMEDABAD: સાયન્સ સિટીની અનોખી રોબોટિક ગેલેરી, જોઇને આંખો આશ્ચર્યથી પહોળી થઇ જશે
એક એવી જગ્યા કે જ્યાં સ્વાગતથી માંડી ભોજન પીરસવાનુ કામ રોબોટ કરે છે. હવે એવા દિવસો દુર નથી જ્યારે માનવજાતનુ મોટા ભાગનું કામ રોબોટ કરશે. આ વાક્ય પર કદાચ વિશ્વાસ ન આવે તો સાયન્સ સીટી ખાતે નિર્માણ પામેલી રોબોટીકી ગેલેરીની મુલાકાત લેવી જોઇએ. જેથી ટેકનોલોજી કઇ રીતે આગળ વધી રહી છે તેનો અંદાજ આવશે. અમદાવાદની સાયન્સ સીટીમાં 1100 સ્કેવર મીટર વિસ્તારમાં ત્રણ માળની રોબાટીક ગેલેરી નિર્માણ પામી છે. જેમાં 79 પ્રકારના 202 રોબોટ છે.
ગૌરવ પટેલ/અમદાવાદ : એક એવી જગ્યા કે જ્યાં સ્વાગતથી માંડી ભોજન પીરસવાનુ કામ રોબોટ કરે છે. હવે એવા દિવસો દુર નથી જ્યારે માનવજાતનુ મોટા ભાગનું કામ રોબોટ કરશે. આ વાક્ય પર કદાચ વિશ્વાસ ન આવે તો સાયન્સ સીટી ખાતે નિર્માણ પામેલી રોબોટીકી ગેલેરીની મુલાકાત લેવી જોઇએ. જેથી ટેકનોલોજી કઇ રીતે આગળ વધી રહી છે તેનો અંદાજ આવશે. અમદાવાદની સાયન્સ સીટીમાં 1100 સ્કેવર મીટર વિસ્તારમાં ત્રણ માળની રોબાટીક ગેલેરી નિર્માણ પામી છે. જેમાં 79 પ્રકારના 202 રોબોટ છે.
રોબોટીક ગેલેરીના પ્રવેશ દ્વાર પર જ એક વિશાળ રોબોટીક સ્કલ્પચર જોવા મળશે. જે તેમને હોલીવુડની મુવી ટ્રાન્સફોર્મરની યાદ અપાવશે. આ રોબોટીક ગેલેરી માનવીને અત્યાધુનિક રોબોટીક ક્ષેત્રને સમજવામાં માધ્યમ રૂપ બનશે માનન રોબોટ ક્રિયા પ્રતિક્રિયા માટે રચાયેલ આ મ્યુઝીયમમાં મુલાકાતીઓનુ સ્વાગત હ્યુમનોઇડ રોબોટ દ્વારા કરવામાં આવશે. જે મુલાકાતીઓના સવાલોના અને ગેલેરી વિશે માહિતી આપશે રોબટીક ગેલેરીના પ્રથમ માળે મેડીસીન, કૃષી, અવકાશ, સંરક્ષણના ક્ષેત્રમાં રોબોટ કઇ રીતે ઉપયોગી છે તે દર્શાવાયુ છે.
ભાવનગરની અનોખી કોર્ટ જ્યાં મિનિટોમાં આવે છે ચુકાદા, એક જ દિવસમાં 10 હજાર કેસોનો નિકાલ
અહી ઓરકેસ્ટ્રા રોબોટ્સ સાથે તાલ મીલાવતા ટ્રમ્પેડ,ડ્રમ, તથા પીયાનો વગાડતા અને તેના તાલે ડાન્સ કરતા રોબોટ જોવા મળશે રોબોટીક ગેલેરીમાં કાફેટેરીયા આવેલો છે જ્યાં રોબોટીક શેફ દ્વારા તૈયાર કરાયેલ ખોરાક રોબો વેઇટર દ્વારા પીરસવવામાં આવે છે. રોબોટીક ગેલેરીમાં રહેલા રોબોટ્સની વાત કરીએ તો અહી સ્ટેટીક અને ફન્કશનલ એમ બે પ્રકારના રોબોટ છે. કોર્ટયાર્ડમાં ટ્રાન્સફોર્મર,દિવાલ - એ અને અસિમો એમ ત્રણ પ્રકારના રોબોટ જોવા મળશે. રીશેપ્નશ એરીયામાં ગાઇડ રોબો,રીશેપ્શનીસ્ટ રોબો,પેઇન્ટર રોબો,ગ્લાસ ક્લીનીંગ અને થ્રીડી સ્કેનર રોબો એમ પાંચ પ્રકારના રોબો જોવા મળશે.
હિસ્ટ્રી ગેલેરીમાં ક્લોક વર્ક પ્રેયર અને વાબોટ સહિતના 18 પ્રકારના રોબો જોવા મળશે. સ્પોર્ટ-ઓ-મેનિયા અને રોબોથોનમાં સોકર,ફાઇટર,એરહોકી અને બેડમીંટન રમતા ચાર પ્રકારના રોબો જોવા મળશે. બોટ્યુલીટીમાં ડીઆરડીઓ, ઇન્ડસ્ટ્રીયલ અને પ્રિસિશન તથા ટેરન સહિતના 18 પ્રકારના રોબો જોવા મળશે. ઇન્ડોબોટસમાં સ્વદેશી બનાવટના સાત પ્રકારના રોબો મોડલ જોવા મળશે. નાટ્ય મંડપમાં પીયાનો ડ્રમ વગાડતા અને ડાન્સ કરતા ચાર પ્રકારનો રોબોટ જોવા મળશે. ઓગમેન્ટેડ રીયાલીટી અને વર્ચ્યુઅલ રીયાલીટી ગેલેરીમાં લશ્કરી તાલીમ,શિક્ષણ, કાર રેસીંગ સહિતના 9 પ્રકારના રોબોટ જોવા મળશે. કેફેટેરીયામાં શેફ અને વેઇટર માં પાંચ પ્રકારના રોબોટ જોવા મળશે. આ સિવાય ગેલેરીમાં પ્રન્ટીંગ વર્કશોપમાં ચાર રોબોટ અને 17 કીટ રાખવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube