અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ડોક્ટર રાકેશ જોષીની પસંદગી કરવામાં આવી છે. ડોક્ટર રાકેશ જોષી પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા હોવાની સાથે સિવિલ હોસ્પિટલમાં એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ તરીકે ફરજ બજારી રહ્યા હતા. મહત્વનું છે કે સરકારે સિવિલ હોસ્પિટલમાં સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર જે.પી. મોદીનું રાજીનામું સ્વીકારી લીધું હતું. તેમની ખાલી પડેલી જગ્યા પર હવે ડોક્ટર રાકેશ જોષીને જવાબદારી સોંપવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડો. જેવી મોદીએ આપ્યુ હતું રાજીનામું
કોરોનાની બીજી લહેર દરમિયાન અમદાવાદની સિવિલ હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઈનો જોવા મળી હતી. ત્યારે હોસ્પિટલની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા હતા. ત્યારે સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી રહેલા જેપી મોદી પર પણ સવાલો ઉઠ્યા હતા. ત્યારબાદ જેવી મોદીએ પોતાનું રાજીનામુ સરકારને મોકલી આપ્યું હતું. બુધવારે તેમના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. 


આ પણ વાંચોઃ અમદાવાદમાં સિવિલમાં બન્યા હચમચાવી દે તેવી ઘટના : ચોથા માળથી કૂદકો મારીને યુવકનો આત્મહત્યાનો પ્રયાસ  


અન્ય ત્રણ ડોક્ટરોએ પણ આપ્યા રાજીનામા
એશિયાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એટલે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાંથી વધુ ત્રણ ડોક્ટરોએ પણ પોતાના રાજીનામા આપ્યા છે. જેનો પણ સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. બી.જે. મેડિકલ કોલેજના ડીન ડોક્ટર પ્રણય શાહનું રાજીનામું આરોગ્ય વિભાગે સ્વીકારી લીધુ છે. તો હોસ્પિટલના મેડિસિન વિભાગના ડોક્ટર બિપિન અમીન તેમજ એનેસ્થેસિયા વિભાગના ડોક્ટર શૈલેષ શાહનું પણ રાજીનામુ સ્વીકારી લેવામાં આવ્યું છે. 


એક સાથે ચાર રાજીનામાનો સ્વીકાર
સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવી રહેલા ડોક્ટર જે.પી. મોદી સહિત અન્ય ત્રણ ડોક્ટરોના રાજીનામાનો સ્વીકાર કરી લેતા અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. મહત્વનું છે કે આ ડોક્ટરોએ આશરે એક મહિના પહેલા પોતાના રાજીનામા આપ્યા હતા, પરંતુ ત્યારે સરકારે કોરોનાનો હવાલો આપી તેમના રાજીનામા સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube