અમદાવાદ શ્રીકાર વર્ષા: મેઘરાજાની તોફાની બેટિંગના પગલે સર્વત્ર જળબંબાકાર
બીજી તરફ અમદાવાદમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ચાંદખેડા, એસપીરિંગ રોડ, વૈષ્ણોદેવી, એસ.જી હાઇવે, જગતપુર, ગોતા તરફ મધ્યમ વરસાદ નોંધાયો હતો. નરોડા, કઠવાડાયા, નારોલ, કોટ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. ઘાટલોડિયામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શાહીબાગ, વટવા, મણિનગર, ઇસનપુર અને ઘોડાસર તરફ પણ ભારે વરસાદ નોંધાયો હતો. જેના પગલે શહેરના મોટા ભાગના અંડરપાસ બંધ કરવાની કોર્પોરેશન તંત્રને ફરજ પડી હતી.
અર્પણ કાયદાવાલા/અમદાવાદ: બીજી તરફ અમદાવાદમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ચાંદખેડા, એસપીરિંગ રોડ, વૈષ્ણોદેવી, એસ.જી હાઇવે, જગતપુર, ગોતા તરફ મધ્યમ વરસાદ નોંધાયો હતો. નરોડા, કઠવાડાયા, નારોલ, કોટ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો. ઘાટલોડિયામાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત શાહીબાગ, વટવા, મણિનગર, ઇસનપુર અને ઘોડાસર તરફ પણ ભારે વરસાદ નોંધાયો હતો. જેના પગલે શહેરના મોટા ભાગના અંડરપાસ બંધ કરવાની કોર્પોરેશન તંત્રને ફરજ પડી હતી.
વડોદરા: કારેલીબાગ પોસ્ટ ઓફીસમાં વરસાદના પાણી ભરાયા,અનેક ડોક્યુમેન્ટ્સ પલળી ગયા
શહેરના શાહીબાગ, મીઠાખળી, અખબારનગર અંડરપાસને બંધ કરવામાં આવ્યો હતો. તમામ અંડરપાસ સુરક્ષાના કારણોથી બંધ કરવામાં આવ્યા હતા. શહેરમાં માત્ર 9થી 10 વાગ્યા દરમિયાન સરેરાશ ડોઢ ઇંચ વરસાદ નોધાયો હતો. દુધેશ્વર, નરોડા, મેમ્કો, કોતરપુર ઓઢવ, વટવા, મ્યુનિસિપલ કોઠા, ઉસ્માનપુરા, ચાંદખેડા, સહિતનાં વિસ્તારોમાં 2થી અઢી ઇંચ તો કેટલાક વિસ્તારમાં 3 ઇંચ વરસાદ નોંધાયો હતો. વાસણા બેરેજમાં 23 અને 24 નંબરના ગેટને 3 ફુટ જેટલો ખોલવામાં આવ્યો હતો.
સુરત: ભારે વરસાદથી સણીયા હેમાદ ખાતે પુરની સ્થિતી, પોલીસ સ્ટેશનમાં કેડ સમા પાણી
ભારે વરસાદના પગલે શહેરનાં મોટા ભાગનાં વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. છેલ્લા બે કલાકમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. દક્ષિણ ઝોનમાં 3 ઇંચ, ઉત્તર ઝોનમાં અઢી ઇંચ, પશ્ચિમ ઝોનમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. પૂર્વ અમદાવાદમાં સાડાત્રણ ઇંચ વરાદ નોંધાયો હતો.
દેશનુ સર્વપ્રથમ આયુર્વેદિક કોવિડ કેર સેન્ટર શરૂ, 5 સ્ટાર હોટલને ટક્કર આપે તેવી સુવિધા
વરસાદના પાણી ભરાવાના કારણે કુખ્યાત હાટકેશ્વર સર્કલ બેટમાં ફેરવાયું છે. હાટકેશ્વર રિંગરોડ, અમરાઇવાડીથી સેવન ડે સુધી વરસાદી પાણી ભરાતા આગળ વધી રહ્યા છે. મણિનગર ગોર કુવા માર્ગ પર વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઇ છે. કેનાલમાં પાણી વધારે માત્રામાં જઇ રહ્યું છે. સીટીએમની અનેક સોસાયટી નીચાણવાળા પાણી હોવાથી પાણી ભરાયા હતા. ખોખરા ગુજરાત હાઉસિંગ બોર્ડના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. હાટકેશ્વર અને આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાતા ઘર અને દુકાનો પાણી પાણી થયા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર