Ahmedabad Car Accident ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદના સિંધુ ભવન રોડ પર ફરી એક વાર નબીરાએ મર્સિડિઝ કારથી પૂરઝડપે ચલાવીને બીજી કારને અડફેટે લીધી હતી. ફરિયાદીનો આક્ષેપ છે કે મર્સિડિઝ ચલાવનાર નબીરો નશામાં હતો. ટ્રાફિક પોલીસે નબીરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમદાવાદની N ટ્રાફિક પોલીસે રિશીત મયુર પટેલ નામના યુવકની અટકાયત કરી હતી. અમદાવાદમાં વહેલી સવારે સિંધુ ભવન રોડ પર સવારે 03: 26 મિનિટે આ બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં મર્સિડિઝ કાર રિશીત મયુર પટેલ ચલાવી રહ્યો હતો અને બીજી કાર વરના ફરિયાદી ભાવેશ ચોકસી ચલાવી રહ્યા હતા. જેવો પોતાના પત્ની અને બે બાળકો સાથે કારમાં સવાર હતા. સદનસીબે માત્ર કારને જ નુકશાન થયું છે. કોઈને ગંભીર ઇજા કે જાનહાનિ થઇ નથી. 


બેગ ભરીને તૈયારી કરી લો, શરૂ થયો ગુજરાતનો સૌથી મોટો ટુરિઝમ ફેસ્ટિવલ ‘રણોત્સવ’


ફરિયાદીનો આક્ષેપ છે કે રિશીત પટેલ દારૂ પીને ગાડી ચલાવતો હતો અને રિશીત પટેલના મિત્રોએ દારૂની બોટલ અને ગ્લાસ સગેવગે કર્યાના આક્ષેપ કર્યો છે. આ અકસ્માત થતા N ટ્રાફિક પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને મર્સિડિઝ કાર ચાલક રિશીત મયુર પટેલની ધરપકડ કરી લીધી હતી. 


પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે રિશીત મયુર પટેલના પિતા મયુર પટેલ વટવા ખાતે મોટી કેમિકલ ફેક્ટરી ધરાવે છે અને રિશીત મયુર પટેલ અભ્યાસ કરે છે અને ગત રાતે પોતાના મિત્રો સાથે કાફેમાં ગયો હતો અને ઘરે પાર્ટીમાંથી ફરી રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ રિશીત પટેલના માણસોએ મારપીટ કર્યાનો આરોપ છે. એટલું જ નહીં અકસ્માત બાદ રિશીત મયુર પટેલના મિત્રોએ નંબર પ્લેટ કાઢી લીધી હતી. 


સાળંગપુર હનુમાનજી મંદિરના ટેન્ટમાં લાગી આગ, શ્રદ્ધાળુ ન હોવાથી મોટી દુર્ઘટના ટળી


રિશીત પટેલ 150 થી 200ની સ્પીડે કાર ચલાવતો હોવાનો આરોપ છે. ત્યારે આરોપી રિશીત મયુર પટેલે મીડિયા સામે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે મારા પર ઘટના સ્થળે હુમલો થયો છે , મારી કારની સ્પીડ 80 જ હતી અને કાર રેસિંગ નહોતો કરતો. મારા મિત્ર સાથે ફરવા નીકળ્યો હતો અને હું નશાની હાલતમાં નહોતો. મારા બ્લડ સેમ્પલ લઈ શકો છો. 


ફરિયાદીના આક્ષેપો અને આરોપીના સ્વ બચાવના નિવેદનને લઇને તપાસ શરુ કરવામાં આવી છે. જેમાં આરોપી રિશીત મયુર પટેલના બ્લડ સેમ્પલ મેળવી લેવામાં આવ્યા છે જેના પરિણામ આવ્યા બાદ ખ્યાલ આવશે કે રિશીત મયુર પટેલે દારૂનો નશો કર્યો હતો કે કેમ. સાથે જ પોલીસ દ્વારા એફએસએલની મદદથી કારની સ્પીડ કેટલી હતી એ અંગે પણ એક રિપોર્ટ બનાવ્યો છે. જેના પરથી પણ ખ્યાલ આવશે કે સ્પીડ કેટલી હતી. સાથે જ ટ્રાફિક પોલીસે બનાવના સ્થળ અને આસપાસના સ્થળ પાસેથી સીસીટીવી લેવાની પણ કાર્યવાહી હાથ ધરી છે. 


સિંઘુભવન રોડ પર મર્સિડીઝથી અકસ્માત સર્જનાર નબીરા રિતેશ પટેલનો સ્ફોટક ખુલાસો