સિંઘુભવન રોડ પર મર્સિડીઝથી અકસ્માત સર્જનાર નબીરા રિતેશ પટેલનો સ્ફોટક ખુલાસો

Sindhubhavan Road Car Accident News: અમદાવાદના સિંધુ ભવન રોડ પર પૈસાદાર બાપના નબીરા રિશિત પટેલે સર્જ્યો અકસ્માત...મર્સિડીઝ કારે બે ગાડીને મારી ટક્કર...મર્સિડીઝ અને ઓડી કાર વચ્ચે થયું હતું રેસિંગ...રેસિંગના ચક્કરમાં અનેક લોકોના જીવ મુક્યા જોખમમાં....
 

સિંઘુભવન રોડ પર મર્સિડીઝથી અકસ્માત સર્જનાર નબીરા રિતેશ પટેલનો સ્ફોટક ખુલાસો

Ahmedabad Car Accident : અમદાવાદનો સિંધુ ભવન રોડ બેફામ બનેલા નબીરાનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. દિવાળીની રાત્રે વધુ એક નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. વહેલી સવારે 3 વાગ્યે 26 મીનિટે સિંધુ ભવન રોડ પર રિશિત પટેલ નામના નબીરાએ મર્સિડીઝ કારથી અકસ્માત સર્જ્યો. પૂરપાટ ઝડપે મર્સિડીઝ કાર ચલાવી અન્ય બે કારને ટક્કર મારી. જેમાં વર્ના કારમાં જઈ રહેલા પરિવારને અકસ્માત નડ્યો...

ZEE 24 કલાક સાથે વાતચીત કરતા ભોગબનનાર મિતુલ પટેલ કહ્યું કે નબીરા નશાની હાલતમાં હતા અને પૂરપાટ ઝડપે કાર ચલાવતા હતા. એટલું જ નહીં પણ અકસ્માત બાદ નબીરાના પરિવારજનોએ તેમની સાથે મારામારી પણ કરી. તો બીજી તરફ બેફામ બનેલો નબીરો રિશિત પટેલ કહે છે હું કોઈ રેસ નહોંતો લગાવતો. મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. અને કાર 80ની સ્પીડે હતી. સાથે જ તેણે કહ્યું કે, હું નશાની હાલત માં નહોતો, મારા બ્લડ સેમ્પલ લઈ શકે છે -

નબીરો રિશિત પટેલ અમદાવાદના સાયન્સ સિટીમાં રહે છે...અને તેના બંગેલ 9થી વધુ વૈભવી કાર છે..ત્યારે સવાલ એ થાય છે આવા નબીરાઓ સામે ક્યારે થશે કડક કાર્યવાહી. તથ્ય પટેલના કાંડ બાદ પણ હજુ કેમ પોલીસ જાગી નથી. ક્યાં સુધી આ  બેફામ કાર ચલાવી લોકોને અડફેટે લેતા રહેશે નબીરાઓ. રફ્તારના કહેર પર ક્યારે લાગશે બ્રેક.

મર્સિડીઝ ચાલકની સ્પીડ એટલી હતી કે અન્ય કારને ટક્કર લાગ્યા બાદ મર્સિડીઝ એટલી બેકાબૂ થઈ હતી કે એક વ્હીલ નીકળી ગયું હોવા છતાં 500 મિટર જેટલી ઢસડાતી રહી.

બીજી બાજુ, સ્થાનિકો લોકોનું કહેવું છે કે કારચાલક નશામાં ધૂત હતો. તેની સાથે આવેલા લોકોએ બોલાચાલી કરી કારની નંબર પ્લેટ કાઢીને જતાં રહ્યા હતા. કાર એટલી સ્પીડમાં ટકરાઇ હતી કે કારનું ટાયર પણ નીકળી ગયું હતું.

તમે જુઓ આટલી મોંઘી ગાડીનું આખું ટાયર ફાટી ગયું છે. 200 મીટર સુધી આ ગાડી ઘસડાઇ છે. તો પણ તે ઉભો રહેવા તૈયાર નહોતો. મારી ગાડીના દરવાજા નહોતા ખુલતા, લોકોએ અમને બહાર કાઢ્યા હતા. લોકોએ તેને પકડીને ઊભો રાખ્યો. એટલામાં તેના 10થી 12 માણસો આવ્યા હતા, બે ગાડી ભરીને. ગાડીની નંબર પ્લેટ, તે પીધેલી હાલતમાં હતો. ગાડીમાં અંદર દારૂ કે જે પણ હશે, તે લઇને જતા રહ્યા. એ 10 લોકોએ ભેગા થયેલા લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું અને બધાને ભગાડ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news