ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરની SOGએ એમડી ડ્રગ્સ 8 લાખના જથ્થા સાથે એક પેડલરની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકાસની મોટી વાતો કરતા ગુજરાતી સાંસદોની કંજૂસાઈનો છે આ અહેવાલ, કયા મોંઢે માગશો મત


અમદાવાદ શહેર SOGની એક બાતમી મળી હતી કે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલ બાપુનગરના અજિત મીલ નજીક આવેલ સુમેલ કોમ્પ્લેક્ષની એક દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે SOG એ ગઈ રાત્રે એક ટીમ તૈયાર કરીને રેડ કરવામાં આવી હતી. જેમાં રેડ કરતા દુકાનમાંથી 85 ગ્રામ 250 મિલિગ્રામ MD ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત અંદાજે 8 લાખ અને 22 હજાર થવા પામી હતી અને દુકાનમાં એમડી ડ્રગ્સનું વેચાણ કરતો શખ્સ સલીમ શેખની પણ ધરપકડ કરવામાં આવી હતી. 


Loksabha Election 2024: ગુજરાતમાં ઘેરાયા મોદી સરકારના મંત્રી, ચૂંટણી પંચમાં મામલો...


અમદાવાદ SOG એ આરોપી સલીમ શેખની ધરપકડ કરીને ડ્રગ્સનો જથ્થો કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં સામે આવ્યું છે કે આ એમડી ડ્રગ્સનો જથ્થો રાજસ્થાનના ભરત નામના વ્યક્તિ પાસેથી મેળવ્યો હતો અને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નાની નાની પડીકી કરીને વેચાણ કરતો હતો. આ ડ્રગ્સનો જથ્થો છેલ્લા છ માસથી વેચી રહ્યો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ SOGએ ભરત નામના શોધખોળ શરૂ કરી છે. 


પરેશ ધાનાણી ફરી છવાયા! લખ્યું; રૂપાણીને રમતા મુક્યા, મુંજપરાને મરડી નાખ્યા...'