મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) માં દિન-પ્રતિદિન ચોરી અને લૂંટફાટ (Robbery) ના કિસ્સામાં વધારો થયો છે. હાઇવેની આસપાસ અને છેવાડે આવેલા વિસ્તારમાં મોડી રાતે ચોરી અને લૂંટની ઘટનાઓ બની રહી છે. સોસાયટીઓ (Socity) અને ફલેટમાં સિક્યુરિટી ગાર્ડ (Security Guard) હાજર હોય છે. પરંતુ તેઓ સજાગ ન હોવાને કારણે ચોરો-તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે. અમદાવાદ શહેરના સોલા પોલીસ દ્વારા સોસાયટી અને ફ્લેટના સિક્યુરિટી ગાર્ડ (Security Guard) કેટલા સજાગ છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

છેલ્લા 5 દિવસથી સોલા પોલીસ (Sola Police) દ્વારા તેમના વિસ્તારમાં આવેલી સોસાયટી- ફ્લેટમાં જઈ સિક્યુરિટી ગાર્ડ (Security Guard) બેઠો હોય ચેક કરે છે. જો ગાર્ડ સૂતો હોય તો ત્યાં ગાડી લઇ જવામાં આવે છે અને દરવાજો ખોલી અને બંધ કરવામાં આવે છે. છતાં ગાર્ડ (Security Guard) ન જાગે તેને અવાજ કરી જગાડવામાં આવે છે.

Viral Video: યુવકને રોમિયોગીરી પડી ગઈ ભારે, યુવતીઓએ ચંપલ વડે કરી ધોલાઇ


સોલા પોલીસ (Sola Police) સ્ટેશનના પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું હતું કે સોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સોસાયટી અને ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ હાજર હોય છે.  પરંતુ સજાગ નથી હોતા ચોર અને લૂંટારાઓથી સુરક્ષા કરવા સિક્યુરિટી ગાર્ડ (Security Guard) હોય છે. પરંતુ તેઓ સુતેલા હોય છે જેથી આ બાબતે ચેકિંગ કરવાની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ પોલીસની વાન મોડી રાતે 1થી 4ના સમયગાળામાં અલગ અલગ સોસાયટી (Society) માં જાય છે અને સિક્યુરિટી ગાર્ડ (Security Guard) સૂતેલો છે કે જાગે છે તેની તપાસ કરવામાં આવે છે. 

Live Gang War: સુરતનો આ વિસ્તાર માથાભારે તત્વો માટે બન્યો એપી સેન્ટર, વધુ એક ગેંગવોર સર્જાતા વાતાવરણ બન્યું તંગ


ગાર્ડ સૂતેલો હોય તો તેના મોઢા પર મોબાઇલની ફ્લેશ લાઈટ (Flash Light) કરવા છતાં તેમજ ગાડીનો દરવાજો બેથી ત્રણ વાર ખોલી બંધ કરી અવાજ કરવા છતાં સિક્યુરિટી ગાર્ડ (Security Guard) જાગતાં નથી. જેથી તેને જગાડવામાં આવે છે અને ચા પાણી કરાવવામાં આવે છે ત્યારબાદ તેને કઈ તકલીફ છે કે કેમ તે પુછીએ છીએ. બીજા દિવસે સવારે સિક્યુરિટી ગાર્ડના સુતેલા ફોટો સોસાયટીના ચેરમેનને (Chairman) મોકલવામાં આવે છે.

આ સાથે સોસાયટીના ચેરમેન અને સિક્યુરિટી ગાર્ડ (Security Guard) એજન્સીને એક પત્ર મોકલવામાં આવે છે. જેમાં સિક્યુરિટી ગાર્ડ સુતેલા હોય છે. તેઓની બેદરકારી સામે આવી છે જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે અને સિક્યુરિટી ગાર્ડ જાગતો રહે તેવું આયોજન કરવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube